શ્રાદ્ધ 2023 : 29 સપ્ટેમ્બરથી શરુ થશે શ્રાદ્ધ, જાણો આ દિવસોમાં થતું શ્રાદ્ધનું મહત્વ

શ્રાદ્ધ 2023 : Pitru Paksha 2023 હવે પિતૃ પક્ષ 2023 (શ્રાદ્ધ 2023)ની 29 સપ્ટેમ્બરથી શરૂઆત થવા જઈ રહી છે, પૂર્વજોની પૂજા કરવા માટેનો શ્રેષ્ઠ સમય ગણવામાં આવે છે. તો ચાલો જાણીએ આ દિવસોમાં થતું શ્રાદ્ધનું મહત્વ.

શ્રાદ્ધ 2023

પિતૃપક્ષમાં પૂર્વજોની પૂજાનું ઘણું મહત્વ છે ત્યારે આ પવિત્ર સમય દરમિયાન તમામ અતૃપ્ત આત્માઓ (પિતૃ)ના મોક્ષ માટે પણ શ્રાદ્ધ પરંપરા છે. 15 દિવસની અવધિમાં તિથિ અનુસાર લોકો પોતાના પૂર્વજોનું શ્રાદ્ધ કરતા હોય છે. આવો જાણીએ કઇ તારીખે કઈ તિથિ આવે છે અને તે પ્રમાણે પિતૃ તર્પણ અને શ્રાદ્ધ વિધિ કરવી.

શ્રાદ્ધનું મહત્વ

શ્રાદ્ધ પક્ષમાં “કાગવાસ” નાખવામાં આવે છે તેનું પણ ખાસ મહત્વ છે. આપણા પુરાણોની દ્રષ્ટીએ જોઈએ તો કાગડાનું આયુષ્ય આશરે 200 વર્ષનું છે. શ્રાદ્ધમાં દૂધપાક કે ખીર ખાવાનું મહત્વ છે. પિતૃઓની જયારે પરિવાર ઉપર કૃપા થાય છે ત્યારે ધન-ધાન્ય અને સંતતિની પ્રાપ્તિ થાય છે.

આ પણ ખાસ વાંચો:

India Canada News : ખાલિસ્તાનીઓને ટેકો આપવા ટ્રુડો સરકારે બગાડયો સંબંધ

કલર ચુંટણી કાર્ડ : કલર ચુંટણી કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરવાની સરળ રીત, આ રીતે કરો ડાઉનલોડ

શ્રાદ્ધ (પિતૃ પક્ષ) 15 દિવસ આપણા પૂર્વજોને સમર્પિત છે, જ્યારે આપણે તેમની તિથિએ તેમનું શ્રાદ્ધ કરીએ છીએ. ભાદરવા માસના કૃષ્ણ પક્ષને પિતૃ પક્ષ કહેવામાં આવે છે. આ 15 દિવસો દરમિયાન, પૂર્વજોને યાદ કરવામાં આવે છે, જે આપણા પૂર્વજો છે, અને તેમના આત્માની શાંતિ માટે દાન અને શ્રાદ્ધ વિધિ કરવામાં આવે છે, જેમાં તર્પણ, પિંડ દાન અને શ્રાદ્ધ કરવાની પરંપરાનો સમાવેશ થાય છે.

શ્રાદ્ધ 2023
શ્રાદ્ધ 2023

હિન્દુ ધર્મમાં દેવી-દેવતાઓની જેમ પૂર્વજોને પણ ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે અને પૂર્વજોની પૂજાનું ખૂબ જ મહત્વ રહેલું છે. ધાર્મિક માન્યતા એવી છે કે જીવનમાં સુખ સમૃદ્ધિ અને સૌભાગ્ય મેળવવા માટે પિતૃઓના આશીર્વાદ મેળવવા ખૂબ જ અગત્યની બાબત છે. જે લોકોની કુંડળીમાં પિતૃદોષ હોય છે. તેમને મુક્તિ મેળવવા માટે પિંડદાન કરવું જોઈએ. તેવી હિન્દુ શાસ્ત્રમાં માન્યતા છે આ ઉપરાંત એવી પણ કેટલીક માન્યતા છે કે આત્માઓ મૃત્યુ પછી ભૂત સ્વરૂપમાં ભટકતી રહે છે. ત્યારે આવ્યા આત્માઓને મુક્ત કરવા માટે પિશાચ મોચન શ્રાદ્ધ ખૂબ મહત્વ ધરાવે છે.

શ્રાદ્ધ 2023 તારીખ (Pitru Paksha 2023 Date)

 • પૂર્ણિમા શ્રાદ્ધ: 29 સપ્ટેમ્બર 2023
 • પ્રતિપદા અને દ્વિતિયા: 30 સપ્ટેમ્બર 2023
 • બીજનું શ્રાદ્ધ: 1 ઓક્ટોબર 2023
 • ત્રીજનું શ્રાદ્ધ: 2 ઓક્ટોબર 2023
 • ચોથનું શ્રાદ્ધ: 3 ઓક્ટોબર 2023
 • પાંચમનું શ્રાદ્ધ: 4 ઓક્ટોબર 2023
 • છઠ્ઠનું શ્રાદ્ધ: 5 ઓક્ટોબર 2023
 • સાતમનું શ્રાદ્ધ: 6 ઓક્ટોબર 2023
 • આઠમનું શ્રાદ્ધ: 7 ઓક્ટોબર 2023
 • નોમનું શ્રાદ્ધ: 8 ઓક્ટોબર 2023
 • દશમનું શ્રાદ્ધ: 9 ઓક્ટોબર 2023
 • અગિયારસનું શ્રાદ્ધ: 10 ઓક્ટોબર 2023
 • બારસનું શ્રાદ્ધ: 11 ઓક્ટોબર 2023
 • તેરસનું શ્રાદ્ધ: 12 ઓક્ટોબર 2023
 • ચૌદસનું શ્રાદ્ધ: 13 ઓક્ટોબર 2023
 • અમાવસ્યા શ્રાદ્ધ: 14 ઓક્ટોબર 2023

પિતૃ પક્ષના સમયગાળા દરમિયાન પિતૃઓ માટે પિંડ દાન, તર્પણ અને શ્રાદ્ધની વિધિઓ કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે આમ કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે. જેના કારણે તેઓ પ્રસન્ન થાય છે. કહેવાય છે કે જો પિતૃઓ પ્રસન્ન હોય તો વંશજોનું પણ કલ્યાણ થાય છે. પિતૃ પક્ષ વિશે એવી માન્યતા છે કે આ દરમિયાન પિતૃઓ કાગડાના રૂપમાં ધરતી પર આવે છે.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ/શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતીતક આની પુષ્ટિ કરતું નથી.

Leave a Comment