Gujarat Monsoon : અમદાવાદમાં ભારે પવન સાથે હળવા વરસાદની શક્યતા, જાણો આગામી પાંચ દિવસ કેવો રહેશે વરસાદ

Gujarat Monsoon : વરસાદના લાંબા વિરામ બાદ આજે અમદાવાદ સહીત ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં પવન સાથે હળવો વરસાદ શરુ થયો છે. વરસાદી ઝાપટાને લીધે વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી છે.

Table of Contents

Gujarat Monsoon

હવામાન વિભાગ અમદાવાદ દ્વારા રવિવારના રોજ આજે 26 ઓગષ્ટ સુધીનું હવામાનનું પૂર્વાનુમાન ટ્વીટ કરીને જાણકારી આપી હતી. જેમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે વરસાદ અંગે આગાહી કરવામાં આવી છે, જે અનુસાર આવતી કાલે અમદાવાદ સહિત ગુજરાતના અમુક જિલ્લાઓમાં ભારે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

એક વાર ફરીથી વરસાદી વાતાવરણ બંધાતા ખેડૂતોના મોઢા પર સ્મિત આવી ગયું છે, કારણકે ઘણા સમયથી પાકને પુરતું પાણી ન મળતા પાક ખરાબ થઇ જવાની આશંકા સેવાઈ રહી હતી, વરસાદ ખેચાતા ખેડૂતો એ પાકોને પાણી પાવાનું શરુ કરી દીધું હતું.

આગામી પાંચ દિવસ કેવો રહેશે વરસાદ

21 ઓગસ્ટના રોજ 30થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, પાટણ, મહિસાગર, વડોદરા, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, બોટાદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

22 ઓગસ્ટના રોજ પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, મહિસાગર, વડોદરા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ગીર સોમનાથમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

23 ઓગસ્ટના રોજ મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

24 ઓગસ્ટના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

25 ઓગસ્ટના રોજ ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

આ પણ ખાસ વાંચો:

Roskosmos Luna 25 Crash : ચંદ્ર પર ક્રેશ થયું લુના 25 સ્પેસક્રાફ્ટ, સર્જાઈ હતી ટેકનીકલ ખામી

Exam Tips : શું તમે પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો આ ટીપ્સ આપના માટે છે ખાસ

Aditya L1 : ISRO નું પ્રથમ સૂર્ય મિશન “સૂર્યયાન” આદિત્ય L1, શ્રીહરિકોટા પહોચ્યું સેટેલાઈટ

Leave a Comment