ગુજરાત ખેડૂત સ્માર્ટ ફોન સહાય યોજના 2023 : I Khedut Portal પર 15 ઓકટોબર સુધી કરી શકાશે અરજી

ખેડૂત સ્માર્ટ ફોન સહાય યોજના 2023 : ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદી ઉપર સહાય યોજના. સ્માર્ટફોનની ખરીદ કિંમતના 40% સહાય અથવા રૂ.6000/- બે માંથી જે ઓછુ હોય તે. જિલ્લાવાર લક્ષ્યાંકની મર્યાદા મુજબ વહેલાતે પહેલાનાં ધોરણે અરજી થઇ શકશે.

ગુજરાત ખેડૂત સ્માર્ટ ફોન સહાય યોજના 2023

Smartphone Sahay Yojana Gujarat 2023: ગુજરાત રાજ્યના ખેડૂતો સ્માર્ટ ફોન દ્વારા કૃષિને લગતી માહિતી અથવા વિવિધ યોજનાની ઓનલાઇન અરજી કરી શકે તે માટે રાજ્ય સરકાર સ્માર્ટ ફોન ખરીદી પર સહાય આપવાની યોજના અમલમાં મુકી છે. વર્ષ 2023-24 માટે ખેડૂતો સ્માર્ટ ફોન ખરીદી માટે આજથી અરજી કરી શકશે. અરજી કરવા માટેની લિંક નીચે આપવામાં આવી છે.

ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનાનો લાભ ઘરઆંગણે આસાનીથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. આ પોર્ટલ મારફત સને 2023-24 માટે સહાય અરજીઓ મેળવવાની થાય છે. રાજ્યના ખેડુતોને ખેતીવાડી ખાતાની પાણીના ટાંકા બનાવવા સહાય અને સ્માર્ટફોનની ખરીદી પર સહાય યોજના મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકારે સને 2023-24 માટે આઇ ખેડુત પોર્ટલ તા.16 સપ્ટેમ્બર, 2023 રોજ ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.

યોજનાનું નામખેડૂત સ્માર્ટ ફોન સહાય યોજના 2023
ઉદ્દેશ્યગુજરાતના ખેડૂતોને ડીજીટલાઇઝેશન કરવાનું
લાભાર્થીઓગુજરાત રાજ્યના ખેડૂતો
મળવાપાત્ર સહાયસ્માર્ટફોનની ખરીદ કિંમતના 40% સહાય અથવા રૂ.6000/- બે માંથી જે ઓછુ હોય તે.
કેટલીવાર સહાય મળવાપાત્ર થશેઆજીવન એક વખત
ફોર્મ ભરવાની શરૂ તારીખ16.09.2023 થી 15.10.2023
વેબસાઈટikhedut.gujarat.gov.in

જે ખેડૂત ભાઈઓ દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન અન્ય કોઈ પણ ઘટકમાં અરજી કરેલ હશે તેઓની આ કિસ્સામાં અરજી થઈ શકશે નહીં. પરિણામે વધુ ખેડૂત કુટુંબને આવરી લેવાશે.

ખેડૂત સ્માર્ટ ફોન સહાય યોજના 2023
ખેડૂત સ્માર્ટ ફોન સહાય યોજના 2023

ખેડૂત સ્માર્ટ ફોન સહાય યોજના 2023 સુચનાઓ

1. ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) ધરાવતા હોય કે ના ધરાવતા હોય, તો પણ અરજી કરી શકાય છે.

2. જો તમે ખેડૂત નોંધણી ધરાવો છો તેમાં હા કહેશો તો આધાર નંબર અને મોબાઈલ નંબર રજુ કરવાનો રહેશે તો તમારાં મોબાઈલ ઉપર એક OTP આવશે. તે OTP નાખ્યા બાદ અરજીમાં ખેડુતની વિગતો આપો આપ ઓનલાઈન આવી જશે.

3. જો તમે ખેડૂત નોંધણી કરાવ્યા વગર વર્ષ ૨૦૧૮-૧૯થી પ્રથમ વખત અરજી કરતાં હશો તો ઓનલાઈન અરજી કરતી વખતે આધાર નંબર અને મોબાઈલ નંબર આપવાથી અરજીની પાત્રતા નિયત થાય તે સમયે સંબંધિત કચેરીમાં આધાર નંબરની નકલ રજુ કરેથી, સંબંધિત અધિકારીશ્રી દ્વારા તેની ખરાઇ કર્યા બાદ ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) થશે. તે સમયે નોંધણી (રજીસ્ટ્રેશન) થયેલ છે તે અંગેનો SMS આપના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર આવશે.

4. જે વિગતો આગળ લાલ * છે તે ફરજીયાત છે.

5. અરજી અપડેટ/કન્ફર્મ કરવા અરજી નંબર સાથે જમીન ખાતાનો ખાતા નંબર જે તે અરજી કરતી વખત આપેલ હશે તે આપવાનો રહેશે.

6. અરજી કન્ફર્મ થઇ ગયા બાદ અરજી અપડેટ થશે નહી.

7. અરજી કન્ફર્મ થયા પછીજ અરજીની પ્રિન્ટ લઇ શકાશે.

8. જો બેન્કનું નામ લીસ્ટમાં ન મળે તો નજીકની ખેતીવાડી કચેરીનો સંપર્ક કરવો.

9. અરજી સેવ કરતા જો અરજી નંબર જનરેટ ન થાય તો સુચનાઓની ઉપરની લાઇનમાં મેસેજ વાંચો.

10. અરજી સેવ કર્યા પછી કન્ફર્મ કરવું જરૂરી છે. ફક્ત કન્ફર્મ કરેલ અરજી ધ્યાનમાં લેવાશે.

11. કન્ફર્મ નહિ કરેલ અરજી ikhedut Portal ઉપર લેવાયેલ ગણાશે નહિ. તે ફક્ત ડેટા સેવ કરવાની સુવિધા માટે છે.

ગુજરાત ખેડૂત સ્માર્ટ ફોન સહાય યોજના 2023 અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ આ માટે i-Khedut પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/) પર જવાનું રહેશે.
  • ત્યારબાદ યોજના ટેબ પર ક્લિક કરવાની રહેશે.
  • યોજના ટેબ પર ક્લિક કરતા એક નવો વિન્ડો ઓપન થશે, જેમાં ખેતીવાડીની યોજના પર ક્લિક કરવાનું રહેશે.
  • ખેતીવાડીની યોજના પર કિલક કરતા વિવિધ યોજના લીસ્ટ જોઈ શકશો તેમાંથી સ્માર્ટફોન યોજના સિલેક્ટ કરીને ઓનલાઈન અરજી કરી શકશો.
ઓનલાઈન અરજી અહીંથી કરો

આ પણ ખાસ વાંચો:

મેરા બીલ મેરા અધિકાર યોજના

સરકાર આપશે લોન : કેન્દ્ર સરકાર 18 પ્રકારના કારીગરોને 3 લાખ સુધીની લોન જામીનગીરી વિના આપશે

જમીનના જુના રેકોર્ડ : હવે તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો મોબાઈલમાં ઘેર બેઠા

3 thoughts on “ગુજરાત ખેડૂત સ્માર્ટ ફોન સહાય યોજના 2023 : I Khedut Portal પર 15 ઓકટોબર સુધી કરી શકાશે અરજી”

Leave a Comment