ચંદ્ર ગ્રહણ 2023 : આજે વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ, જાણો સૂતક કાળનો સમય

ચંદ્ર ગ્રહણ 2023 : આજે શરદ પૂર્ણિમાના દિવસે વર્ષનું છેલ્લું Chandra Grahan 2023 (ચંદ્રગ્રહણ 2023) લાગશે, જાણો આ સમયે શું કરવું યોગ્ય અને શું ન કરવું યોગ્ય રહેછે.

ચંદ્ર ગ્રહણ 2023

Chandra Grahan 2023 : આજે શરદ પૂનમની રાત છે, આ વર્ષ ચંદ્ર ગ્રહણ મેષ રાશિ અને અશ્વિની નક્ષત્રમાં લાગી રહ્યું છે. આ ચંદ્રગ્રહણ આંશિક હશે. તો ચાલો જાણીએ સૂતક કાળ ક્યારે શરુ થશે અને આ સાથે જ કેટલી બાબતોનું ધ્યાન રાખવાથીલઈને રાશિઓ પર અસર.

Lunar Eclipse 2023

સામાન્ય રીતે આજના દિવસે ચંદ્રની પૂજા કરવામાં આવતી હોય છે અને ચંદ્ર સોળે કળાએ ખીલેલો હોય છે. પરંતુ આજે શરદ પૂર્ણિમાની રાતે જ ચંદ્રને ગ્રહણ લાગવાનું છે, અને વર્ષ 2023નું આ છેલ્લું ચંદ્રગ્રહણ છે. શરદ પૂર્ણિમાની રાતે ખુલ્લા આકાશમાં ખીર અથવા તો દૂધ પૌવાને રાખીને પછી તેને ખાવાની પરંપરા હોય છે પરંતુ આજે ભૂલથી ખીર તો આકાશમાં ન મૂકવી પણ તમારે પણ ધાબે જવું નહીં. ગ્રહણ સ્પર્શના 9 કલાક પહેલા ગ્રહણ સૂતક પાળવાનું હોય છે. આવો જાણીએ ગ્રહણ વિશેની દરેક માહિતી.

ચંદ્ર ગ્રહણ 2023 સૂતક સમય

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય અને ચંદ્રમાના સૂતક કાળ આરંભ હોવાની અવધિ ખૂબ જ વિભિન્ન છે. જ્યાં સૂર્ય ગ્રહણ હોવાથી 12 કલાક પહેલા સૂતક કાળ શરુ થઈ જાય છે. ચંદ્ર ગ્રહણ થયાના નવ કલાક પહેલા સૂતકકાળ શરુ થશે. એટલા માટે આ વર્ષે સૂતક કાળ સાંજે 4.5 વાગ્યે શરુ થશે.

આ પણ ખાસ વાંચો:

Jio Space Fiber : રિલાયન્સ જિયોની જિયો સ્પેસ ફાઈબર ટેકનોલોજી લોન્ચ

Health Tips Vitamin D : ઉંમર પ્રમાણે વિટામીન ડી આટલું જરૂરી, જુઓ આ ચાર્ટ

Tejas Review : દર્શકોને પસંદ આવી રહી છે તેજસ ની ઉડાન, જાણો ફિલ્મ જોયા બાદ શું કહી રહ્યા છે દર્શકો

ચંદ્ર ગ્રહણ 2023નો સમય

ભારતીય સય અનુસાર વર્ષનું છેલ્લુ ચંદ્રગ્રહણ 28 ઓક્ટોબર એટલે કે આજે રાત્રે 11.30 વાગ્યે શરુ થશે. જે મોડી રાત્રે 2.24 વાગ્યા સુધી રહેશે. ચંદ્રગ્રહણનો સ્પર્શકાળ રાત્રે 1.05 વાગ્યાથી મધ્યરાત્રી 1.44 વાગ્યા પર મોક્ષકાળ રાત્રે 2.24 વાગ્યાનો રહેશે.

ચંદ્રગ્રહણ ક્યાં ક્યાં દેખાશે?

વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ ભારત ઉપરાંત યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, નોર્થ અમેરિકા, ઉત્તર અને પૂર્વ દક્ષિણ અમેરિકા, એટલાન્ટિક મહાસાગર હિન્દ મહાસાગર, એન્ટાર્ટિકા વગેરે દેશોમાં પણ નજર આવશે.

ચંદ્ર ગ્રહણ 2023
ચંદ્ર ગ્રહણ 2023

ચંદ્ર ગ્રહણ 2023ની રાશિઓ ઉપર અસર

વર્ષનું છેલ્લું આંશિક ચંદ્ર ગ્રહણ 2023 મેષ રાશિમાં લાગશે. જ્યાં પહેલાથી જ દેવતાઓના ગુરુ બૃહસ્પતિ વિરાજમાન છે. આવી સ્થિતિમાં ગજકેસરી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ ચંદ્ર ગ્રહણ મિથુન, કર્ક, વૃશ્ચિક, મકર અને કુંભ રાશિના જાતકોને વિશેષ લાભ મળી શકે છે. મેષ, વૃષભ, કર્ક, કન્યા, તુલા, વૃશ્ચિક, મકર અને મીન રાશિના લોકો માટે ગ્રહણ થોડું મુશ્કેલ રહેશે. આ સિવાય સિંહ, મિથુન, ધનુ અને કુંભ રાશિના લોકો માટે ગ્રહણ આર્થિક સ્થિતિને મજબૂત કરશે અને લાભ લાવશે.

શાસ્ત્રો અનુસાર માનવામાં આવે છે કે ચંદ્ર ગ્રહણ આ સમય શુભ અને માંગલિક કામો કરવાની મનાઇ હોય છે. તેના દ્વારા કેટલાક નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી હોય છે. જાણીએ ચંદ્ર ગ્રહણ દરમિયાન શું કરવું જોઇએ અને શું ન કરવું જોઇએ.

 • ચંદ્રગ્રહણના સ્પર્શ કાળથી શુ થવાથી લઇને ચંદ્રગ્રહણના મોક્ષકાળ સુધી સૂતક કાળ કહેવાય છે. આ દરમિયાન શુભ કામ કરવાની મનાઇ છે.
 • ચંદ્રગ્રહણ દરમિયાન ભોજન ખાવું કે બનાવવાની મનાઇ હોય છે
 • ગ્રહણ કાળ સમયે કોઈપણ દેવી દેવતાની મૂર્તિનો સ્પર્શ ન કરવો જોઇએ
 • ગ્રહણના સમયે કોઇ મંદિરમાં ન જવું જોઇએ
 • ગ્રહણ સમયે તુલસીના છોડને બિલકુલ સ્પર્શ નકરવું જોઇએ
 • ગ્રહણ સમયે કોઈપણ પ્રકારની ધારદાર વસ્તુઓ જેવી કે ચપ્પુ, સોઇ, તલવારનો ઉપોયગ અથવા પાસે ન રાખવું જોઇએ. આનાથી નકારાત્મક ઉર્જા પેદા થાય છે.
 • ગર્ભવતી મહિલાઓને ચંદ્ર ગ્રહણ સમયે બહાર બિલકુલ ન નીકળવું જોઈએ.

ચંદ્રગ્રહણ દરમિયાન આ કામ ચોક્કસ કરવા

 • માનવામાં આવે છે કે સૂતક આરંભ થવાથી લઈને ચંદ્રગ્રહણ સમાપ્ત થવા સુધી ચંદ્ર ખૂબ જ પીડામાં રહે છે. એટલા માટે આ સમય દરમિયાન દેવી દેવતાના ભજન, ધ્યાન વગેરે કરવું શુભ રહે છે.
 • ચંદ્રના મંત્રો ઉપરાંત રાહુ કેતુના મંત્રોનો જાપ કરવો લાભકારી હોય છે
 • જો તમે નાણાંકિય સમસ્યાનો સામનો કરી રહ્યા છો અથવા શત્રુ તમારા પર હાવી છે તો ચંદ્રગ્રહણ દરમિયાન બજરંગબાણ અને હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ.
 • ચંદ્રગ્રહણ દરમિયાન દુર્ગા ચાલીસા, વિષ્ણુ સહસ્રનામ, શ્રીમદભાગવત ગીતા, ગજેન્દ્ર મોક્ષ સ્તોત્ર, શ્રીરામ રક્ષા સ્તોત્ર વગેરેનો પાઠ કરવો શુભકારી થઇ શકે છે.
 • ચંદ્ર ગ્રહણના સમાપન દરમિયાન સ્નાન જરૂરી કરવું જોઈએ. ત્યારબાદ કાળા તલ, કાળા વસ્ત્ર, આખી અડદ, લોટ, દાળ, ચોખા, ખાંડ, સફેદ વસ્ત્ર, સાત પ્રકારના અનાજ વગેરે જરૂરિયાતમંદ લોકોને દાન કરવું.
 • ગ્રહણના સૂતક કાળ લાગ્યા પહેલા પાકેલું ભોજન, દૂધ, દહીં વગેરેમાં ડાભરો અથવા તુલસીનું પાન નાંખો.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી /ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. GujaratiTak.com આની પુષ્ટિ કરતુ નથી.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment