વિદ્યાર્થીઓ આનંદો : મેડીકલ કોલેજોમાં કરવામાં આવેલ ફી વધારો પરત ખેંચાયો

વિદ્યાર્થીઓ આનંદો : મેડીકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે, મેડીકલ કોલેજમાં કરવામાં આવેલ ફી વધારો પરત ખેંચવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓ આનંદો

આથી શૈક્ષણિક વર્ષ:2023-24 ના પ્રથમ રાઉન્ડ માં MBBS અને BDS કોર્સમાં પ્રવેશ મેળવેલ તમામ વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવે છે કે, પ્રવેશ પ્રક્રીયા દરમ્યાન CEO શ્રી, GMERS સોસાયટી, ગાંધીનગર ના તા.20.07.23 નાં પત્ર ક્રમાંક:પરચ/સેલ્ફ. ફાય./મેનેજમેન્ટ/પ્રવેશ/ફી/2023-24/ડ-૪/23 થી GMERS મેડીકલ કોલેજોની નવી ટ્યુશન ફી નક્કી કરવામાં આવેલ હતી. જે અન્વયે ગવર્મેન્ટ ક્વોટાની ટ્યુશન ફી રૂ. 5.50 લાખ, મેનેજમેન્ટ ક્વોટાની ફી રૂ. 17.00 લાખ તથા NRI ક્વોટા ની 25,000/- US Dollar નકકી કરવામાં આવેલ હતી.

પરતું આજ રોજ તા. 08.08.23 ના રોજ સરકાર શ્રી માં થયેલ મીટીંગ અને CEO, GMRES સોસાયટી, ગાંધીનગર નાં આજ રોજ તા.08.08.23 ના પત્ર ક્રમાંક:પરચ/સેલ્ફ ફાય/મેનેજમેન્ટ/પ્રવેશ/ફી/2023-24/ડ-૪/૨૩ થી તેઓની ટ્યુશન ફી નો વધારો પરત ખેંચવામાં આવેલ છે.

અને આ પત્ર મુજબ GMERS મેડીકલ કોલેજોની ગવર્મેન્ટ ક્વોટાની ટ્યુશન ફી રૂ. 3.30 લાખ, મેનેજમેન્ટ ક્વોટા ની ફી રૂ. 9,07,500/- તથા NRI ક્વોટા ની 22,000/- US Dollar રાખવા જણાવેલ છે. જેથી પ્રથમ રાઉન્ડની તમામ પ્રવેશ પ્રક્રીયા રદ કરવામાં આવે છે.

વિદ્યાર્થીઓ આનંદો
વિદ્યાર્થીઓ આનંદો

અને નવેસરથી પ્રથમ રાઉન્ડની ચોઈસ ફીલિંગ ચાલુ કરવામાં આવશે, જેનો વિગતવાર કાર્યક્રમ પ્રવેશ સમિતિની વેબસાઈટ પર મૂકવામાં આવશે. જે વિદ્યાર્થીઓએ ટ્યુશન ફી ભરેલ છે અને અસલ પ્રમાણપત્રો હેલ્પ સેન્ટર પર જમા કરાવીને એડમિશન કન્ફર્મ કરાવેલ છે. તેમજ એડમિશન ઓર્ડર મેળવેલ છે. અથવા તો ફક્ત ટ્યુશન ફી ભરેલ છે, તેવા તમામ વિદ્યાર્થીઓના એડમિશન પણ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે છે. તમામ વિદ્યાર્થીઓની ભરેલી ફી હવે પછી યોજાનાર રાઉન્ડમાં મજરે આપવામાં આવશે. જેની દરેક વિદ્યાર્થી અને વાલી એ નોંધ લેવી.

આ પણ ખાસ વાંચો:

Russia Moon Mission : રશિયા પણ ચંદ્ર પર Luna25 મોકલશે, જાણો કેમ છે ખાસ Luna25

બેટરી સંચાલિત પંપ સહાય યોજના 2023 : IKhedut પોર્ટલ પર ઓનલાઈન અરજી શરુ

તાડપત્રી સહાય યોજના 2023 : IKhedut પોર્ટલ પર 6 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકાશે

Leave a Comment