26 જાન્યુઆરી ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2024 પ્રશ્ન સાથે જવાબ @g3q.co.in

26 જાન્યુઆરી ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2024: ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0 (G3Q) 26 જાન્યુઆરી ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2024 ના જવાબ @g3q.co.in, G3Q ની શરૂઆત 24 ડિસેમ્બરથી થઇ ગઈ છે.

26 જાન્યુઆરી ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2024

26 જાન્યુઆરી ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2024: 26 જાન્યુઆરી ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2024 @g3q.co.in પર અપલોડ કરી દેવામાં આવી હતી, જે અમારા દ્વારા પ્રશ્નો સાથે જવાબ @g3q.co.in ઓફીશ્યલ વેબસાઈટ પરથી અહી અપલોડ કરવામાં આવ્યા છે, જેથી ઉમેદવારોને ભવિષ્યની પરીક્ષામાં ઉપયોગી બને એ હેતુથી નીચે શાળાને લગતા તેમજ કોલેજને લગતા પ્રશ્નો જવાબ સાથે અપલોડ કરવામાં આવ્યા છે.

પોસ્ટ નામ26 જાન્યુઆરી ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ જવાબ 2024
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ મંત્રજાણશે ગુજરાત, જીતશે ગુજરાત
g3q ક્વિઝ રજીસ્ટ્રેશનઅહીંથી કરો
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/
વોટ્સએપ ચેનલઅહીંથી જોઈન કરો

આ પણ ખાસ વાંચો:

25 જાન્યુઆરી ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2024 પ્રશ્ન સાથે જવાબ @g3q.co.in

Birth Certificate: જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો ઓનલાઈન @eolakh.gujarat.gov.in

તમારા કામ નું: કોલર નેમ એનાઉન્સર એપ્સ

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ જવાબ

સ્કુલ ગુજરાતી માધ્યમ પ્રશ્ન બેંક 26 જાન્યુઆરી 2024 જવાબ સાથે
 1. પ્રધાન મંત્રી શિષ્યવૃત્તિ યોજના (PMSS) હેઠળ છોકરાઓ દર મહિને કેટલી શિષ્યવૃત્તિની રકમ મેળવી શકે છે?
  Answer: રૂ. 2500
 2. ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી કઈ પ્રકારની યુનિવર્સિટી છે?
  Answer: ઓપન યુનિવર્સિટી
 3. ભારતમાં શિક્ષક દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે?
  Answer: 5મી સપ્ટેમ્બર
 4. 2014 પછી ભારતના એકમાત્ર એવા વડાપ્રધાન કોણ છે, જેમણે દરેક રાજ્યમાં નવા IIT, NIT, IIM ખોલવાની પહેલ કરી અને સેટઅપ કર્યું?
  Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી
 5. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ કયા વિભાગ હેઠળ વર્ગીકૃત કરવામાં આવે છે?
  Answer: વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ
 6. ખોરાકની ઊર્જા કયા એકમમાં માપવામાં આવે છે ?
  Answer: કેલરી
 7. ફુડ સેફટીની કામગીરીને વધુ અસરકારક બનાવવા ‘ફુડ સેમ્પલીંગ એન્ડ મોનીટરીંગ સીસ્ટમ’ અમલી બનાવવામાં આવેલ છે તે સોફ્ટવેર ડેવલોપ કરવામાં અને અમલ કરવામાં દેશનુ પ્રથમ રાજ્ય ક્યું છે ?
  Answer: ગુજરાત
 8. વિશ્વભરમાં કોઈ ચોક્કસ રોગને દૂર કરવાની પ્રક્રિયા માટે શું શબ્દ છે?
  Answer: રોગ નાબૂદી
 9. વાળનો રંગ કાળો શાના લીધે છે ?
  Answer: મેલેનિન
 10. ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ ના લાભાર્થીઓ માટે ટોલ ફ્રી નંબર કયો છે ?
  Answer: 14555
 11. રાજ્ય સરકારની ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ માં કેટલા લાભાર્થીઓને સહાય આપવાનો લક્ષ્યાંક છે?
  Answer: 400
 12. ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ કયા વિભાગ હેઠળ કાર્યરત છે ?
  Answer: સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ
 13. MSME હેઠળ SAATHI (સાથી) યોજનાનું પૂરું નામ શું છે ?
  Answer: સસ્ટેનેબલ એન્ડ એક્સલરેટેડ એડોપ્શન ઓફ એફિશિએન્ટ ટેક્ષટાઇલ ટેક્નોલોજીસ ટુ હેલ્પ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ
 14. ગુજરાત રાજ્યમાં સંરક્ષણ અને એરોસ્પેસ મેન્યુફેક્ચરિંગ માટે સઘન મૂડી લાવવાના હેતુ સાથે કઈ નીતિ રજૂ કરવામાં આવી છે?
  Answer: એરોસ્પેસ અને ડિફેન્સ પોલિસી
 15. ‘સ્ટાર્ટઅપ ઈન્ડિયા’ હેઠળની પહેલ નીચેનામાંથી કયા સરકારી વિભાગ/મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે ?
  Answer: ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT)
 16. ભારત સરકારનું NCS પોર્ટલ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું ?
  Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી
 17. જળ સંરક્ષણ, વ્યવસ્થાપન અને ઉપયોગના ક્ષેત્રમાં તેના ઉત્કૃષ્ટ કાર્ય માટે કયા રાજ્યને રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2023 આપવામાં આવ્યો છે?
  Answer: મધ્યપ્રદેશ
 18. ‘અમૃત યોજના’ના અપેક્ષિત પરિણામ શું છે?
  Answer: દરેક ઘરને નળ કનેક્શન
 19. કયો ડેમ ભારતનો સૌથી જૂનો ડેમ (પ્રથમ ડેમ) છે ?
  Answer: કલ્લાનાઈ ડેમ
 20. જાદુગુડા યુરેનિયમ ખાણ ભારતના કયા રાજ્યમાં આવેલી છે ?
  Answer: ઝારખંડ
 21. ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત મહત્ત્વની પહેલ કઈ છે ?
  Answer: DigiLockers અને BHIM UPI પોર્ટલ
 22. CSC (કોમન સર્વિસ સેન્ટર) દ્વારા કઈ સેવાઓ ઉપલબ્ધ નથી ?
  Answer: ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ ઇન્ડેક્સ
 23. ગુજરાતમાં ‘ઉચ્ચ શિક્ષણ યોજના’ (હાયર એજ્યુકેશન સ્કીમ)નો લાભ લેવા માટે વિદ્યાર્થીની કૌટુંબિક આવક કેટલી હોવી જોઈએ ?
  Answer: 2.5 લાખથી ઓછી
 24. ઓલિમ્પિકમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય કોણ હતા?
  Answer: અભિનવ બિન્દ્રા
 25. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મધ્યસ્થ પ્રયોગશાળા ક્યાં આવેલી છે ?
  Answer: ગાંધીનગર
 26. અંગ્રેજી ભાષામાં માછલીઓના સમૂહને શું કહે છે?
  Answer: શોલ
 27. અંગ્રેજી ભાષામાં હોક્સના જૂથને શું કહેવામાં આવે છે?
  Answer: કીટલ
 28. અંગ્રેજી ભાષામાં પેંગ્વીનના સમૂહને શું કહેવામાં આવે છે?
  Answer: કોલોની
 29. અંગ્રેજી ભાષામાં વ્હેલના સમૂહને શું કહેવામાં આવે છે?
  Answer: ગામ
 30. કઈ રાષ્ટ્રીય યોજનાની ટેગલાઇન “કેચ ધ રેઈન, વ્હેર ઈટ ફોલ્સ, વેન ઈટ ફોલ” છે?
  Answer: રાષ્ટ્રીય જળ મિશન (NWM)
 31. કઈ યોજના હેઠળ જાહેર મહત્ત્વ અને ધાર્મિક મહત્ત્વ ધરાવતી શાળાઓ, કૉલેજો સરકારી પરિસરની સંસ્થાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવે છે ?
  Answer: પર્યાવરણીય વાવેતર
 32. ઊડતી ખિસકોલી ગુજરાતના કયા જંગલ વિસ્તારમાં જોવા મળે છે ?
  Answer: શૂરપાણેશ્વર અને દક્ષિણ મધ્ય ગુજરાતનાં જંગલો
 33. સૌથી પ્રચલિત રેશમનો કીડો કયો છે ?
  Answer: બોમ્બિક્સ મોરી
 34. નીચે દર્શાવેલા પાર્કમાંથી કયો પાર્ક સૌથી પ્રથમ ભારતના રાષ્ટ્રીય પાર્ક તરીકે જાહેર કરવામાં આવ્યો હતો ?
  Answer: જિમ કોર્બેટ
 35. अजंता की गुफाएं किस पर्वतमाला में स्थित है ?
  Answer: सह्याद्रि
 36. દ્રોણાચાર્યના પુત્રનું નામ શું હતું
  Answer: અશ્વત્થામા
 37. મેઘનાદનું નામ ‘ઇન્દ્રજીત’ કઈ રીતે પડયુ ?
  Answer: ઇન્દ્રને યુધ્ધમાં પરાજિત કરવાને લીધે
 38. સ્વાતંત્ર્ય સેનાની દુર્ગાભાભીના પતિનું નામ શું હતું?
  Answer: ભગવતી ચરણ વોહરા
 39. માનગઢ હત્યાકાંડની સરખામણી કયા હત્યાકાંડ સાથે કરવામાં આવે છે ?
  Answer: જલિયાવાલા બાગ
 40. કયા સ્વાતંત્ર્ય સેનાની ‘નેતાજી’ તરીકે પ્રખ્યાત હતા?
  Answer: સુભાષચંદ્ર બોઝ
 41. G20 2023 લોગો માટે પ્રેરણા શું હતી ?
  Answer: ભારતનો રાષ્ટ્રધ્વજ
 42. ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ ઇનિશિયેટિવ હેઠળ, G20 સમિટમાં ભારતે વૈશ્વિક સ્તરે પેટ્રોલ સાથે ઇથેનોલના મિશ્રણને કેટલા ટકા સુધી લઈ જવાની જાહેરાત કરી છે?
  Answer: 20%
 43. G20ના ફાયનાન્સ ટ્રેકમાં FWG નું પૂરું નામ શું છે?
  Answer: ફ્રેમવર્ક વર્કિંગ ગ્રુપ
 44. કયા સમયગાળા દરમિયાન ‘ક્રાઇમ એન્ડ સિક્યુરિટી ઇન ધ એજ ઓફ NFTs, AI એન્ડ મેટાવર્સ’ પર G20 કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું?
  Answer: 13-14 જુલાઈ 2023
 45. પૂર્વ ભારતના છત્રપતિ શિવાજી તરીકે કોણ પ્રસિધ્ધ છે?
  Answer: રુદ્રસિંહા
 46. અમદાવાદ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલનું મૂળ નામ શું છે ?
  Answer: શેઠ હઠીસિંગ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ
 47. ઢાંકની ગુફાઓમાં કયા ધર્મની મૂર્તિઓ અંકિત થયેલી છે ?
  Answer: જૈન ધર્મ
 48. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાહેંધરી યોજના અંતર્ગત સમયસર ચુકવણીમાં કેટલા ટકા સિદ્ધિ હાંસલ કરવામાં આવેલ છે?
  Answer: 98.99%
 49. ગુજરાતમાં તીર્થગામ પાવનગામ હેઠળ પાવનગામને એક લાખ રૂપિયાની કઈ ગ્રાંટ આપવામાં આવે છે ?
  Answer: પ્રોત્સાહક ગ્રાંટ
 50. રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન ક્યારે અમલમાં આવ્યું હતું ?
  Answer: 24 એપ્રિલ, 2018
 51. ભારતના 60 કરોડથી વધુ લોકોની સુરક્ષિત સ્વચ્છતા પદ્ધતિઓ પર સકારાત્મક પ્રભાવ પાડતો કયો કાર્યક્રમ વિશ્વમાં અનોખો ગણાયો છે?
  Answer: સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)
 52. પંચાયત એ કેવું સંસ્થાપિત મંડળ છે ?
  Answer: કાયમી
 53. આપેલ પૈકી કયું બળતણ સૌથી સસ્તું છે ?
  Answer: બાયોગેસ
 54. ઇન્ટેન્સિવ કેટલ ડેવલપમેન્ટ પ્રૉજેક્ટ (ICDP) મૂળભૂત કયા ઉદ્દેશ માટે કાર્યરત છે ?
  Answer: દૂધ ઉત્પાદનમાં વધારો કરવા માટે ગાય અને ભેંસની જાતિમાં સુધારો કરવા માટે
 55. ગુજરાત સરકાર કઈ યોજના હેઠળ શાળાના વિદ્યાર્થીઓને બપોરનું ગરમ ભોજન આપે છે ?
  Answer: મધ્યાહન ભોજન યોજના
 56. ભારતમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયની પ્રાથમિક જવાબદારી શું છે?
  Answer: નાગરિક ઉડ્ડયનનું નિયમન
 57. ભારતમાલા પરિયોજના હેઠળ આર્થિક કોરિડોરની કુલ લંબાઈ કેટલી છે ?
