VNSGU ભરતી 2023 : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 24 સપ્ટેમ્બર 2023

VNSGU ભરતી 2023 : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ સિવિલ એન્જિનિયર (VNSGU ભરતી 2023) માટે જાહેરાત પ્રકાશિત કરી છે. VNSGU સિવિલ એન્જિનિયરની ભરતી માટે તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

VNSGU ભરતી 2023

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે 11 માસ માટે તદ્દન હંગામી / કરાર આધારિત ધોરણે નીચે દર્શાવેલ વહીવટી કામ માટેની હંગામી જગ્યાઓ પર કામચલાઉ સેવાની જરૂરિયાત હોય રસ અને યોગ્યતા ધરાવતા ઉમેદવારોએ તારીખ 24.09.23, સાંજે 06:00 કલાક સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ભરતી સંસ્થાવીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)
પોસ્ટનું નામસિવિલ એન્જિનિયર  
ખાલી જગ્યાઓ06
જોબ લોકેશનભારત
અરજી કરવાની છેલ્લી તારીખ24-09-2023
એપ્લીકેશન મોડઓનલાઈન 
શ્રેણીVNSGU ભરતી 2023
ગુગલ ન્યુઝઅહીંથી ફોલો કરો

પોસ્ટ વિગત

બી.ઈ.સિવિલ.એન્જીનીયર (અનુભવ વર્ષના આધારે)ડિપ્લોમા સિવિલ એન્જીનીયર (અનુભવ વર્ષના આધારે)પગાર ધોરણ પ્રતિ માસકુલ જગ્યા
10 year & Above15 year & Above55,000/-01
05 year & Above10 year & Above35,000/-05

નોંધ :

(૧) જો કોઈ ઉમેદવારે પોસ્ટ ગ્રેજ્યુએશન અને/અથવા PhD કરેલું હોય તો તે ઉમેદવારનો પોસ્ટ ગ્રેજ્યુએશન કરવાનો સમયગાળો તથા Fulltime PhD કરવાનો સમયગાળો અનુભવમાં ગણાશે નહીં.

(2) પાર્ટટાઇમ PhD કરતી વખતે જો ઉમેદવારનો work experience હોય તો તે સમયગાળો અનુભવ તરીકે ગણી શકાશે.

(3) Work Experience ના પુરાવા તરીકે ઉમેદવારે Experience Certificate જેવા આધારભૂત પુરાવાઓ રજૂ કરવાના રહેશે. પુરાવાના અભાવે શૈક્ષણિક લાયકાત મેળવ્યાની તારીખથી અનુભવ ગણી શકાશે નહી.

(4) સુરત શહેરના નિવાસી ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે.

(5) ઉમેદવારને નિમણૂંક પછી પોતાનો અધુરો પૂર્ણકાલીન અભ્યાસક્રમ પૂર્ણ કરવાની મંજુરી મળી શકશે.

VNSGU ભરતી 2023
VNSGU ભરતી 2023

આ પણ ખાસ વાંચો:

RR Kabel IPO GMP : RR કાબેલ લિમિટેડનું પ્રારંભિક જાહેર ભરણું 13મી સપ્ટેમ્બરે ખુલશે, જાણો સંપૂર્ણ માહિતી

Chandrayaan 3 MahaQuiz : ISRO દ્વારા ચંદ્રયાન 3 મહાક્વિઝ નું આયોજન, જીતો 1 લાખ રૂપિયા સુધીનું ઇનામ

સરકાર આપશે લોન

ઉમેદવારને અરજી કરવા માટેની સૂચનાઓ

(૧) સદર જાહેરાત અન્વયે તદન હંગામી/૧૧ માસ કરાર આધારીત માટે કામચલાઉ સેવા લેવામાં આવશે જેની આખરી મંજુરી મા.કુલપતિશ્રી દ્વારા આપવામાં આવશે.

(૨) ઉમેદવારે સંબંધીત પોસ્ટ(જગ્યા) સંદર્ભે જરૂરી લાયકાત, અનુભવ, ઉંમર, ડ્રાઈવીંગ લાયસન્સ તેમજ અન્ય વધા૨ાની લાયકાતો અંગેના પુરાવાની ખરી નકલ જોડવાની રહેશે.

(૩) અરજી પત્રકમાં વધારાની માહિતી આપવા ઉમેદવારની સહી સાથેનો વધા૨ાનો કાગળ સામેલ કરી શકશે.

(૪) અનામત કેટેગરી(એસ.સી./એસ.ટી./એસ.ઈ.બી.સી. વિકલાંગ) ધરાવતાં ઉમેદવા૨ોએ સક્ષમ સ૨કા૨ી સત્તા અધિકા૨ીશ્રીનું સર્ટીફીકેટ સ્કીલ ટેસ્ટ સમયે સાથે લાવવાનું રહેશે.

(૫) ઉમેદવારે ભરેલ અરજીપત્રકમાં પત્રવ્યવહા૨ના સ૨નામાં, ફોન નંબ૨માં ફે૨ફા૨ થાય તો તે અંગેની લેખિતમાં જાણ કુલસચિવશ્રી, વી૨ નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, ઉધના-મગદલ્લા રોડ, સુરત – ૩૯૫ ૦૦૭ ને ક૨વાની ૨હશે.

(૬) અધૂરી ભરેલ વિગતવાળા અરજી પત્રક ગ્રાહય રાખવામાં આવશે નહી.

(૭) ઉમેદવારે જરૂરી લાયકાત ધો૨ણ તપાસીને પૂરેપૂરી માહિતી મેળવીને અરજીપત્રક ભરવાનું રહેશે. લાયકાત અંગે કોઈપણપૂછપ૨૭ ઘ્યાને લેવામાં આવશે નહી.

(૮) ઉમેદવારે સ્વખર્ચે ૫૨ીક્ષા સ્કીલ ટેસ્ટ માં હાજર થવાનું રહશે.

(૯) સ્કીલ ટેસ્ટ ની તારીખ અને સ્થળની સૂચના ઉમેદવા૨ને ઈમેઈલ/એસ.અમ.એસ. દ્વા૨ા ક૨વામાં આવશે.

(૧૦) પ્રત્યક્ષ અથવા પરોક્ષ દાબદબાણ ઉમેદવા૨ને ગે૨લાયક ઠે૨વવાને પાત્ર છે.

(૧૧) સ્કીલ ટેસ્ટ સમયે કોવિડ–૧૯ મહામારીને કારણે સામાજીક દૂરી જાળવી કોરોના માટેની સ૨કા૨શ્રીની SOP (માર્ગદર્શિકા)નો ચુસ્ત પણે પાલન ક૨વાનું ૨હેશે.

(૧૨) કોઈપણ જગ્યા ભ૨વા માટે જગ્યા ભ૨વાનો નિર્ણય, ફે૨બદલ ક૨વા માટે અથવા જગ્યા નહિ ભ૨વા માટે યુનિવર્સિટીનો અબાધિત અધિકાર રહશે.

(૧૩) કોઈપણ ઉમેદવાર અગર ખોટી માહિતી આપશે, અધુરી માહિતી કે માહિતી છુપાવવાની કોશિષ ક૨શે તો તે ઉમેદવાર જે તે જગ્યા માટે ગે૨લાયક ઠરશે. અગર આવા ઉમેદવા૨ની સેવા અંગે બરતરફ ક૨વામાં આવશે.

(૧૪) યુનિવર્સિટીના નિયમોને આધિન જે તે ઉમેદવા૨ને સેવા લેવા મંજૂરી આપવામાં આવશે.

(૧૫) ઉ૫૨ોકત બાબતે સેવા લેવા અંગે કર્મચારીએ વિભાગીય વડાશ્રીની સુચના અનુસાર કામગીરી ફ૨જીયાત ક૨વાની ૨હેશે.

(૧૬) દરેક સહાયક (પુરૂષ તેમજ મહિલા) પ્રવેશ,પરીક્ષા,પરિણામ અને યુનિવર્સિટીની તમામ કામગી૨ી માટે સુ૨ત શહે૨/સુડા વિસ્તા૨માં કામગી૨ી અર્થે જવાનું ૨હેશે.

(૧૭) પસંદગી પામેલ સહાયક યુનિવર્સિટી નિર્ધારિત કરારનામું રૂા.૩૦૦/– ના સ્ટેમ્પ પેપ૨ (નોટરી સહિત) ૫૨ ક૨વાનો રહેશે.

(૧૮) પસંદગી પામેલ સહાયક નકકી કરેલ વેતન સિવાય કોઈપણ પ્રકા૨નો વધા૨ો કે ઈજાફો મળવાપાત્ર થશે નહી. મોંઘવા૨ી ભથ્થુ, વચગાળાની રાહત તેમજ પ્રોવિડન્ટ ફંડ અથવા પગારપંચના બીજા લાભો કે અન્ય કોઈ લાભો મળવાપાત્ર થશે નહી.

(૧૯) સ્કીલ ટેસ્ટ સંદર્ભે સમગ્ર માહિતી યુનિવર્સિટી વેબસાઈટ પર મુકવામાં આવશે. એસ.એમ.એસ., ઈમેલ,અથવા ફોન કરી વારંવાર પૂછપરછ કરવી નહી. યુનિવર્સિટીની વેબસાઈટ તપાસ કરતા રહેવું.

મહત્વપૂર્ણ લિંકસ

સત્તાવાર જાહેરાત અહીંથી વાંચો
ઓનલાઈન અરજીઅરજી અહીંથી કરો

1 thought on “VNSGU ભરતી 2023 : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 24 સપ્ટેમ્બર 2023”

Leave a Comment