Forest Guard Exam Update: વનરક્ષક વર્ગ 3ની જાહેરાત ક્રમાંક FOREST 2022-23/1 ના ઉમેદવાર જોગ અગત્યની સુચના

Forest Guard Exam Update: ફોરેસ્ટ ગાર્ડ (વનરક્ષક) પરીક્ષાની રાહ જોતા ઉમેદવારો માટે સારા સમાચાર મળી રહ્યા છે, વનરક્ષકની પરીક્ષા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર છે, અને હવે તેની તમામ અપડેટ મંડળની વેબસાઈટ https://gsssb.gujarat.gov.in પર પ્રશીદ્ધ કરવામાં આવશે.

ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના નિયંત્રણ હેઠળની અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગાંધીનગર હસ્તકની વનરક્ષક, વર્ગ-૩ની સીધી ભરતીની ૮૨૩ જગ્યાઓ માટે અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગાંધીનગર દ્વારા તા. 20-10-22 ના રોજ જાહેરાત ક્રમાંક:FOREST/202223/1 પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. ઉક્ત જાહેરાત અન્વયે સરકારશ્રી દ્વારા લેવાયેલ નિર્ણય અનુસાર હવે પછી ભરતી/પરીક્ષાની આગળની કાર્યવાહી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હાથ ધરવામાં આવશે.

આથી, અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગાંધીનગરની તા. 20-10-22ના રોજની જાહેરાત ક્રમાંક : FOR- EST/202223/1 અન્વયે પરીક્ષામાં બેસવા સંમતિ દર્શાવેલ ઉમેદવારોને જણાવવાનું કે, સદરહુ પરીક્ષા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર છે.

આ પણ ખાસ વાંચો:

Gujarat Anganwadi Bharti Merit List 2023: ગુજરાત આંગણવાડી ભરતી મેરીટ લીસ્ટ 2023 જાહેર, ચેક કરો અહીંથી

VMC Junior Clerk Result 2023: વડોદરા મહાનગરપાલિકાની 552 જુનીયર ક્લાર્ક જગ્યા માટે લેવાયેલ પરીક્ષાનું પરિણામ જાહેર

આથી, હવે પછી ભરતી/પરીક્ષા સંબંધી તમામ સૂચનાઓ મંડળની વેબસાઈટ https://gsssb.gujarat.gov.in પર પ્રશીદ્ધ કરવામાં આવશે. જેથી સંબંધકર્તા ઉમેદવારોને મંડળની વેબસાઈટ નિયમિતપણે જોતા રહેવા આથી જણાવવામાં આવે છે.

Forest Guard Exam Update
Forest Guard Exam Update

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment