GCAS Registration Portal : ગુજરાત કોમન એડમીશન સર્વિસીસ (GCAS – જીકેસ) રજીસ્ટ્રેશન પોર્ટલ

GCAS Registration Portal : ગજુરાત કોમન એડિમશન સર્વિસીસ પોર્ટલ (GCAS – જીકેસ) એ ગજુરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળ આવતી 14 સરકારી યુનિવર્સીટીઓ તથા તેને સંલગ્ન / કોલેજોમાં વિવિધ વિદ્યાશાખાઓમાં સ્નાતક, અનુસ્નાતક અને પીએચ.ડી. કક્ષાના કોર્સીસની પ્રવેશ પ્રક્રિયાને સુવ્યવસ્થિત અને સરળ કરવા માટે શરુ કરવામાં આવેલું એક દુરંદેશીપૂર્ણ પોર્ટલ છે.

GCAS Registration 2024

આ એક જ પોર્ટલથી વિદ્યાર્થીઓ વિનયન, વાણીજ્ય, વિજ્ઞાન, શિક્ષણ, કાયદા, રૂરલ સ્ટડીઝ, શારીરિક શિક્ષણ, બી.એડ.,તથા પી.એચ.ડી. જેવી વિદ્યાશાખાઓમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન માત્ર જીકેસ પોર્ટલ ઉપર જ કરવાનું રહેશે.

GCAS Registration Portal 2024

જીકેસ પોર્ટલ અંગ્રેજી અને ગુજરાતી એમ બંને ભાષાઓમાં ઉપલબ્ધ છે. જેને પગલે હવેથી રાજ્યની ૧૪ યુનિવર્સિટીઓ સંલગ્ન સરકારી, અનુદાનિત, સ્વનિર્ભર ર,૩૪૩ જેટલી કૉલેજના ૭.૫૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ એડમીશન માટે એક જ પોર્ટલ ઉપર અરજી કરી શકશે. પ્રવેશ માટેની રજીસ્ટ્રેશન ફી માત્ર રૂ.૩૦૦ એક જ વખત ઓનલાઈન ભરવાની રહેશે.

આ પણ ખાસ વાંચો:

GSEB 12th Result 2024 : વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ જિલ્લા મુજબ પરિણામ

GSEB SSC Result 2024 Date : ધોરણ 10નું પરિણામ તારીખ જાહેર

GCAS – જીકેસ રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું?

  • વિધાર્થીએ https://gcas.gujgov.edu.in/ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • વિધાર્થીએ પોતાની પ્રાથમિક માહિતી ભરીને મોબાઇલ નંબર અને ઈમેલ એડ્રેસ રજીસ્ટર કરાવવાના રહેશે. યુઝરનેમ અને પાસવર્ડ વિદ્યાર્થીના રજીસ્ટર્ડ ઈમેલ આઈડી પર અને રજીસ્ટર્ડ કોન્ટેક્ટ નંબર પર મોકલવામાં આવશે.
  • રજીસ્ટ્રેશન 1 એપ્રિલ 2024થી શરુ થઇ ગયેલ છે, અને રિજલ્ટ આવ્યા બાદ વિધાર્થીઓ રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી શકશે. રજીસ્ટ્રેશન ની વધુ જાણકારી સત્તાવાર વેબસાઈટ https://gcasstudent.gujgov.edu.in/applicants/QuickRegistration.aspx મુલાકાત લેવી.
  • વિધાર્થીએ પોતાની બેઝીક પ્રોફાઈલ ની માહિતી, શૈક્ષણિક માહિતી તેમજ જરુરી આધાર જેવા કે, શાળા છોડયાનું પ્રમાણપત્ર, માર્કશીટ, જાતી પ્રમાણપત્ર, આવકનો દાખલો, વિધાર્થીનો સ્કેન કરેલ ફોટોગ્રાફ અને સિગ્નેચર વિગેરે લાગુ પડતા દસ્તાવેજો પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે.
  • વિધાર્થી જે ડીગ્રી કોર્સ યુનિવર્સીટી કે તેને સંલગ્ન સંસ્થા / કોલેજમાં પ્રવેશ લેવા માંગે છે તેની પસંદગી કરવાની રહેશે.
  • જીકેસ પોર્ટલની રજીસ્ટ્રેશન ફી 300 રૂપિયા ઓનલાઈન માધ્યમથી ચુકવવાની રહેશે.
  • ભરેલી વિગતોની સમીક્ષા કરી અરજી સબમિટ કરવાની રહેશે.
  • પ્રવેશ અરજી કરવાની પ્રક્રિયાની વધુ જાણકારી માટે સત્તાવાર વેબસાઈટ https://gcas.gujgov.edu.in/Content/general-instrucons-196 મુલાકાત લેવાની રહેશે.
  • રજીસ્ટ્રેશન પ્રક્રિયા સબંધિત કોઈપણ સહાયતા માટે ઈમેલ – [email protected]

GCAS – જીકેસ રજીસ્ટ્રેશન ડોક્યુમેન્ટ લીસ્ટ

GCAS Registration Portal

શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું કે, ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ- પોર્ટલ થકી રાજ્યના વિદ્યાર્થીઓ માટે એડમિશન પ્રક્રિયા અત્યંત સરળ બની જશે. એટલું જ નહિ, એડમિશન માટે કોલેજોમાં ધક્કા ખાવા સહિતની જે અગવડતા વિદ્યાર્થી અને વાલીઓએ અનુભવવી પડતી હતી તેનું નિરાકરણ આવી જશે. ટેકનોલોજીની મદદથી ‘અરજી એક, વિકલ્પ અનેક’ના ધ્યેય સાથે ખાસ પોર્ટલ તૈયાર કરી આ પ્રકારની કોમન એડમિશન પ્રક્રિયા શરૂ કરનાર ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ છે જેનું ગર્વ છે. આ પોર્ટલથી સમગ્ર એડમિશન પ્રક્રિયા ઝડપી થશે જે આવનાર સમયમાં વરદાનરૂપ સાબિત થશે.

નવું રજીસ્ટ્રેશન રજીસ્ટ્રેશન અહીંથી કરો
સત્તાવાર વેબસાઈટ અહીંથી મુલાકત લ્યો

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment