IPL Auction 2024: પેટ કમિન્સ બન્યો આઇપીએલના ઇતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી

IPL Auction 2024: IPL 2024 માં ઇતિહાસની સૌથી મોટી બોલી, પેટ કમિન્સને 20.50 કરોડમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ખરીદ્યો.

IPL Auction 2024

IPL Auction 2024 માટે 333 ખેલાડીઓના નામ શોર્ટલીસ્ટ કરવામાં આવ્યા તમામ 10 ટીમોમાં કુલ 77 સ્લોટ ખાલી છે જેમાં 30 સ્લોટ વિદેશી ખેલાડીઓના છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 માટે આજે દુબઈમાં ઓક્શનનું આયોજન થઇ રહ્યું છે. IPLની તમામ 10 ટીમોની સાથે ફેન્સ પણ આ મિની ઓક્શનની આતુરતાહતી રાહ જોઈ રહ્યા હતા. IPL Auction 2024 માટે 333 ખેલાડીઓના નામ શોર્ટલીસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 214 ખેલાડીઓ ભારતીય છે.

આ 333 ખેલાડીઓમાં 116 કેપ્ડ જયારે 215 અનકેપ્ડ અને 2 એસોસિએટ દેશના ખેલાડીઓ છે. તમામ 10 ટીમોમાં કુલ 77 સ્લોટ ખાલી છે જેમાં 30 સ્લોટ વિદેશી ખેલાડીઓના છે. પરંતુ જોવાનું એ રહેશે કે આ વખતે કોઈ ખેલાડી માટે 20 કરોડ રૂપિયાની બોલી લાગે છે કે કેમ.

આ પણ ખાસ વાંચો:

Doms IPO Allotment Link: ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ આઈપીઓ એલોટમેન્ટ ચેક કરો અહીંથી

Happy Forgings IPO: લીસ્ટીંગ સાથે બમ્પર કમાણીના સંકેત, હેપ્પી ફોર્જિંગ આઈપીઓ આજથી ભરી શકશો

આઈપીએલ 2024 હરાજી લાઇવ અપડેટ્સ

  • હર્ષલ પટેલને પંજાબ કિંગ્સે 11 કરોડ 75 લાખ રૂપિયામાં ખરીદ્યો. તેની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા હતી.
  • દક્ષિણ આફ્રિકાના ગેરાલ્ડ કોએત્જીને મુંબઈ ઇન્ડિયન્સે 5 કરોડ રૂપિયામાં ખરીદ્યો. તેની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા હતી.
  • આઈપીએલમાં પેટ કમિન્સ ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદે 20.50 કરોડમાં ખરીદ્યો છે. તેને ખરીદવા માટે ચેન્નઇ, મુંબઈ, આરસીબી અને હૈદરાબાદે ખરીદવા રસ દાખવ્યો હતો. આખરે હૈદરાબાદે બાજી મારી હતી.
  • અફઘાનિસ્તાનના ઓલરાઉન્ડર અજમાતુલ્લાહ ઓમરજાઇને તેની બેઝ પ્રાઇઝ 50 લાખ રૂપિયામાં ગુજરાત ટાઇટન્સે ખરીદ્યો.
  • ભારતીય ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને તેને જૂની ટીમ ચેન્નઇ સુપર કિંગ્સે 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો. તેની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા હતી.
  • ન્યૂઝીલેન્ડના ઓપનર ખેલાડી રચિન રવિન્દ્રને ચેન્નઇ સુપર કિંગ્સે 1.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો. તેની બેઝ પ્રાઇઝ 50 લાખ રૂપિયા હતી.
  • શ્રીલંકાના ઓલરાઉન્ડર વાનિંદુ હસરંગાને બેઝ પ્રાઇઝ 1.50 કરોડમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ખરીદ્યો.
  • ભારતનો કરુણ નાયર, મનિષ પાંડે અને ઓસ્ટ્રેલિયાનો સ્ટિવ સ્મિથ અનસોલ્ડ રહ્યા.
  • ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા હતી. સનરાઇઝર્સ હૈદરાબાદે 6 કરોડ 80 લાખ રૂપિયામાં ખરીદ્યો.
  • ઇંગ્લેન્ડના હેરી બ્રુકને દિલ્હી કેપિટલ્સે ચાર કરોડ રૂપિયામાં ખરીદ્યો. તેની બેઝ પ્રાઇઝ 2 કરોડ રુપિયા હતી.
  • દક્ષિણ આફ્રિકાનો રાઇલી રુસો અનસોલ્ડ રહ્યો. તેની બેઝપ્રાઇઝ 2 કરોડ રૂપિયા હતી પણક કોઇ ટીમે તેના પર બોલી લગાવી નથી.
  • રોવમેન પોવેલ પર સૌથી પહેલી બોલી લાગી છે. રાજસ્થાન રોયલ્સે તેને 7 કરોડ 40 લાખ રૂપિયામાં પોતાની સાથે જોડ્યો છે
IPL Auction 2024
IPL Auction 2024

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment