Gadar 2 Box Office Collection : સનીએ બોક્સ ઓફીસ પર મચાવી ગદર

Gadar 2 Box Office Collection : ગદર ફિલ્મે બીજા દિવસે પણ સિનેમાઘરોમાં ગદર મચાવી હતી, માત્ર 2 દિવસમાં ફિલ્મે બોક્સ ઓફિસ પર 83.10 કરોડનો બિઝનેસ કર્યો છે.

Gadar 2 Box Office Collection

સની દેઓલની ફિલ્મ ગદર 2 ની ઘણા સમયથી દર્શકો રાહ જોઈ રહ્યા હતા, જે શુક્રવારના રોજ સિનેમાઘરોમાં રીલીઝ થઇ હતી અને દર્શકોની આતુરતાનો અંત આવ્યો હતો. આ ફિલ્મને દર્શકો તરફથી સારો રિસ્પોન્સ મળી રહ્યો છે અને નવા રેકોર્ડ સર્જતી જાય છે, અહી એ કહેવું રહ્યું કે તારાસિંહે ફરીથી બોક્સ ઓફીસ પર ગદર મચાવી છે.

ગદર 2ના બોક્સ ઓફીસ કલેક્શનની વાત કરીએ તો શરૂઆતી આંકડા પ્રમાણે ફિલ્મ ગદર 2 એ પ્રથમ દિવસે કુલ 43 કરોડની કમાણી કરી છે. ફિલ્મે બીજા દિવસે કુલ 40.20 કરોડનું કલેક્શન કર્યું હતું આ સાથે જ ફિલ્મનું કુલ કલેક્શન 83.20 કરોડ રૂપિયા થઇ ગયું છે. ત્રીજો દિવસ એટલે કે રવિવારે આ આંકડામાં મોટો વધારો થઇ શકે છે, તેમજ આગળ 15મી ઓગસ્ટના લીધે આ ફિલ્મને હજુ ઘણો ફાયદો થઇ સકે છે, આ ફિલ્મ જલ્દીથી જ 500 કરોડ ક્લબમાં શામેલ થઇ જાય તો એમાં કોઈ નવાય નહિ.

ગદર 2 ટ્રેલરના દમદાર ડાયલોગ

ગદર 2 ફિલ્મના ટ્રેલરમાં સની દેઓલ અને તેનો પુત્ર જીતે એકવાર ફરીથી દમદાર ડાયલોગ બોલતા જોવા મળી રહ્યા છે. એક સીનમાં સની દેઓલ પાકિસ્તાની સેનાના જનરલને કહે છે કે જો અહીંના લોકોને ફરીથી ભારતમાં રહેવાનો મોકો મળે તો અડધાથી વધુ પાકિસ્તાન ખાલી થઈ જશે. અને કટોરો લઈને ફરશો તો પણ ભીખ નહીં મળે. તો એક સીનમાં સની દેઓલના પુત્ર ચરણજીત એવું કહે છે કે દુઆ કરો કે મારા પપ્પા અહિયાં ન આવે, અને જો મારા પાપા અહીંયા આવ્યાં ને તો તારા એટલા ચીંથડા ઉડાવશે કે આખું પાકિસ્તાન આવે તો પણ ગણી નહીં શકે.

ગદર 2 ફિલ્મ માં તારાસિંહના પુત્રનો રોલ આ વખતે ઉત્કર્ષ શર્મા દ્વારા ભજવવામાં આવ્યો છે, જે એક શાનદાર લુકમાં જોવા મળી રહ્યો છે, આ ફિલ્મનું દિગ્દર્શન પણ શાનદાર જોવા મળી રહ્યું છે. આ ટ્રેલર હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યું છે, અને લોકોને ખુબ પસંદ પણ આવી રહ્યું છે, અને લોકો આ ફિલ્મને જલદી થીયેટરમાં જોવા માંગે છે.

Gadar 2 Trailer Release : ગદર 2 ફિલ્મનું ટ્રેલર જોઈને અનુમાન લગાવી શકાય છે કે આ એક ફુલ એન્ટરટેઈનમેન્ટ ફિલ્મ છે.

આ પણ ખાસ વાંચો:

Barbie : ગુગલ પર છવાયો બાર્બીનો જાદુ, આ એક શબ્દ લખતાજ થઇ જશે બધુ ગુલાબી

Google Doodle On Shridevi Birthday : ગૂગલે સ્વર્ગસ્થ બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીને તેમના 60મા જન્મદિવસે ડૂડલ દ્વારા શ્રદ્ધાંજલિ આપી

સાળંગપુર શતામૃત મહોત્સવ 2023 : શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરથી આમંત્રણ રથનું પ્રસ્થાન

Leave a Comment