  Answer: 26110 કિ.મી
 58. કઈ વિશિષ્ટ બાંધકામ સંસ્થા રેલ્વે મંત્રાલયની માલિકી હેઠળ છે?
  Answer: ઇર્કોન ઇન્ટરનેશનલ લિમિટેડ
 59. સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતની નવી ઇમારતનો શિલાન્યાસ કોણે કર્યો હતો?
  Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી
 60. ભારતના કયા રાજ્યે પ્રથમ વાર રિ-સર્વે પ્રમોલગેશન પછી ગામ નમુના – ૭ સાથે જે તે સર્વે નંબરનો નકશો આપેલ છે?
  Answer: ગુજરાત
 61. ‘એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ પ્રોગ્રામ’ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો?
  Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી
 62. પોસ્ટ ઓફિસ બિલ 2023 દ્વારા કયા પોસ્ટ ઓફિસ એક્ટને બદલવામાં આવ્યો છે?
  Answer: ભારતીય પોસ્ટ ઓફિસ એક્ટ 1898
 63. ગૃહ મંત્રાલય કેટલાક પ્રદેશોમાં આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ (AFSPA)નું સંચાલન કરે છે. AFSPA નો પ્રાથમિક હેતુ શું છે?
  Answer: અશાંત વિસ્તારોમાં સશસ્ત્ર દળોને વિશેષ સત્તા આપવી
 64. નીચેનામાંથી કઈ નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી નથી?
  Answer: લોકસભાના સ્પીકર
 65. આધાર માટે નોંધણી કરતી વખતે નીચેનામાંથી કઈ માહિતી જરૂરી નથી?
  Answer: જ્ઞાતિ
 66. ગુજરાતમાં કયા અધિનિયમ હેઠળ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને નોકરી પર રાખવા પર પ્રતિબંધ છે?
  Answer: બાળ મજૂરી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ, 1986
 67. ભારતમાં વર્ષનો સૌથી ટૂંકામાં ટૂંકો દિવસ કયો હોય છે ?
  Answer: 22 ડિસેમ્બર
 68. રીપિલિંગ એન્ડ એમેન્ડિંગ એક્ટ 2017માં કેટલા કાયદાઓ રદ કરવામાં આવ્યા હતા ?
  Answer: 104
 69. વિધાન પરિષદના સભ્ય પોતાનું રાજીનામું કોને સુપરત કરે છે ?
  Answer: અધ્યક્ષ
 70. ભારતના વડાપ્રધાન બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે?
  Answer: 25 વર્ષ
 71. ભારત સરકારની કઈ સમિતિએ સંરક્ષણ સુધારા માટે ભલામણ કરી હતી ?
  Answer: નરેશચંદ્ર સમિતિ
 72. અભયમ્ હેલ્પલાઈન નંબર કયો છે?
  Answer: 181
 73. ભારતમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારક ક્યાં આવેલું છે ?
  Answer: નવી દિલ્હી
 74. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા ?
  Answer: આયરિશ બંધારણ
 75. ‘મુખબંધ’ કે ‘મ્હોડિયું’ કડવાનો કયો વિભાગ છે ?
  Answer: પહેલો
 76. સુંદરમ્ ના કયા કાવ્યમાં જન્મભૂમિ પ્રત્યેનો અપાર પ્રેમ વ્યક્ત થયો છે ?
  Answer: ગુર્જરીના ગૃહકુંજે
 77. અધિકનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?
  Answer: ન્યૂન
 78. ‘પોસ્ટઑફિસ’ વાર્તામાં આવતા અલીડોસાની દીકરીનું નામ શું ?
  Answer: મરિયમ
 79. હરીફાઈના આધારે બજારના પ્રકારોને કેટલાં વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે ?
  Answer: 2
 80. મગજનો કયો ભાગ શરીરની સમસ્થિતિ અને સંતુલન જાળવે છે?
  Answer: અનુમસ્તિષ્ક
 81. પીએસએલવીનું પૂર્ણ સ્વરૂપ શું છે?
  Answer: પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ
 82. ભારતમાં નીચેની કઈ નદી પર ડુડુમા ધોધ સ્થિત છે?
  Answer: મચકુંડ નદી
 83. નીચેનામાંથી કઈ માટી ‘રેગુર’ શબ્દ સાથે સંબંધિત છે?
  Answer: કાળી માટી
 84. બિસ્મિલ્લાહ ખાનને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
  Answer: 2001
 85. PM નરેન્દ્ર મોદીએ 2022 માં ભગવાન હનુમાનની 108 ફૂટની પ્રતિમાનું ક્યા સ્થળે અનાવરણ કર્યું હતું?
  Answer: મોરબી, ગુજરાત
 86. અથીરાપલ્લી ધોધ ભારતના કયા રાજ્યમાં આવેલો છે?
  Answer: કેરળ
 87. ભારતમાં ભૂગોળના જ્ઞાનનો પ્રસાર કરવા માટે 1979માં સ્થાપવામાં આવેલી કેન્દ્રીય સંસ્થા કઈ છે ?
  Answer: ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયન જિયોગ્રાફર્સ
 88. ‘વિશ્વશાંતિ અને સમજણ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  Answer: 23 ફેબ્રુઆરી
 89. કવિ પ્રેમાનંદ મૂળ ક્યાંના વતની હતા?
  Answer: વડોદરા
 90. ભારતીય નૌકાદળની સિંધુઘોષ-વર્ગની સબમરીન કઈ છે?
  Answer: આઇએનએસ સિંધુધ્વજ
 91. આજવા ડેમ કોણે બંધાવ્યો હતો ?
  Answer: મહારાજા સયાજીરાવ ગાયકવાડ
 92. કયો વેદ સંગીતના વેદ તરીકે ઓળખાય છે ?
  Answer: સામવેદ
 93. નોવેલ કોરોના વાયરસના હળવાં લક્ષણો કયા છે?
  Answer: તાવ, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ
 94. મોનિટરનું બીજું નામ શું છે?
  Answer: VDU
 95. આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન ક્યાં સ્થિત છે?
  Answer: પૃથ્વીની નીચી ભ્રમણકક્ષા
 96. ગુજરાતમાં જામફળ અને દાડમ માટે કયો જિલ્લો સૌથી વધુ જાણીતો છે?
  Answer: ભાવનગર
 97. ભારતના રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્રના 24 સ્પોક્સ શું દર્શાવે છે?
  Answer: 24 કલાક
 98. નીચેનામાંથી કોની ગેરહાજરીમાં પાંદડાઓમાં પ્રકાશસંશ્લેષણ નહીં થાય?
  Answer: ક્લોરોફિલ
 99. ‘ભારતરત્ન’થી સન્માનિત થનારા પહેલા સંગીતકાર કોણ હતા ?
  Answer: એમ.એસ. સુબ્બુલક્ષ્મી
 100. વર્ષ 2015 માં ભારત સરકાર દ્વારા સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે નીચેનામાંથી કયા ગુજરાતી સર્જકને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે ?
  Answer: ગુણવંત શાહ
 101. કેન્દ્ર સરકારની કઈ યોજના મહિલાઓને વિજ્ઞાન અને ટેકનોલોજીના વિવિધ ક્ષેત્રોમાં પ્રોત્સાહન આપે છે?
  Answer: વિજ્ઞાન જ્યોતિ
 102. ભારત સરકાર દ્વારા ચિત્તાને દેશમાં ફરીથી રજૂ કરવા માટે કઈ પહેલ શરૂ કરવામાં આવી છે?
  Answer: પ્રોજેક્ટ ચિત્તા
 103. 26 માંથી કઈ સંખ્યાના પાંચ ગણા બાદ કરતા 11 મળે ?
  Answer: 3
 104. cos 45° નું મૂલ્ય શું થશે ?
  Answer: 1/√2
 105. આંખના ડોળોનો વ્યાસ આશરે કેટલો છે?
  Answer: 2.3 cm
 106. ત્રિબંધ ધરાવતા હાયડ્રોકાર્બન સંયોજનને શું કહે છે ?
  Answer: આલ્કાઈન
 107. હોર્મોન્સનું રાસાયણિક વર્ગીકરણ આમાંથી કયું બાકાત રાખે છે?
  Answer: ગ્લુકોઝ ધરાવતા હોર્મોન્સ
 108. કયા યોગનો સમાવેશ અંતરંગ યોગમાં થતો નથી?
  Answer: યમ
 109. ॐ ભાનવે નમઃ સૂર્યનમસ્કાર ની કઈ સ્થિતિનો મંત્ર છે?
  Answer: ચોથી
 110. વિન્ડોઝમાં ગ્રાફિકલ ઇન્ટરચેન્જ ફોર્મેટ ફાઇલ માટે નીચેનામાંથી કયું એક્સટેન્શન છે?
  Answer: gif
 111. अर्ध विराम का चिन्ह कौन सा है ?
  Answer: ;
 112. कुलसद्मनि कः दीपः?
  Answer: सत्पुत्रः
 113. ‘આદિકાવ્ય’ તરીકે ક્યો ગ્રંથઓળખાય છે?
  Answer: રામાયણ
 114. યજુર્વેદનો પાઠ કરનારને શું કહે છે ?
  Answer: અધ્વર્યુ
 115. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ચાલતું સમાધાન પોર્ટલને SKOCH એવોર્ડ ક્યાં એનાયત કરવામાં આવ્યો હતો ?
  Answer: નવી દિલ્હી
કોલેજ ગુજરાતી માધ્યમ પ્રશ્ન બેંક 26 જાન્યુઆરી 2024 જવાબ સાથે
 1. વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રત્યે રુચિ કેળવવા, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે વિવિધ પ્રદર્શનો માટે શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2022-23 માટે કેટલું નાણાકીય બજેટ ફાળવવામાં આવ્યું હતું?
  Answer: રૂ. 406/- લાખ
 2. ઈ-સરકારે નાગરિકોને સીધો ફાયદો કેવી રીતે કર્યો છે?
  Answer: ફરિયાદ નિવારણ અને આરટીઆઇ જેવી અરજીઓ દ્વારા
 3. શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં આયોજિત ‘સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2023’નો મુખ્ય ફોકસ શું છે??
  Answer: ભારતની સ્ટાર્ટઅપ કથા અને ઉભરતી પ્રોડિજીઝને સ્પોટલાઇટ કરવી
 4. કેન્દ્ર સરકારના કયા વિભાગે ભારતમાં નિપુણ ભારત મિશનની શરૂઆત કરી?
  Answer: શિક્ષણ મંત્રાલય
 5. ભાવનગરમાં કઇ કેન્દ્રીય કક્ષાની સંશોધન સંસ્થા આવેલી છે?
  Answer: સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CSMCRI)
 6. સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓને તેમની શ્રેણીને ધ્યાનમાં લીધા વિના, ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના હેઠળ મફત પાઠયપુસ્તકો મળે છે?
  Answer: મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના

7.

નેશનલ અર્બન હેલ્થ મિશન (NUHM) નો ધ્યેય શું છે?

 1. શહેરી ગરીબો તથા પછાત વર્ગના લોકોના આરોગ્યની સુધારણા કરવી
 2. જાહેર આરોગ્યના માળખાને પુનઃઆકાર આપી ભાગીદારીથી એક સમાન ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ આપવી.

Answer: વાક્ય 1 અને 2

 1. વિકલાંગતાનું પ્રમાણપત્ર કોના દ્વારા આપવામાં આવે છે ?
  Answer: સિવિલ સર્જન
 2. ‘JSY (જનની સુરક્ષા યોજના)’નો હેતુ શો છે ?
  Answer: સંસ્થાકીય પ્રસૂતિને પ્રોત્સાહન આપીને માતા અને નવજાત શિશુનાં મૃત્યુદરમાં ઘટાડો
 3. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા મિશન ઇન્દ્રધનુષનો ઉદ્દેશ શો છે ?
  Answer: દરેક બાળકને રસીનો લાભ મળી શકે છે
 4. સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર મહાનુભાવોને પ્રોત્સાહનના ભાગ રૂપ રાજ્યમાં કેટલા એવોર્ડ આપવામાં આવે છે?
  Answer: 6
 5. વિકસતી જાતિઓ માટે શૈક્ષણિક, આર્થિક ઉત્કર્ષ અનેઆરોગ્ય વસવાટ માટેની સર્વાગી વિકાસ માટે વર્ષ ૨૦૨૨-૨૩ માં કેટલા કરોડની જોગવાઇ કરવામાં આવી છે.?
  Answer: 2175.75 કરોડ
 6. વંચિતોને સામાજિક ન્યાય મળે તે માટે જલ જીવન મિશનનો હેતુ શું છે?
  Answer: વર્ષ 2024 સુધીમાં તમામ ગ્રામીણ કુટુંબોને પાઈપ લાઇન દ્વારા પીવાનું પાણી પૂરું પાડવું
 7. કયા પોર્ટલ દ્વારા પેન્શનરોની વાર્ષિક હયાતીની ખરાઈ ઓનલાઇન કરી શકાય તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે ?
  Answer: જીવન પ્રમાણ પોર્ટલ
 8. નિયામક, ઔદ્યોગિક સુરક્ષા અને સ્વાસ્થ્ય દ્વારા વર્ષ ૨૦૨૨ માં કારખાના ધારા હેઠળકુલ ૫૦૩ કારખાનાઓ સામે કેટલા ફોજદારી કેસો કોર્ટમાં દાખલ કરવામાં આવેલ છે.?
  Answer: 1905
 9. વર્ષ 2023-24 માં કૌશલ્ય વિકાસમાં અદ્યતન કુશળતા પ્રદાન કરવા પાંચ ITI ને મેગા ITI માં રૂપાંતરિત કરવા માટે કેટલાં રૂપિયાની જોગવાઈ કરેલ છે?
  Answer: 155 કરોડ
 10. પ્રાઈમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ માટે કોણ અરજી કરી શકે છે?
  Answer: 18 વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ
 11. શેરડીની વાજબી કિંમત અને મહેનતાણું (FRP) કોણ મંજૂર કરે છે?
  Answer: આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ
 12. PM – ગતિશક્તિ માસ્ટર પ્લાન અંતર્ગત 2022-23 સુધીમાં કેટલા કિલોમીટર સુધી રાષ્ટ્રીય રાજમાર્ગોને વિકસાવવાનું લક્ષ્ય છે ?
  Answer: ૨૫૦૦૦ કિલોમીટર
 13. દેશમાં ડેનિમના ઉત્પાદક તરીકે ગુજરાતનું કયું સ્થાન છે ?
  Answer: પ્રથમ
 14. ‘ખાદી ગ્રામોદ્યોગ વિકાસ યોજના’ અંતર્ગત વ્યાજ સબસીડી પાત્રતા પ્રમાણપત્રનો ઉદ્દેશ શો છે ?
  Answer: ખાદી સંસ્થાઓ દ્વારા હાથ ધરવામાં આવતા ખાદી કાર્યક્રમ માટે ભંડોળ પૂરું પાડવું
 15. કોઈપણ નોંધાયેલ વ્યક્તિ, જેનું GST નોંધણી યોગ્ય અધિકારી દ્વારા તેમની પોતાની દરખાસ્તથી રદ કરવામાં આવે છે, તે આવા અધિકારીને રદ કરવાના હુકમની સેવાની તારીખથી કેટલા દિવસોની અંદર ફરીથી નોંધણી કરવા માટે નિયત પત્રકમાં અરજી કરી શકે છે ?
  Answer: 30 દિવસો
 16. GSFS કેટલા ડિપોઝિટ પ્રૉડક્ટ્સ ઓફર કરે છે ?
  Answer: 2
 17. નીચેનામાંથી કયા શહેરની ઔદ્યોગિક વસાહતમાં મેડીકલ વાન કાર્યરત છે ?
  Answer: અમદાવાદ
 18. ભારત સરકારની પ્રધાનમંત્રી દક્ષતા અને કુશળતા સંપન્ન હિતગ્રાહી યોજનામાં ચાલુ તાલીમ દરમિયાન સ્ટાઇપેન્ડની મહત્તમ કેટલી રકમ મળવાપાત્ર છે ?
  Answer: રૂ. 1500/-
 19. ભારત સરકારની જન શિક્ષણ સંસ્થાઓની નોંધણી માટે કયો કાયદો છે ?
  Answer: સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ-1860
 20. ગ્રાહકોની દૃષ્ટિએ જોઈએ તો જીએસટીનો સૌથી મોટો ફાયદો કયો છે ?
  Answer: ચીજવસ્તુઓ પરના એકંદર કરબોજમાં ઘટાડો
 21. રાજ્ય સરકાર દ્વારા માલસામાનની સરળ અવરજવર (રાજ્યની અંદર અને રાજ્ય-રાજ્ય વચ્ચે) સુનિશ્ચિત કરવા અને નિકાસ વધારવા માટે કઈ સમર્પિત સંસ્થાની રચના કરવામાં આવી છે ?
  Answer: “GARUD”
 22. HWR નો અર્થ છે?
  Answer: હેવી વોટર રિએક્ટર
 23. કોલસાની નાજુકતા કેવી રીતે ચકાસવામાં આવે છે?
  Answer: ડ્રોપ શેટર ટેસ્ટ
 24. કિસાન સૂર્યોદય યોજનાના લાભાર્થી કોણ બનશે?
  Answer: ખેડૂતો
 25. અટલ ભુજલ યોજના હેઠળ ગુજરાતના કેટલા તાલુકાઓને લાભ મળવાપાત્ર છે ?
  Answer: 36
 26. સરદાર સરોવર પ્રૉજેક્ટ સિંચાઈ યોજનાના સંચાલન માટે ગુજરાત સરકારે 2013માં કયો કાયદો બનાવ્યો ?
  Answer: ગુજરાત સિંચાઈ અને ડ્રેનેજ અધિનિયમ 2013
 27. ‘પૈઠણ (જયકવાડી) હાઇડ્રો-ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ’ જાપાનની મદદથી કઈ નદી પર પૂર્ણ થયો હતો ?
  Answer: ગોદાવરી
 28. વંતિકા અગરવાલ કઈ રમત સાથે જોડાયેલ છે?
  Answer: ચેસ
 29. 19મી એશિયન ગેમ્સ-2023 મેડલ વિજેતા પ્રીતિ લાંબા કઈ રમત સાથે સંકળાયેલી છે?
  Answer: એથ્લેટિક્સ
 30. કઈ રમતમાં ભારતે સૌથી વધુ ગોલ્ડ મેડલ જીત્યા છે?
  Answer: કુસ્તી
 31. માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા ‘STRIDE’ યોજના ક્યારે મંજૂર કવામાં આવી?
  Answer: જુલાઈ, 2019
 32. ગુજરાત સરકારની દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેની સ્કોલરશીપનો લાભ કયા વિદ્યાર્થીઓ લઇ શકે છે ?
  Answer: 40 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા વિધ્યાર્થીઓ
 33. ધોરણ 10 અને 12 SEBC વિદ્યાર્થીઓ માટે ઈનામી યોજનાઓ હેઠળ ધોરણ ૧૨માં વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમે આવનારને ઈનામી રકમ તરીકે કેટલી રકમ આપવામાં આવે છે?
  Answer: 6000
 34. નીચેનામાંથી કયો ઝેરી સાપ છે?
  Answer: ખળચિતળો
 35. ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ચેર વાવેતરની કામગીરી માટે કેટલા લાખની દરખાસ્ત કરવામાં આવેલ છે ?
  Answer: ₹ 300 lakhs
 36. 26 નવેમ્બર, 1949 ના રોજ અપનાવવામાં આવેલી બંધારણની પ્રસ્તાવનામાં કયો શબ્દ(ઓ) હાજર ન હતો?
 1. સમાજવાદી
 2. બિન-ધાર્મિક
 3. વિશ્વસનીયતા
 4. પ્રજાસત્તાક

