Jio Space Fiber : રિલાયન્સ જિયોની જિયો સ્પેસ ફાઈબર ટેકનોલોજી લોન્ચ

Jio Space Fiber : રિલાયન્સ જિયોનો નવો ધડાકો ‘Jio Space Fiber’ ટેક્નોલોજી લોન્ચ, ઉપગ્રહથી બ્રોડબેન્ડ કનેક્ટિવિટી, ગીરના જંગલમાં પણ હાઈ-સ્પીડ ઈન્ટરનેટ મળશે.

Jio Space Fiber

જિયો સ્પેસ ફાઈબર ટેકનોલોજી : Jio એ તેની નવી ટેક્નોલોજી રજૂ કરી છે, જેની મદદથી તમને સ્પેસમાંથી સીધું ઇન્ટરનેટ મળશે. Jio Space Fiber કનેક્ટિવિટી ભારતમાં ચાર સ્થળોએ ઉપલબ્ધ છે. રિલાયન્સ જિયો નવી સ્પેસ ફાઈબર ટેક્નોલોજી (Technology) લોન્ચ કરી, જે ઉપગ્રહ (Satellite) થી બ્રોડબેન્ડ કનેક્ટિવીટી (Broadband Connectivity) આપશે, એટલે કે ગીરના જંગલ (Gir National Park) સહિત આંતરિયાળ વિસ્તારમાં પણ હાઈ સ્પીડ ઈન્ટરનેટ (High Speed Internet) સેવા મળશે.

જિયો સ્પેસ ફાઈબર ટેકનોલોજી

કંપનીએ ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસમાં તેનો ડેમો પણ બતાવ્યો છે. આ સેવા એલોન મસ્કની સેટેલાઇટ સેવા એટલે કે સ્ટારલિંક સાથે સીધી સ્પર્ધા કરશે. Jio એ ભારતીય મોબાઈલ કોંગ્રેસ 2023માં તેની નવી સેવાની જાહેરાત કરી છે. કંપનીએ Jio Space Fiber રજૂ કર્યું છે, જે દેશના દૂરના વિસ્તારોને કનેક્ટ રાખવામાં મદદ કરશે. આ સેટેલાઈટ આધારિત ગીગા ફાઈબર ટેક્નોલોજી છે, જેની મદદથી દૂરના સ્થળોએ ઈન્ટરનેટ પ્રદાન કરી શકાય છે.

કંપનીનું કહેવું છે કે આ સેવા દેશભરમાં સસ્તી કિંમતે ઉપલબ્ધ થશે. તમને જણાવી દઈએ કે Jio પહેલાથી જ Jio Fiber બ્રોડબેન્ડ અને Jio AirFiber સર્વિસ ઓફર કરે છે. બંનેનું કામ લોકોને ઇન્ટરનેટ કનેક્ટિવિટી આપવાનું છે. કંપનીએ IMC 2023માં આ સેવાની જાહેરાત કરી છે.

જિયો સ્પેસ ફાઈબર દ્વારા ભારતમાં ચાર સ્થળોને જોડવામાં આવ્યા છે. જેમાં ગુજરાતનું ગીર નેશનલ પાર્ક, છત્તીસગઢનું કોરબા, ઓરિસ્સાનું નબરંગપુર અને આસામનું ONGC-જોરહાટનો સમાવેશ થાય છે. રિલાયન્સ જિયોના કનેક્ટિવિટી પોર્ટફોલિયોમાં Jio Fiber અને Jio Air Fiber પછી આ ત્રીજી મોટી ટેક્નોલોજી છે.

આ પણ ખાસ વાંચો:

Earthquake Alert On Mobile : ગુગલ દ્વારા ખાસ સર્વિસ લોન્ચ કરવામાં આવી, હવે ભૂકંપ આવે તે અગાઉ તમારા સ્માર્ટફોન પર મળી જશે ચેતવણી

Tejas Review : દર્શકોને પસંદ આવી રહી છે તેજસ ની ઉડાન, જાણો ફિલ્મ જોયા બાદ શું કહી રહ્યા છે દર્શકો

SIS કંપનીના સેટેલાઇટનો ઉપયોગ Jio Space Fiberની મદદથી બ્રોડબેન્ડ કનેક્ટિવિટી આપવા માટે કરવામાં આવશે. કંપનીના જણાવ્યા અનુસાર, Jio Space Fiber હવે ગમે ત્યાં અને ગમે ત્યારે મલ્ટિ-ગીગાબીટ કનેક્ટિવિટી પ્રદાન કરશે. ‘જીઓ સ્પેસ ફાઇબર’ દૂરના વિસ્તારોમાં સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવા પૂરી પાડવા માટે નવીન અને અદ્યતન NGSO ટેક્નોલોજીનો ઉપયોગ કરશે.

Jio Space Fiber
Jio Space Fiber

રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ અંબાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ‘જીઓએ ભારતમાં લાખો ઘરો અને વ્યવસાયોને પ્રથમ વખત બ્રોડબેન્ડ ઇન્ટરનેટનો અનુભવ કરાવ્યો છે. Jio Space Fiber સાથે અમે લાખો હજુ પણ અનકનેક્ટેડ લોકોને આવરી લઈશું. ઓનલાઈન સરકારી, શિક્ષણ, આરોગ્ય અને મનોરંજન સેવાઓથી લઈને, Jio Space Fiber દરેકને, દરેક જગ્યાએ જોડવામાં સક્ષમ હશે.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment