Nepal Vs Mongolia : નેપાળ ક્રિકેટ ટીમે T20 માં 314 રન ફટકારીને 4 નવા વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા

Nepal Vs Mongolia : હાલ ચીન ખાતે ચાલી રહેલ Asian Games 2023 માં નેપાળ ક્રિકેટ ટીમ દ્વારા મોંગોલિયા સામે T20I માં 314 રન બનાવીને 4 નવા વર્લ્ડ રેકોર્ડ સર્જ્યા છે.

Nepal Vs Mongolia

નેપાળે મંગોલિયા વિરુદ્ધ ટી-20ની મેચમાં ફટકાર્યા 300થી વધુ રન રોહિત શર્મા, ડેવિડ મિલર અને યુવરાજ સિંહના પણ તૂટ્યા રેકોર્ડ્સ. ત્યારે આ ગેમ્સમાં ક્રિકેટને પણ એક રમત તરીકે શામેલ કરી છે જેમાં નેપાલના એક બેટ્સમને વિશ્વ રેકોર્ડ કરીને ક્રિકેટની દુનિયાના વિશ્વેષ્લકો અને દિગ્ગજ ખેલાડીઓને પણ વિચારતા કરી દીધા છે.

નેપાળ ક્રિકેટ ટીમે મોંગોલિયા સામેની મેચમાં રેકોર્ડ્સ બુકમાં હલચલ મચાવી દીધી છે. આ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી નેપાળની ટીમે રેકોર્ડ્સની લાઈન લગાવી દીધી છે. નેપાળની ટીમે આ મેચમાં T20I ક્રિકેટનો હમણાં સુધીનો સૌથી મોટો સ્કોર બનાવી દીધો છે.

નેપાળની ટીમે મોંગોલિયા સામે 3 વિકેટે 314 રન બનાવ્યા છે. આ સાથે T20I ક્રિકેટમાં 300 રનનો આંકડો પાર કરનાર નેપાળ પ્રથમ ટીમ બની ગઈ છે. અગાઉ, આ રેકોર્ડ અફઘાનિસ્તાનની ટીમ નામે નોંધાયેલો હતો. તેમણે આર્યરલેન્ડ સામે 278 રન બનાવ્યા હતા.

Nepal Vs Mongolia
Nepal Vs Mongolia

રોહિત શર્મા અને ડેવિડ મિલરે વર્ષ 2017માં 35 બોલમાં સદી ફટકારી હતી. આ સિવાય 2019માં ચેક રિપબ્લિકના સુદેશ વિક્રમાસેકરાએ 35 બોલમાં સદી ફટકારી હતી. રોહિત મલ્લાએ 34 બોલમાં સદી ફટકારીને ત્રણેય ખેલાડીઓને પાછળ છોડી દીધા હતા. મલ્લાએ 50 બોલમાં 12 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી અણનમ 137 રન બનાવ્યા હતા. જ્યારે દીપેન્દ્ર સિંહ એરીએ 10 બોલમાં 8 સિક્સરની મદદથી 52 રન બનાવ્યા હતા. યુવરાજ સિંહે 2007 T20 વર્લ્ડ કપમાં 12 બોલમાં અડધી સદી ફટકારી હતી. આ મેચમાં તેણે સ્ટુઅર્ટ બ્રોડની એક જ ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા હતા.

આ સિવાય નેપાળના બેટ્સમેન કુશલ મલ્લાએ 34 બોલમાં સેન્ચુરી ફટકારીને સૌથી ઝડપી શતક લગાવવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. અગાઉ, આ રેકોર્ડ રોહિત શર્મા અને ડેવિડ મિલરના નામે હતો.

આ સાથે જ પૂર્વ ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહનો જૂનો અને મોટો રેકોર્ડ પણ તૂટી ગયો છે. નેપાળના દીપેન્દ્ર સિંહ એરીએ 10 બોલમાં હાફ સેન્ચુરી ફટકારીને યુવરાજ સિંહનો 12 બોલનો રેકોર્ડ તોડી દીધો છે.

નેપાળની ટીમે આ મેચમાં સૌથી વધુ સિક્સ ફટકારવાનો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. નેપાળે આ મેચમાં કુલ 26 સિક્સ ફટકારી છે.

આ પણ ખાસ વાંચો:

શ્રાદ્ધ 2023 : 29 સપ્ટેમ્બરથી શરુ થશે શ્રાદ્ધ, જાણો આ દિવસોમાં થતું શ્રાદ્ધનું મહત્વ

India Canada News : ખાલિસ્તાનીઓને ટેકો આપવા ટ્રુડો સરકારે બગાડયો સંબંધ

Leave a Comment