Gujarat’s Best Hill Station : આ રહ્યા ગુજરાતના હિલ સ્ટેશન

Gujarat’s Best Hill Station : ગુજરાતના આ હિલ સ્ટેશન પર ફરવા જશો તો પડી જશે મોજ, કુદરતી વાતાવરણ સાથે દરિયો પણ જોવા મળે. ઘણા લોકો ઉનાળાની ગરમી મા હિલ સ્ટેશન પર ઉંચાઇ પર આવેલા સ્થળોએ ફરવા નીકળી પડતા હોય છે.

ઉનાળો આવતા ગુજરાતીઓ ફરવાનું સ્થળ શોધવા લાગે છે. તેમાંય ખાસ કરીને નજીકના હિલ સ્ટેશન પર ખાસ ધ્યાન રાખે છે. એ પણ બજેટના કારણે, ગુજરાતીમાં એક કહેવત છે કે સસ્તામાં સિધ્ધનાથની યાત્રા, બસ એવું જ વિચારી લો ગુજરાતના આ હિલ સ્ટેશન પર ફરવા જશો તો પડી જશે મોજ.

Gujarat’s Best Hill Station

હિલ સ્ટેશન જવા માટે મનાલી, કે આબુ લોકોની પસંદ હોય છે. પરંતુ જો તમે આટલે દૂર સુધી જવા ન માંગતા હોય તો આપણા ગુજરાતમા જ ઘણા એવા હિલ સ્ટેશન આવેલા છે જે આબુ અને મનાલી ને ટક્કર મારે તેવા છે. તો ચાલો જાણીએ આપણા ગુજરાત મા આવેલા હિલ સ્ટેશનો વિશે.

ગુજરાત એક નીતિ આધારિત રાજ્ય છે. રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે ગુજરાતે નવી પ્રવાસન નીતિ 2021-25ની જાહેરાત કરી છે. રાજ્યમાં ઐતિહાસિક અને પ્રાચીન ઈમારતોના વિકાસ માટે હેરિટેજ પોલિસી પણ જાહેર કરવામાં આવી છે. રાજ્યની હોમ સ્ટે પોલિસીમાં ફેરફારો કરવામાં આવ્યા છે જેથી કરીને વિશ્વભરના પ્રવાસીઓ રાજ્યમાં સસ્તું રહેઠાણ મેળવી શકે અને ગુજરાતની સંસ્કૃતિનો આનંદ માણી શકે. આ નીતિઓના અસરકારક અમલીકરણને કારણે ગુજરાત વિશ્વ પ્રવાસન નકશા પર ઉભરી આવ્યું છે.

ગુજરાત યુગોથી પ્રવાસીઓને અનુકૂળ રાજ્ય રહ્યું છે. આદર્શ યજમાન હોવાના કારણે ગુજરાત તેની રમણીય વન સુંદરતા, નયનરમ્ય પર્વતો, વિશાળ દરિયાકિનારા અને પ્રખ્યાત યાત્રાધામો સાથે પ્રવાસન ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. ગુજરાત સરકાર સમગ્ર દેશમાં અને વિશ્વભરના પ્રવાસીઓને આવકારવા માટે મનોરંજન અને ઉત્તમ સુવિધાઓ અને આતિથ્ય આપવા માટે પ્રતિબદ્ધ છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને તેના હેરિટેજ અને પર્યટન સ્થળોને વિકસાવવા માટે એક આકર્ષક પર્યટન સ્થળ તરીકે સ્થાપિત કરવાની કલ્પના કરી છે. ગુજરાતમાં એકમાત્ર કુદરતી વસવાટ અને એશિયાટીક સિંહોનું સામ્રાજ્ય છે.

તે દરિયાઈ જૈવવિવિધતા, અંતર્દેશીય ભીની જમીનો, ખારા રણથી લઈને ઉષ્ણકટિબંધીય પાનખર જંગલ સુધીની વિવિધ પ્રકારની ઇકોસિસ્ટમ ધરાવે છે. “ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી” જેવી વિવિધ આઇકોનિક સાઇટ્સ અને “કચ્છ નહીં દેખાથી કચ્છ નહીં દેખા” જેવા ગૌરવપૂર્ણ અભિયાનોએ ગુજરાતમાં પ્રવાસીઓના પ્રવાહને વધુ વેગ આપ્યો છે. છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં પ્રવાસન તેની પ્રવાસી મૈત્રીપૂર્ણ નીતિ અને સૌંદર્યલક્ષી અભિગમ સાથે અનેકગણો વિકાસ પામ્યો છે.

ડોન હિલ સ્ટેશન નજીક ફરવાલાયક સ્થળો

ડોન હિલ સ્ટેશન
 • માયાદેવી વોટરફોલ
 • પાંડવોની ગુફાઓ
 • મહલ ઇકો કેમ્પસાઇટ
 • ગીરા ધોધ

અંતર

 • અમદવારથી ડોન હિલ સ્ટેસન – 405 કિમી
 • સુરતથી ડોન હિલસ્ટેશન – 150 કિમી
 • વડોદરાથી ડોન હિલસ્ટેશન – 309 કિમી

વિલ્સન હિલ સ્ટેશન (Wilson Hill Station)

ગુજરાતના વલસાડ જીલ્લાના ધરમપુર તાલુકાની નજીક આવેલ વિલ્સન હિલ પ્રકૃતિની નજીક રહેવાનો આનંદ માણતા કોઈપણ વ્યક્તિ માટે બેસ્ટ સ્થળ છે. વિલ્સન હિલ સ્ટેશન એ ગુજરાતરાજ્યનું એક મનોહર હિલ સ્ટેશન છે. તે સમુદ્ર સપાટીથી 750 મીટરની ઉંચાઈએ છે. હિલ સ્ટેશનનું નામ લોર્ડ વિલ્સન પરથી પડ્યું જેઓ 1923-28 સુધી મુંબઈના ગવર્નર હતા. આ હિલ સ્ટેશનની મુખ્ય વિશેષતા એ છે કે આ સમગ્ર ભારતમાં કદાચ આ એકમાત્ર હિલ સ્ટેશન છે જે હિલ સમિટમાંથી ઊંડા વાદળી અરબી સમુદ્રની ઝલક આપે છે.

વિલ્સન હિલ સ્ટેશન (Wilson Hill Station)

વિલ્સન હિલ સ્ટેશન નજીક જોવાલાયક સ્થળો

 • બારૂમાલ શિવ મંદિર
 • વિલસન હિલ્સ મ્યુઝીયમ
 • ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર
 • બિલપુડી ટ્વિન વોટરફોલ્સ
 • માર્બલ છત્રી પોઇન્ટ
 • શંકર વોટરફોલ
 • ઓઝોન વેલે

અંતર

 • અમદાવાદથી વિલસન હિલ્સ – 366.2 કિમી
 • વડોદરાથી વિલસન હિલ્સ – 253.1 કિમી
 • સુરતથી વિલસન હિલ્સ – 121.4 કિમી

આ પણ ખાસ વાંચો:

ઇમ્યુનિટી બુસ્ટ: આ પાંચ રીતે તમે તમારી ઇમ્યુનિટીને કરી શકશો બુસ્ટ

Health Tips Vitamin D : ઉંમર પ્રમાણે વિટામીન ડી આટલું જરૂરી, જુઓ આ ચાર્ટ

સાપુતારા હિલ સ્ટેશન (Saputara Hill Station)

સાપુતારા ગુજરાતનું એકમાત્ર પર્વતીય શહેર છે જે મહારાષ્ટ્ર રાજ્યની સરહદે સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલું છે. સાપુતારાની સુંદરતાનું વર્ણન કરવા કોઇપણ શબ્દો ઓછા પડી શક છે. લીલાછમ રસ્તાઓ, પર્વતો અને ચોમાસામાં વહેતા ધોધ સાપુતારાને સહેલાણીઓ માટે એક આકર્ષક ફરવા લાયક સ્થળ બનાવે છે. ટ્રેકિંગના શોખીનો માટે સાપુતારા એક બેસ્ટ ચોઇસ બની શકે છે.

સાપુતારા હિલ સ્ટેશન (Saputara Hill Station)

સાપુતારા આસપાસ જોવાલાયક સ્થળો

 • નાગેશ્વર મહાદેવ મંદિર, જૈન મંદિર અને સ્વામિનારાયણ મંદિર
 • બોટિંગ લેક
 • સ્ટેપ ગાર્ડન, રોઝ ગાર્ડન અને લેક ગાર્ડન
 • પુષ્પક રોપ વે
 • વંદશા નેશનલ પાર્ક

અંતર

 • અમદાવાદથી સાપુતારા – 400.6 કિમી
 • વડોદરાથી સાપુતારા – 287.5 કિમી
 • સુરતથી સાપુતારા- 155.8 કિમી

ગુજરાત સરકાર સમગ્ર દેશમાં અને વિશ્વભરના પ્રવાસીઓને આવકારવા માટે મનોરંજન અને ઉત્તમ સુવિધાઓ અને આતિથ્ય આપવા માટે પ્રતિબદ્ધ છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો