Asia Cup 2023 : એશિયા કપ 2023 માટે ટીમ ઇન્ડિયા જાહેર, જુઓ કોને મળ્યુ સ્થાન

Asia Cup 2023 : એશિયા કપ માટે ટીમ જાહેર કરવામાં આવી જેમાં રાહુલ-ઐયરની વાપસી અને તિલક વર્માને સ્‍થાન મળ્યુ છે, રોહિત શર્મા કેપ્‍ટન અને હાર્દિક પંડયા વાઇસ કેપ્‍ટન તરીકે છે.

Asia Cup 2023

આ ટીમમાં ચહલની બાદબાકી કરવામાં આવી છે એટલે કે તે સ્થાન મેળવી શક્યો નથી. તેમજ જસપ્રીત બુમરાહની વાપસી થઇ છે. કુલ ૧૭ ખેલાડીઓના નામની જાહેરાત કરવામાં આવી, ૩ ઓગષ્‍ટથી શરૂ થશે ટુર્નામેન્‍ટ એશિયા કપમાં ભારતની પ્રથમ મેચ 2 સપ્‍ટેમ્‍બરે પાકિસ્‍તાન સામે રમાશે.

એશિયા કપ 2023

ઘણા સમયથી ક્રિકેટ રસિકો રાહ જોઈ રહ્યા હતા કે એશિયા કપ 2023 માટે ટીમ ઇન્ડીયામાં કોણ કોણ જગ્યા બનાવી શકશે, પરંતુ આજે તેના પરથી પડદો ઉઠી ગયો છે, આજે BCCI દ્વારા ટીમ ઇન્ડયાની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં સંજુ સેમસનને સ્ટેન્ડ બાય પ્લેયર તરીકે સ્થાન મળ્યું છે.

એશિયા કપ 2023 માટે ટિમ ઇન્‍ડિયાની જાહેરાત કરવામાં આવી છે. યુવા ક્રિકેટર તિલક વર્માની એન્‍ટ્રી થઈ છે તો લાંબા સમય બાદ લોકેશ રાહુલ અને શ્રેયસ ઐયરની ટીમમાં વાપસી થઈ છે. કે એલ રાહુલ અને ઐયર બન્‍ને લાંબા સમયથી ઇનજર્ડ હતા. આ બન્‍ને ખેલાડીઓને ટીમમાં સમાવેશ કરવા મામલે કોચ દ્રવિડ અને જય શાહ વચ્‍ચે અગાઉ બેઠક પણ મળી હતી.

તમને જણાવી દઈએ કે 30 સપ્‍ટેમ્‍બરથી એશિયા કપનો પ્રારંભ થઇ રહયો છે. ભારતનો પ્રથમ મુકાબલો 2 સપ્‍ટેમ્‍બરે પાકિસ્‍તાન સામે થશે. આ ટુર્નામેન્‍ટ પાકિસ્‍તાન અને શ્રીલંકામાં યોજવા જઈ રહી છે. પસંદગી સમિતિએ કુલ ૧૭ ખેલાડીઓની પસંદગી કરી છે. અનેક દિગ્‍ગજ ખેલાડીઓની ટીમમાં વાપસી થઇ છે. જેઓ ઇજાના કારણે ટીમમાંથી બહાર હતા.

એશિયા કપ માટે ટીમ ઈન્ડિયા:

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.

Asia Cup 2023
Asia Cup 2023

યુઝવેન્દ્ર ચહલને ટીમમાં ન મળી જગ્યા

સિનિયર લેગ-સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ, વિકેટ-કીપર બેટ્સમેન સંજુ સેમસન અને ફાસ્ટ બોલર ઉમરાન મલિકને 2023 એશિયા કપ માટે ભારતની 17 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. જોકે, સેમસન બેક-અપ વિકેટકીપર તરીકે ટીમ સાથે જોડાયેલો રહેશે.

આ પણ ખાસ વાંચો:

Chandrayaan 3 Soft Landing LIVE Telecast : ચંદ્રયાન 3 નું સોફ્ટ લેન્ડીંગ જોઈ શકશો લાઇવ

Roskosmos Luna 25 Crash : ચંદ્ર પર ક્રેશ થયું લુના 25 સ્પેસક્રાફ્ટ, સર્જાઈ હતી ટેકનીકલ ખામી

Chandrayaan 3 Video : વિક્રમ લેન્ડરે કેપ્ચર કર્યો ચંદ્રનો વિડીયો, જુઓ ચંદ્રનો શાનદાર નજારો

Leave a Comment