ગુજરાતમાં મેઘ મહેર : ગુજરાતમાં ભાદરવે ભરપુર વરસાદ, જાણો ક્યાં જીલ્લામાં કેવો વરસાદ

ગુજરાતમાં મેઘ મહેર : ગુજરાતમાં બે દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. આજે પણ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હાલ જોવા જઈએ તો ખાસ કરીને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘો મન મુકીને વરસી રહ્યો છે. ત્યારે આગામી ત્રણ કલાક દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, આણંદ, મહેસાણા અને મહિસાગર સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં મેઘ મહેર

લુણાવાડા અને કડીમાં બે કલાકમાં ત્રણ ઇંચ, શહેરામાં બપોર સુધીમાં 7.7 ઇંચ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ. લાંબી રાહ જોવડાવ્યા બાદ ગુજરાત પર ફરી મેઘરાજાની કૃપા વરસી છે. છેલ્લા 24 કલાકથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો હતો. આજે રવિવાર સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાકમાં સૌથી વધુ ૨૫૩ મિલીમીટર(મિમી) વરસાદ પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલુકામાં નોંધાયો હતો, ત્યાર બાદ છોટા ઉદેપુરમાં ૨૪૭ મિમી વરસાદ નોંધાયો હતો, દાહોદમાં પણ 238 મિમી વરસાદ વરસ્યો હતો.

ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં હજુ મેઘ મહેર થઇ નથી. ગત ઓગસ્ટ મહિનો કોરો રહેતા ખેતરમાં ઉભો પાક સુકાઈ રહ્યો છે, ઉભા પાકને જીવનદાન મળે એ માટે સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને બેઠા છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આજે રાજ્યના 17 તાલુકામાં ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યમાં આગામી ત્રણ દિવસ મેઘમહેર યથાવત રહેશે તેવી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં મેઘ મહેર
ગુજરાતમાં મેઘ મહેર

આજે સવારથી રાજ્યના અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, ગાંધીનગર, ખેડા, જૂનાગઢ, કચ્છ, મહેસાણા, મહિસાગર, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી, વડદોરા અને વલસાડ જિલ્લામાં મેઘ મહેર જોવા મળી છે.

18થી 21 સપ્ટેમ્બર સુધી કયા જિલ્લામાં કેવો હશે વરસાદી માહોલ

18 સપ્ટેમ્બરઃ ખેડા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરામાં ભારેથી અતિભારે જ્યારે તાપી, સુરત, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી, ડાંગ અને વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે.

19 સપ્ટેમ્બરઃ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મહિસાગરમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબીમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

20 સપ્ટેમ્બરઃ કચ્છ, પાટણ અને બનાસકાંઠામાં ભારેથી અતિભારે જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા અને ગાંધીનગરમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત સાબરકાંઠા, અરલ્લી, મહિસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગરમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

21 સપ્ટેમ્બરઃ કચ્છમાં અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

આ પણ ખાસ વાંચો:

પાણીના ટાંકા બનાવવા સહાય યોજના 2023 : I Khedut Portal પર 15 ઓકટોબર સુધી કરી શકાશે અરજી

ગુજરાત ખેડૂત સ્માર્ટ ફોન સહાય યોજના 2023 : I Khedut Portal પર 15 ઓકટોબર સુધી કરી શકાશે અરજી

Leave a Comment