Answer: ૧,૨ અને ૩

 1. અંગ્રેજી ભાષામાં ‘ઓટર્સ’ના સમૂહને શું કહેવામાં આવતું નથી?
  Answer: ફ્લોક
 2. કયો છોડ કૃતિકા નક્ષત્ર સાથે સંબંધિત છે ?
  Answer: ફિકસ ગ્લોમેરાટા (ગુલર)
 3. ગુજરાતમાં આવેલ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
  Answer: 258.71
 4. ‘પુનિત વન’નું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?
  Answer: 2004
 5. દક્ષિણ ગુજરાતના મેદાનો ક્યા નામે ઓળખાય છે ?
  Answer: પૂરના મેદાન
 6. गांधीजी ने अठ्ठारहविध रचनात्मक कार्यों में किस भाषा को महत्त्व दिया ?
  Answer: राष्ट्रभाषा प्रचार
 7. भारत में मद्रास प्रेसीडेंसी क्लब नाम से कब प्रसारण आरंभ हुआ?
  Answer: 16 मई 1924
 8. सन् 1948 में गठित विश्विविद्यालय शिक्षा आयोग को दूसरे किस नाम से जाना जाता है ?
  Answer: डॉ. राधाकृष्णन आयोग
 9. बैंक मैनेजर को हिंदी में क्या कहा जाता है?
  Answer: शाखा प्रबंधक
 10. રામાયણ કયા યુગ સાથે સંબંધિત છે?
  Answer: ત્રેતાયુગ
 11. રાધા રાણીના પિતાનુ નામ શું હતું?
  Answer: વૃષભાનુ
 12. કોણે રાવણને બંદી બનાવીને કારાગારમાં પૂરી દીધો હતો?
  Answer: સહસ્રાર્જુન
 13. બિપિનચંદ્ર પાલનો જન્મ કયા ગામમાં થયો હતો ?
  Answer: પોઈલ
 14. સ્વાતંત્ર સેનાની સંગ્રામ સિંહ કઈ સાલમાં ભારતીય આર્મીમાં જોડાયા ?
  Answer: ઈ.સ.૧૯૨૪
 15. ચંદ્રયાન-3 રોવરમાં કયો પેલોડ ચંદ્રની માટી અને ખડકોની મૂળ રચના નક્કી કરશે?
  Answer: LIBS
 16. લો એનર્જી ગામા રેઝને શોધવા માટે ચંદ્રયાન-1માં કયો પેલોડ સ્થાપિત કરવામાં આવ્યો હતો?
  Answer: હાઈ એનર્જી એક્સ-રે સ્પેક્ટ્રોમીટર
 17. ગગનયાન માટે કયા પ્રકારના પ્રક્ષેપણ વાહનનો ઉપયોગ કરવામાં આવશે?
  Answer: LVM3
 18. કયા વર્ષમાં ગુજરાતની રાજધાની અમદાવાદથી ગાંધીનગર ખસેડવામાં આવી હતી ?
  Answer: 1970
 19. ગુજરાતમાં સૌપ્રથમ કઈ કેમિકલ ઇન્ડસ્ટ્રી સ્થપાઈ હતી ?
  Answer: એલેમ્બિક કેમિકલ વર્ક્સ-વડોદરા
 20. વર્ષ 2021-22માં ૫૦ ટકા વ્યવસાયિક કર માટે મહાનગરપાલિકાઓને સહાયક અનુદાન માટે કેટલા લાખ આપવાનું સૂચન કરવામાં આવ્યું હતું ?
  Answer: ₹5500 લાખ
 21. ભારત સરકારના આવાસ અને શહેરી ગરીબી નિર્મૂલન મંત્રાલય દ્વારા કઈ તારીખે રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના અમલમાં આવેલ છે?
  Answer: 24 સપ્ટેમ્બર, 2013
 22. કયા કાર્યક્રમના પ્રથમ ચરણમાં 2000 (બે હજાર) ગ્રામ પંચાયતોમાં 22 (બાવીસ) સેવાઓને ઑનલાઇન કરવામાં આવી છે ?
  Answer: ઈ-સેવા સેતુ
 23. કઈ યોજના અંતર્ગત ‘વિકાસ દિવસ’ (7-8-2021)ના રોજ કુલ 25,008 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું ?
  Answer: પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ
 24. ગુજરાત સરકાર દ્વારા “ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના” ક્યારથી શરૂ કરવામાં આવી છે ?
  Answer: 26 જાન્યુઆરી, 1996
 25. ભુખમરા અને કુપોષણથી થતાં મૃત્યુને રોકવા ઘરવિહોણા વ્યક્તિ/કુટુંબ તથા અન્ય બાળકોને અન્ન સલામતી આપવા માટે ગુજરાત સરકારે કઈ યોજના અમલમાં મૂકી છે ?
  Answer: અન્ન બ્રહ્મ યોજના
 26. ગુજરાત મેરીટાઇમ બોર્ડ ગુજરાતમાં કયા પ્રકારના બંદરોના સંચાલન, નિયંત્રણ અને વહીવટ માટે જવાબદાર છે ?
  Answer: ગ્રીનફીલ્ડ બંદરો
 27. કન્સલ્ટન્સી ફર્મ્સ અને મુખ્ય કર્મચારીઓને તેમના ઓળખપત્ર સીવી ઓનલાઈન અપલોડ કરવાની મંજૂરી આપવા અને તકનીકી દરખાસ્તોનું સ્વચાલિત સક્ષમ મૂલ્યાંકન કરવા માટે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા કયા નેશનલ વેબ આધારિત પોર્ટલની રચના કરવામાં આવી છે ?
  Answer: ઇન્ફ્રાકોન INFRACON
 28. ગુજરાત સરકારે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને કેટલી જમીન ફાળવી છે?
  Answer: 50,000 ચોરસ મીટર
 29. ૨૦૨૩-૨૪ માટે મહેસૂલ ખાતાની કચેરીઓ માટે વાહન ભાડે રાખવા કેટલી રકમની જોગવાઈ કરવામાં આવી છે ?
  Answer: રૂપિયા 50.00/લાખ
 30. ગુજરાતની ગ્રામપંચાયત કયા પ્રૉજેક્ટ હેઠળ કોમ્પ્યુટરાઈઝ્ડ કરવામાં આવી છે ?
  Answer: ઇ-ગ્રામ
 31. સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) ભારતમાં કઈ પ્રકારની સુવિધાઓને સુરક્ષા પૂરી પાડે છે?
  Answer: એરપોર્ટ, રેલ્વે અને મેટ્રો સિસ્ટમ્સ
 32. ગંગા તથા બ્રહ્મપુત્રાના સંયુકત પ્રવાહને બાંગ્લાદેશમાં કયા નામે ઓળખવામાં આવે છે ?
  Answer: મેઘના
 33. શેરડીનું સૌથી વધુ ઉત્પાદન નીચેનામાંથી કયા રાજ્યમાં થાય છે ?
  Answer: ઉત્તરપ્રદેશ
 34. ભારતીય બંધારણ હેઠળ કેટલા પ્રકારના લખાણો છે ?
  Answer: 5
 35. મૂળભૂત અધિકાર ભારતના બંધારણના કયા ભાગમાં સમાવિષ્ટ કરવામાં આવેલ છે ?
  Answer: ભાગ -3
 36. સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે?
  Answer: લોકસભાના અધ્યક્ષ
 37. સુપ્રીમ કોર્ટમાં મૂળ અધિકારક્ષેત્ર કયો છે ?
  Answer: તમામ આંતર-રાજ્ય અથવા કેન્દ્ર-રાજ્ય વિવાદોમાં
 38. રાજ્યોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના કરવાની સત્તા કોની પાસે હોય છે ?
  Answer: રાજ્ય વિધાનસભા
 39. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોનું કાર્ય કયા ત્રણ સ્તંભો પર આધારિત છે?
  Answer: બુદ્ધિ, અમલીકરણ અને સંકલન
 40. જયદેવની કઈ કૃતિથી નરસિંહ મહેતા પ્રભાવિત થયા હતા ?
  Answer: ગીતગોવિંદ
 41. આખ્યાન સ્વરુપમાં કડવાનો કયો ભાગ બે કડવાને જોડતી કડી બને છે ?
  Answer: અંતિમ ભાગ
 42. લખતાં-વાંચતાં આવડવું તે – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
  Answer: અક્ષરજ્ઞાન
 43. કઈ સંસ્થાએ સોશિયલ બોન્ડ્સ દ્વારા ₹1000 કરોડથી વધુનું ભંડોળ ઊભું કર્યું છે?
  Answer: નાબાર્ડ
 44. પ્રખ્યાત લખનૌ શહેર કઈ નદી પર આવેલું છે?
  Answer: ગોમતી
 45. હોર્નબિલ ફેસ્ટિવલ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે?
  Answer: નાગાલેંડ
 46. મધ્યપ્રદેશના કયા શહેરમાં દર 12 વર્ષે કુંભ મેળો ઉજવવામાં આવે છે ?
  Answer: ઉજ્જૈન
 47. બંગાળમાં બેવડી શાસનપદ્ધતિ કોણે અમલમાં મૂકી હતી ?
  Answer: રોબર્ટ ક્લાઇવ
 48. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઈઝેશન (ISRO) દ્વારા ગ્રામીણ વિસ્તારોની પ્રાધાન્યતા ધરાવતા યુવા વિદ્યાર્થીઓને સ્પેસ ટેક્નોલોજી, સ્પેસ સાયન્સ અને સ્પેસ ઍપ્લિકેશન પર મૂળભૂત જ્ઞાન આપવા માટે કયો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ?
  Answer: યુવિકા
 49. ‘નેશનલ સ્ટાર્ટઅપ ડે’ ક્યારે ઉજવાય છે ?
  Answer: 16 જાન્યુઆરી
 50. પ્રથમ એલ.સી.એ તેજસ સ્ક્વોડ્રનનું નામ શું છે ?
  Answer: ફ્લાઇંગ ડેગર્સ
 51. SAFAR નું પૂર્ણ સ્વરૂપ શું છે?
  Answer: સિસ્ટમ ઓફ એર ક્વોલિટી વેધર ફોરેકાસ્ટિંગ એન્ડ રિસેર્ચ
 52. સ્વચ્છ ભારત મિશનની આર્થિક અસરને કારણે ગરીબોને આર્થિક વળતર શું છે?
  Answer: 2.6 વખત
 53. આમાંથી કયું ધાતુનું ઉદાહરણ છે?
  Answer: સોનું
 54. ન્યુટ્રોનની શોધ કોણે કરી?
  Answer: જેમ્સ ચેડવિક
 55. કયો રાસાયણિક ટેસ્ટ કાર્બોહાઇડ્રેટની હાજરીની પુષ્ટિ કરે છે?
  Answer: મોલિશનો ટેસ્ટ
 56. પ્રોટીન શું તરીકે ઓળખાય છે?
  Answer: પોલિમાઇડ
 57. ફુલરેન્સ કયા પ્રકારના ઘનનું ઉદાહરણ છે?
  Answer: પરમાણુ ઘન
 58. ફૂગની કોષ દીવાલ શેની બનેલી હોય છે?
  Answer: કાઇટીન
 59. 2011ની વસ્તી ગણતરી મુજબ કયું ભારતીય રાજ્ય સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય છે ?
  Answer: ઉત્તરપ્રદેશ
 60. વસ્તુના માલિકીપણા અને વપરાશનાં આધારે કેટલા પ્રકાર પડે છે?
  Answer: બે
 61. બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટેનાં ચાર માપદંડો કોણે રજૂ કર્યા છે?
  Answer: રાજ કૃષ્ણ
 62. “વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર” આવું કોણે કહેલું ?
  Answer: ફ્રેન્ડ
 63. પ્રેરણાનો જરૂરિયાતનો શ્રેણીક્રમનો સિદ્ધાંત ક્યા મનોવૈજ્ઞાનિકે આપ્યો છે ?
  Answer: મેસ્લો
 64. કર્મચારીની પસંદગી માટેની પદ્ધતિમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી ?
  Answer: લાગવગ અને ભલામણ
 65. બ્રિટિશકાળ દરમિયાન મુંબઈ પ્રેસિડન્સીના ઉત્તર વિભાગનું મુખ્ય મથક કયું હતું ?
  Answer: અમદાવાદ
 66. डाक विभाग किस मंत्रालय के अंतर्गत आता है ?
  Answer: संचार एवं सूचना प्रौद्योगिकी मंत्रालय
 67. रेखागणित के प्रवर्तक कौन है?
  Answer: यूक्लिड
 68. इनमें से कौन सा शब्द तत्सम शब्द है ?
  Answer: अवकाश
 69. इसमें से कौन-सा शब्द समूहवाचक संज्ञा है ?
  Answer: सभा
 70. ચ્યુઇંગમનો જે ભાગ ચાવવા પછી બાકી રહે છે તેને શું કહેવાય છે?
  Answer: ચિકલ
 71. ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચમાં જીતનો માર્જિન કેટલો હતો?
  Answer: 6 વિકેટ
 72. શિવસંકલ્પસૂક્ત કયા વેદમાંથી લેવામાં આવ્યું છે ?
  Answer: યજુર્વેદ
રજીસ્ટ્રેશન કરવાની લિંકરજીસ્ટ્રેશન અહીંથી કરો

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment