Gujarat Weather Update : ગુજરાત નજીક 4 સિસ્ટમ સક્રિય થતા 11મે થી 5 દિવસ વરસાદ થવાની શક્યતા, શનિવારે દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી

Gujarat Weather News : હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી મુજબ ગુજરાત પાસે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેમાં રાજસ્થાનની ઉપર બે, મધ્ય પ્રદેશ ઉપર એક અને અરબસાગર ઉપર એક સિસ્ટમ સક્રિય થઈ છે. આ ચાર સિસ્ટમના લીધે આગામી તા.૧૧મી મેથી પાંચ દિવસ દરમિયાન રાજ્યનાં વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

Gujarat Weather Update

ગઈકાલની આગાહી મુજબ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં જ વરસાદની શક્યતા હતી પરંતુ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાના સંકેતો અપાયાં છે. પ્રથમ દિવસે શનિવારે નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.

આ પણ ખાસ વાંચો:

GCAS Registration Portal : ગુજરાત કોમન એડમીશન સર્વિસીસ (GCAS – જીકેસ) રજીસ્ટ્રેશન પોર્ટલ

આઇપીઓ માં કમાણીની તક, આગામી સપ્તાહે ખુલશે 3 IPO, ઇશ્યૂ પ્રાઇસ તમામ વિગત જાણો

આ વિસ્તારમાં માવઠાની આગાહી

  • તારીખ 11 મે: નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ
  • તારીખ 12 મે: અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ
  • તારીખ 13 મે: અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ
  • તારીખ 14 મે: વલસાડ, નવસારી, ડાંગ, તાપી, બોટાદ, જામનગર, અમરેલી, ભાવનગર
  • તારીખ 15 મે: વલસાડ, નવસારી, ડાંગ, તાપી

હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલે નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં કમોસમી વરસાદ વરસી શકે છે. તો આગામી પાંચ દિવસ ન માત્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં પણ કમોસમી વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment