RR Kabel IPO GMP : RR કાબેલ લિમિટેડનું પ્રારંભિક જાહેર ભરણું 13મી સપ્ટેમ્બરે ખુલશે, જાણો સંપૂર્ણ માહિતી

RR Kabel IPO GMP : RR કાબેલ લીમીટેડનો IPO 13 સપ્ટેમ્બરના રોજ ઓપન થવા જઈ રહ્યો છે, અને 15 સપ્ટેમ્બરના રોજ બંધ થશે, RR કાબેલ IPO માં 180 કરોડ સુધીના ફ્રેશ ઈશ્યુ થશે.

RR Kabel IPO

આમ જોવા જઈએ તો હાલ IPOની સીઝન ચાલી રહી છે, જેમાં રોકાણકરો મન મુકીને રોકાણ કરી રહ્યા છે, અને સારો એવો પ્રોફિટ પણ બુક કરી રહ્યા છે, RR કાબેલ એ ભારતીય ગ્રાહક વિદ્યુત ઉદ્યોગમાં અગ્રણી કંપનીઓમાંની એક છે (વાયર અને કેબલ્સ અને ફાસ્ટ-મૂવિંગ ઇલેક્ટ્રિકલ ગુડ્સ (FMEG), ભારતમાં 20 વર્ષથી વધુના ઓપરેટિંગ ઇતિહાસ સાથે. કંપનીએ 2022 માં ₹4433 કરોડની રેવેન્યુ નોંધાવી હતી. 2021 માં ₹2746 કરોડની રેવેન્યુ હતી.

RR Kabel IPO Lot Size

રોકાણકારો ઓછામાં ઓછા 14 ઈક્વિટી શેર માટે અને ત્યારબાદ 14 ઈક્વિટી શેરના ગુણાંકમાં કરી શકશે. ઓફરમાં રૂપિયા 108 મિલિયન સુધીના ઇક્વિટી શેરનું રિઝર્વેશન પણ સામેલ છે, જે 6 સપ્ટેમ્બર, 2023ના રોજ મુંબઈ ખાતે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ, મહારાષ્ટ્રમાં ફાઇલ કરવામાં આવેલા રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસમાં જણાવ્યા મુજબ કંપનીના અમુક પાત્ર કર્મચારીઓને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ હશે. એમ્પ્લોઈ રિઝર્વેશન પોર્શનમાં બિડ કરવા પાત્ર કર્મચારીઓને ઇક્વિટી શેર દીઠ રૂપિયા 98નું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવે છે. ઓફરમાંથી એમ્પ્લોયી રિઝર્વેશન બાદ કરતાં જે વધે છે તે નેટ ઓફર છે.

RR Kabel IPO Price Band

RR કાબેલ IPO 13 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશો, જેની પ્રાઈસ બેન્ડની વાત કરીએ તો 983 થી 1035 વચ્ચે રહેશે. RR કાબેલ IPOની એલોટમેન્ટ તારીખ 21 સપ્ટેમ્બર 2023 છે, અને RR કાબેલ IPOની લીસ્ટીંગ તારીખ 26 સપ્ટેમ્બર છે. RR કાબેલ IPOની લોટ સાઈઝની વાત કરીએ તો 14 શેરની રહેશે, અને ટોટલ રોકાણ 14000 થી 15000 સુધીનું છે.

કંપનીએ ફ્રેશ ઇશ્યૂ દ્વારા એકત્ર કરાયેલી આવકને બેંકો અને નાણાંકીય સંસ્થાનો પાસેથી લીધેલા ઋણની સંપૂર્ણપણે અથવા અંશતઃ પુનઃચુકવણી અથવા પૂર્વચુકવણી માટે ઉપયોગ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેનું મૂલ્ય લગભગ રૂપિયા 1,360 મિલિયન જેટલું થાય છે. બાકીના ભંડોળનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુ માટે ઉપયોગ કરવામાં આવશે. ઇક્વિટી શેર્સ આરએચપી દ્વારા ઓફર કરવામાં આવે છે અને બીએસઇ લિમિટેડ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (NSE) જેવા માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેન્જો પર લિસ્ટિંગ કરવાની દરખાસ્ત છે.

આ પણ ખાસ વાંચો:

માનવ ગરિમા યોજના 2023 લાભાર્થી યાદી જાહેર 

સરકાર આપશે લોન

મેરા બીલ મેરા અધિકાર યોજના

RR Kabel IPO GMP

RR Kabel IPO GMP ઉર્ફે ગ્રે માર્કેટ પ્રીમિયમ ₹300 છે. ફક્ત પ્રીમિયમ કિંમત જોઈને IPO માટે સબ્સ્ક્રાઇબ કરશો નહીં કારણ કે તે લિસ્ટિંગ પહેલાં ગમે ત્યારે બદલાઈ શકે છે. કંપનીઓના ફંડામેન્ટલ્સને ધ્યાનમાં રાખીને જ સબ્સ્ક્રાઇબ કરો.

RR Kabel IPO GMP
RR Kabel IPO GMP

વેચાણ માટેની ઓફરમાં મહેન્દ્રકુમાર રામેશ્વરલાલ કાબરા દ્વારા 7,54,417 સુધીના ઇક્વિટી શેર, હેમંત મહેન્દ્રકુમાર કાબરા દ્વારા 7,54,417 સુધીના ઇક્વિટી શેર્સ, સુમિત મહેન્દ્રકુમાર કાબરા દ્વારા 7,54,417 સુધીના ઇક્વિટી શેર્સ, કાબેલ બિલ્ડકોન સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 7,07,200 સુધીના ઇક્વિટી શેર્સ, રામ રત્ન વાયર્સ લિમિટેડ દ્વારા 13,64,480 સુધીના ઇક્વિટી શેર્સ અને ટીપીજી એશિયા 7 એસએફ પ્રાઈવેટ લિમિટેડ (“ઇન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર”) દ્વારા 1,29,01,877 સુધીના ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે.

RR Kabel IPO FAQs

RR Kabel IPO ની ઇસ્યુ સાઈઝ કેટલી છે?

RR કાબેલ IPO માં 180 કરોડ સુધીના ફ્રેશ ઈશ્યુ થશે.

RR Kabel IPO ની પ્રાઈસ બેન્ડ શું છે?

જેની પ્રાઈસ બેન્ડની વાત કરીએ તો 983 થી 1035 વચ્ચે રહેશે.

RR Kabel IPO ક્યારે ઓપન થશે?

RR કાબેલ IPO 13 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશો

RR Kabel IPO ની લોટ સાઈઝ કેટલી છે?

લોટ સાઈઝની વાત કરીએ તો 14 શેરની રહેશે.

RR Kabel IPO માં ઇન્વેસ્ટમેન્ટ કેટલું કરવાનું?

RR કાબેલ IPOનું ટોટલ રોકાણ 14000 થી 15000 સુધીનું છે.

RR Kabel IPO ની અલોટમેન્ટ તારીખ કઈ છે?

RR કાબેલ IPOની એલોટમેન્ટ તારીખ 21 સપ્ટેમ્બર 2023 છે

RR Kabel IPO લિસ્ટિંગની તારીખ કઈ છે?

RR કાબેલ IPOની લીસ્ટીંગ તારીખ 26 સપ્ટેમ્બર છે.

RR Kabel IPO GMP કેટલું છે?

RR Kabel IPO GMP ઉર્ફે ગ્રે માર્કેટ પ્રીમિયમ ₹300 છે.

(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ગુજ્રરાતીતક કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Leave a Comment