Ganesh Chaturthi 2023 : ગણેશ ચતુર્થી 2023 મુહૂર્ત અને પૂજા વિધિ, જાણો સંપૂર્ણ માહિતી

ગણેશ ચતુર્થી 2023 મુહૂર્ત અને પૂજા વિધિ : Ganesh Chaturthi 2023 માં 300 વર્ષ બાદ ગણેશ ચતુર્થી પર બ્રહ્મ અને શુક્લ યોગનો અદ્ભુત સંયોગ. રવિ યોગમાં ગણેશ ચતુર્થી પરંતુ સવારથી લાગશે ભદ્રા, જાણો મુહૂર્ત અને પૂજા વિધિ.

ગણેશ ચતુર્થી 2023

Ganesh Chaturthi 2023 : 19 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થી છે અને ત્યારથી જ દસ દિવસીય ગણપતિ મહોત્સવનો પ્રારંભ થશે. મંગળવારે દરેક ઘરમાં મંગલમૂર્તિની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે. 10 દિવસ સુધી નિયમિત પૂજા કર્યા બાદ અનંત ચતુર્દશીના દિવસે ગણપતિને વિસર્જન કરીને વિદાય આપવામાં આવશે.

આ દસ દિવસ દરમિયાન ભક્તો ગણપતિદાદાની ભક્તિથી ભરેલા જોવા મળે છે. વિવિધ સ્થળોએ ગણપતિ પંડાલો પણ શણગારવામાં આવશે, જ્યાં દરરોજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ થતી જોવા મળેશે. ભગવાન ગણેશને પ્રથમ દેવ માનવામાં આવે છે. કોઈ પણ શુભ કાર્યને શરૂ કર્યા પહેલા શ્રીગણેશની પૂજા જરૂર કરવામાં આવે છે. આ વર્ષે 19 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી છે, અને બાપ્પાના ભક્ત ગણપતિની પ્રતિમાને ઘરમાં લાવીને તેમની ભક્તિભાવથી પૂજા કરશે.

દર વર્ષે ભાદરવાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે. આ દિવસે વ્રત કરીને ગણેશજીની પૂજા કરવામાં આવે છે. ગણપતિ બાપ્પાના આશીર્વાદથી દરેક સંકટ દૂર થાય છે, જીવનમાં આવતી તમામ અડચણો દૂર થાય છે. ચાલો જાણીએ ગણેશ ચતુર્થી પર રચાવા જઇ રહેલા રવિ યોગ, ભદ્રા, શુભ મુહૂર્ત અને પૂજા વિધિ વિશે.

સનાતન ધર્મમાં પ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશ ખૂબ જ શક્તિશાળી અને દયાળુ દેવતા છે. તેમની પૂજા જે પણ સાચ્ચા દિલથી કરે છે તેમના જીવનમાંથી દુઃખ છુમંતર થઈ જાય છે. કોઈ પણ પૂજા કે શુભ કામની શરૂઆત શ્રી ગણેશની પૂજાથી કરવામાં આવે છે. ભગવાન ગણેશ ભોલેનાથ અને માતા પાર્વતીના પુત્ર છે અને જ્ઞાન અને સુખ સમૃદ્ધિના દેવતા માનવામાં આવે છે. તેમની બુદ્ધિના કારણે તેમને પ્રથમ પૂજનીય દેવતાનું સ્થાન પ્રાપ્ત છે.

ગણેશ ચતુર્થીની પૂજા વિધિ

ગણેશ ચતુર્થીના દિવસે વિધિપૂર્વક ગણપતિ બાપ્પાની મૂર્તિને એક ચોકી પર પીળા રંગની ચાદર કે કપડુ પાથરીને સ્થાપિત કરો. તેમનો ગંગાજળથી અભિષેક કરો. પછી વસ્ત્ર, ફૂલ, માળા, જનોઇ વગેરેથી તેને સુશોભિત કરો. તે બાદ અક્ષત, હળદર, નાગરવેલનું પાન, સોપારી, ચંદન, ધૂપ, દીપ, નારિયેળ વગેરેથી પૂજા કરો. બાપ્પાને દુર્વા અર્પિત કરો. મોદક કે લાડુનો ભોગ લગાવો. આ દરમિયાન ઓમ ગં ગણપતયે નમો નમ: મંત્રનું ઉચ્ચારણ કરવું જોઇએ. આ મંત્રનો જાપ કરવાથી મનોકામનાઓ પૂરી થાય છે. પૂજાના સમયે ગણેશ ચતુર્થી વ્રત કથાનું શ્રવણ કરો. પછી ગણપતિની આરતી કરો.

ગણેશ ચતુર્થી 2023નું શુભ મુહૂર્ત

ભાદ્રપદ શુક્લ ચતુર્થી તિથિ પ્રારંભ: 18 સપ્ટેમ્બર, બપોરે 12:39 વાગ્યાથી, ભાદ્રપદ શુક્લ ચતુર્થી તિથિની સમાપ્તિ: 19 સપ્ટેમ્બર, બપોરે 01:43 વાગ્યા સુધી, સ્વાતી નક્ષત્ર: 19 સપ્ટેમ્બર, સવારથી બપોરે 01.48 વાગ્યા સુધી, પછી વિશાખા નક્ષત્ર, અભિજિત મુહૂર્ત: સવારે 11. 50થી બપોરે 12.39 સુધી

ગણેશ ચતુર્થી 2023
ગણેશ ચતુર્થી 2023

આ પણ ખાસ વાંચો:

ગુજરાતમાં મેઘ મહેર : ગુજરાતમાં ભાદરવે ભરપુર વરસાદ, જાણો ક્યાં જીલ્લામાં કેવો વરસાદ

પાણીના ટાંકા બનાવવા સહાય યોજના 2023 : I Khedut Portal પર 15 ઓકટોબર સુધી કરી શકાશે અરજી

ગુજરાત ખેડૂત સ્માર્ટ ફોન સહાય યોજના 2023 : I Khedut Portal પર 15 ઓકટોબર સુધી કરી શકાશે અરજી

Leave a Comment