તેજ વાવાઝોડું : Cyclone Tej Alert અરબસાગરમાં આકાર પામતું ‘તેજ’વાવાઝોડું

તેજ વાવાઝોડું : Cyclone Tej Alert ‘અરબ સાગરમાં લો પ્રેશર સિસ્ટમ બની રહી છે. જે આગામી 21મી ઓક્ટોબરે સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે.’

તેજ વાવાઝોડું

અરબસાગરમાં આકાર પામતું તેજ વાવાઝોડું, 24 કલાકમાં લો પ્રેશર સર્જાશે, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. હવામાન વિભાગે વાવાઝોડા અંગે અત્યાર સુધીની સૌથી મોટી અપડેટ આપી છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આ હળવા દબાણનું ક્ષેત્ર 21 ઓક્ટોબરની આજુબાજુ દક્ષિણ પશ્ચિમ અને નજીકના પશ્ચિમ મધ્ય અરબ સાગર પર એક દબાણ બનાવે તેવી સંભાવના છે.

અરબસાગરમાં આકાર પામતું તેજ વાવાઝોડું 24 કલાકમાં દક્ષિણપશ્ચિમ અરબીસમુદ્રમાં લો પ્રેશરમાં સર્જાશે અને 21 ઓક્ટોબર સુધીમાં દક્ષિણપશ્ચિમ અને પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્રમાં ડીપ્રેશનમાં પરિવર્તિત થશે. સંભવિત વાવાઝોડાની અસરને પગલે માછીમારોને દરિયો ન ખડેવા સૂચના આપવામાં આવી છે. જોકે હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની કોઇ શક્યતા ન હોવાનું જણાવ્યું છે.

Cyclone Tej

અરબી સમુદ્રમાં આકાર પામી રહેલા વાવાઝોડાને લઇને ગુજરાત સહિત ભારતના સાઉથવેસ્ટ દરિયાઇ કાંઠા પર તેની અસર જોવા મળી શકે છે. સંભવિત અસરને પગલે 19 ઓક્ટોબરે પૂર્વમધ્ય અરબી સમુદ્ર અને લક્ષદ્વીપ વિસ્તારમાં, 19થી 20 ઓક્ટોબરે દક્ષિણપૂર્વ અરબી સમુદ્રના વિસ્તારમાં, 19થી 23 ઓક્ટોબર સુધી દક્ષિણપશ્ચિમ અને પશ્ચિમમધ્ય અરબી સમુદ્રમાં માછીમારોને દરિયો ન ખડેવા સૂચના આપવામાં આવી છે.

Source From : @IndiaMeteorologicalDepartment YouTube Channel

આ ઉપરાંત બીજી એક સિસ્ટમની વાત કરીએ તો 21 ઓક્ટોબરની સવાર સુધીમાં બંગાળની ખાડીના મધ્ય ભાગો પર એક હળવા દબાણનું ક્ષેત્ર બનવાની સંભાવના છે અને 23 ઓક્ટોબરની આજુબાજુ બંગાળની ખાડીના પશ્ચિમ મધ્ય ભાગ પર તે વધુ તીવ્ર બને તેવી શક્યતા છે.

આ પણ ખાસ વાંચો :

ફિક્સ પે આનંદો : રાજ્ય સરકારે પગારમાં 30 ટકાનો વધારો કર્યો, 1લી ઓક્ટોબરથી અમલવારી

ગુજરાત બોર્ડ પરીક્ષા કાર્યક્રમ 2024 : ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ પરીક્ષા કાર્યક્રમ 2024 જાહેર

અમદાવાદઃ છેલ્લા ઘણાં સમયથી વાવાઝોડું આવવાના સમાચાર સંભળાઈ રહ્યા છે. ત્યારે અત્યાર સુધીમાં વાવાઝોડા અંગેના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે વાવાઝોડા અંગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગના વડા ડો. મનોરમા મોહંતી વાવાઝોડા અંગે જણાવતા કહે છે કે, ‘અરબ સાગરમાં લો પ્રેશર સિસ્ટમ બની રહી છે. જે આગામી 21મી ઓક્ટોબરે સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે.’

તેઓ આગળ જણાવે છે કે, ‘આ વખતે દક્ષિણ-પૂર્વ અને દક્ષિણ-પશ્ચિમ મધ્યમમાં લો પ્રેશર સિસ્ટમ બની છે. ત્યારે આગામી 24 કલાક બાદ સિસ્ટમ વધુ મજબૂત બનશે.’ તેઓ વધુમાં જણાવે છે કે, ‘ડિપ્રેશન બાદ ડિપ ડિપ્રેશન બને તો વાવાઝોડું આવવાની શક્યતા વધી જાય છે. મોટેભાગે તો સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી શક્યતા વધુ છે.’ આ લો પ્રેશર સિસ્ટમ પર હવામાન વિભાગ સતત નજર રાખી રહ્યું છે.

તેજ વાવાઝોડું
તેજ વાવાઝોડું

આ ઉપરાંત હવામાન વિભાગે સાવચેતીના ભાગરૂપે માછીમારોને સૂચના આપી છે. તેમણે જણાવ્યુ છે કે, ‘માછીમારો બને તો અરબ સાગર ન ખેડે. જે એરિયામાં લો પ્રેશર વિસ્તાર છે અથવા જે વિસ્તારમાં ડિપડિપ્રેશનની અસર થવાની છે તે વિસ્તારમાં માછીમારો ના જાય. ત્યારબાદ 21 તારીખ પછી જ્યારે ડિપ્રેશન જાહેર કરી દેવામાં આવે ત્યારપછી મોટા વહાણ પણ તે વિસ્તાર આજુબાજુ ના જાય.’

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment