IND Vs Ban Live Streaming : આજે ભારત વી બાંગ્લાદેશ પુણેમાં યોજાશે મેચ

IND Vs Ban Live Streaming : ICC WORLD CUP: આજે પુણેમાં ભારત-બાંગ્લાદેશની ટક્કર, રોહિતનો બાંગ્લાદેશ સામે કેપ્ટન તરીકે ધોની જેવો જ સંયોગ, હિટમેન આજે 2011નું પુનરાવર્તન કરવા ઈચ્છશે.

IND Vs Ban Live Streaming

ICC ક્રિકેટ વિશ્વકપમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો યોજાશે. પુણેના MCA સ્ટેડિયમમાં બપોરે 2 વાગ્યે મેચનો પ્રારંભ થશે. ભારત આજે સતત ચોથી જીત મેળવવા માટે મેદાનમાં ઉતરશે. અત્યાર સુધીની મેચોમાં ભારતીય ખેલાડીઓએ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. તો સામે બાંગ્લાદેશની ટીમ પણ સારા ફોર્મમાં જોવા મળી રહી છે.

લાઇવ સ્ટ્રીમીંગની વાત કરીએ તો દરેક યુઝર ડીઝની hotstar પર પુરા વિશ્વકપની મેચનો આનંદ ફ્રીમાં લઇ શકશે, જેના માટે યુઝરે માત્ર મોબાઈલ નંબરથી લોગીન કરીને પૂરી મેચનો મઝા લઇ શકશે.

લાઇવ મેચ અહીંથી જુઓ

ભારત વી બાંગ્લાદેશ લાઇવ મેચ

વિશ્વકપના પ્રારંભથી અત્યાર સુધી બે મોટા અપસેટ જોવા મળ્યા હતા. નેધરલેન્ડે દક્ષિણ આફ્રિકાને હાર આપી હતી. જ્યારે અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને કારમી હાર આપી મેજર અપસેટ સર્જ્યો હતો. જેના કારણે ભારતીય ખેલાડીઓએ આજની મેચને લઈ સજ્જ જોવા મળી રહ્યા છે.

આ પણ ખાસ વાંચો:

ફિક્સ પે આનંદો : રાજ્ય સરકારે પગારમાં 30 ટકાનો વધારો કર્યો, 1લી ઓક્ટોબરથી અમલવારી

ભારતીય ટીમે આ પહેલા 14 ઓક્ટોબરે અમદાવાદમાં રમાયેલી મેચમાં પાકિસ્તાનને મોટી હાર આપી હતી. જેના કારણે ભારતીય ખેલાડીઓનો જુસ્સો અકબંધ જોવા મળી રહ્યો છે. આજની મેચમાં ભારતીય ટીમ હોટ ફેવરિટ માનવામાં આવી રહી છે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે ODI World Cup 2023ની 17મી મેચ રમાશે. આ બંને ટીમોએ ODI World Cup 2023માં અત્યાર સુધી 3-3 મેચ રમી છે. ભારતે તેની ત્રણેય મેચમાં જીત મેળવી છે જયારે બાંગ્લાદેશને માત્ર એક મેચમાં જીત મળી છે. ભારત-બાંગ્લાદેશ વચ્ચેની આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં બપોરે 2:00 વાગ્યે રમાશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધી રમાયેલી વનડે મેચોમાં ભારતનું પલડું ભારે રહ્યું છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્મા વચ્ચે એક ગજબ સંયોગ જોવા મળ્યો છે.

Dream11 Team

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડયા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર/મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ

IND Vs Ban Live Streaming
IND Vs Ban Live Streaming

બાંગ્લાદેશની સંભવિત પ્લેઈંગ ઈલેવન : નઝમુલ હુસૈન શાંતો, તૌહીદ હ્રદોય, તંજીદ હસન, મેહદી હસન મિરાઝ, શાકિબ અલ હસન (કેપ્ટન), મહમૂદુલ્લહા, લિટન દાસ, મુશ્ફિકુર રહીમ (વિકેટકીપર), મુસ્તફિઝુર રહમાન, શોરફુલ ઈસ્લામ અને તસ્કીન અહમદ

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment