Roskosmos Luna 25 Crash : ચંદ્ર પર ક્રેશ થયું લુના 25 સ્પેસક્રાફ્ટ, સર્જાઈ હતી ટેકનીકલ ખામી

Roskosmos Luna 25 Crash : રશિયાની સ્પેસ એજન્સી Roskosmos નું Luna 25 Crash થયું, મળતી માહિતી મુજબ Luna 25 ચંદ્ર પર ઉતરતા પેહલા થયું ક્રેશ.

Table of Contents

Roskosmos Luna 25 Crash

ખરેખર એ કેહવું ખોટું નથી કે આજે સાયન્સ માટે એક ખરાબ દિવસ છે, હાલમાં મળતી માહિતી મુજબ રશિયન સ્પેશ એજન્સી Roskosmos નું Luna 25 Crash થઇ ગયું છે, જર્મનીની ડીડબ્લ્યુ ન્યુઝે રશિયાની સ્પેસ એજન્સી રોસકોસમોસના હવાલાથી જણાવ્યું હતું કે રશિયાનું લુના 25 સ્પેસક્રાફ્ટ ચંદ્ર પર ક્રેશ થઇ ગયું છે. આ પેહલા એવા સમાચાર આવી રહ્યા હતા કે લેન્ડીંગમાં ટેકનીકલ ખામી સર્જાઈ હતી.

આજે સવારે સમાચાર આવી રહ્યા હતા કે રશિયન સ્પેસક્રાફ્ટ Luna 25 માં ટેકનીકલ ખામી સર્જાઈ છે, જે ચંદ્રની ભ્રમણકક્ષામાં ફેરફાર દરમિયાન આવી હતી. Luna 25 સોમવારના રોજ ચંદ્રના દક્ષીણ ધ્રુવ પર ઉતરવાનું હતું, આ માટે લેન્ડીગ પહેલા ભ્રમણકક્ષા બદલવાની હતી, પરંતુ ટેકનીકલ પ્રોબ્લેમના કારણે બદલી શકાઈ ન હતી.

આ અગાઉ રશિયન સ્પેસ એજન્સી રોસકોસમોસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, લેન્ડીંગ પહેલા ઓર્બીટ બદલતા સમયે અસામાન્ય સ્થિતિ આવી ગઈ, જેના કારણે લૂના 25 વ્યવસ્થિત રીતે ઓર્બીટ ન બદલી શક્યું, એક્સપર્ટસ અચાનક સામે આવેલી પ્રોબ્લેમનો સામનો કરવામાં અસર્મથ રહ્યા, તેઓ તેની પર કામ કરી રહ્યા છે.

રશિયાનું લુના-25 અવકાશ યાન અનિયંત્રિત ભ્રમણકક્ષામાં ફર્યા બાદ ચંદ્ર પર તૂટી પડ્યું હતું, રશિયાની સ્પેસ એજન્સી રોસ્કોસ્મોસે રવિવારે જણાવ્યું હતું. લુના-25 એ 47 વર્ષમાં રશિયાનું પ્રથમ ચંદ્ર મિશન હતું.

Luna 25 Crash
Luna 25 Crash

Luna 25 એ 11 ઓગષ્ટના રોજ રશિયાના ફાર ફાઈસ્ટમાં વોસ્ટોચની કોસ્મોડ્રોમથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ અઠવાડિયાની શરૂઆતમાં ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોચ્યા પછી તે ચંદ્રની પરિક્રમા કરી રહ્યું હતું. જાણવી દઈએ કે વર્ષ 1976માં તત્કાલીન સોવિયત સંઘ દરમિયાન LUNA 24 મિશનના લગભગ પાંચ દાયકા પછી પેહલીવાર 10 ઓગસ્ટના રોજ LUNA 25ને અવકાશમાં મોકલવામાં આવ્યું હતું, તેણે ચંદ્ર સુધી પહોંચવા સીધો રસ્તો અપનાવ્યો છે.

આ પણ ખાસ વાંચો:

Chandrayaan 3 Video : વિક્રમ લેન્ડરે કેપ્ચર કર્યો ચંદ્રનો વિડીયો, જુઓ ચંદ્રનો શાનદાર નજારો

Chandrayaan 3 Mission : ચંદ્રયાન-3ના મિશનની વધુ એક સફળતા, સફળતાપૂર્વક પ્રોપ્લશન મોડ્યુલથી અલગ થયું, 23 ઓગષ્ટે કરશે સોફ્ટ લેન્ડીંગ

Aditya L1 : ISRO નું પ્રથમ સૂર્ય મિશન “સૂર્યયાન” આદિત્ય L1, શ્રીહરિકોટા પહોચ્યું સેટેલાઈટ

Leave a Comment