ચા ના પ્રકારો : જાણો ચા પીવાના ફાયદાઓ

ચા ના પ્રકારો : આમ તો ચા નો ઈતિહાસ 5000 વર્ષ જુનો છે, સફેદ ચા, યલો ટી, બ્લેક ટી, બ્લુ ટી, લાલ ચા, કાશ્મીરી ગુલાબી ચા, ઈરાની ચા, ઓલોંગ ચા વિગેરે ચાના પ્રકારો છે. વરસાદની મોજ હોય કે કોઈ દુઃખ ને દુર કરવાનું હોય ચા એ સમયમાં દવા બનીને કામ કરે છે.

ચા ના પ્રકારો

આમ તો ચા હર કોઈને પસંદ હોય છે અને દિવસ દરમિયાન ઘણી વખત ચાની ચૂસકી લગાવતા હોય છે, પછી ભલે એ દોસ્ત મળ્યા હોય ત્યારે, ઘેર મેહમાનો આવ્યા હોય ત્યારે અને સૌથી વધારે ચોમાસામાં વરસાદ સમયે ચાનો આનદ માણતા હોય છે.

  • સફેદ ચા
  • યલો ટી
  • બ્લેક ટી
  • બ્લુ ટી
  • લાલ ચા
  • કાશ્મીરી ગુલાબી ચા
  • ઈરાની ચા
  • ઓલોંગ ચા
  • નીલગીરી ચા
  • માખણ ચા
  • મસાલા ચા

આ સિવાય પણ ચાના ઘણા પ્રકારો જોવા મળતા હોય છે. ચા એ આપણા જીવનનો એક અભિન્ન ભાગ છે, છું તમે કોઈ દિવસ ચા ના ઈતિહાસને જાણવાનો પ્રયત્ન કર્યો છે, નહિ તો ચાલો આજે તમને જણાવીએ કે ચાનો ઈતિહાસ કેટલો જુનો છે.

આમ તો ચા નો ઈતિહાસ 5000 વર્ષ જુનો છે, એવું માનવામાં આવે છે કે ચાઈનાના સમ્રાટ શાન નંગની સામે મુકવામાં આવેલ ગરમ પાણીના કપમાં પાંદડા પડ્યા અને તેની ચા બની, બાદશાહને તેનો સ્વાદ ગમ્યો અને ધીરે ધીરે તે ચીનના મુખ્ય પીણું બની ગયું.

ભારતની વાત કરીએ તો ભારતમાં ચાની પરંપરા બ્રિટીશ કાલ દરમ્યાન વર્ષ 1834 માં શરુ થઇ હતી. ભારતમાં આમતો જોવા જઈએ તો સૌથી વધુ મસાલા વાળી ચા સૌ કોઈને પસંદ હોય છે, મસાલા વાળી ચા ના ફાયદા એ છે કે જે મેદસ્વીપણાને રોકવામાં અસરકારક છે, કારણ કે તેની અંદર આદુ, કાળા મરી, લવિંગ, એલચી વિગેરેનો સમાવેશ થાય છે.

ચા ના પ્રકારો
ચા ના પ્રકારો

ચા ના ફાયદાઓ

  • ચામાં કૈફીન અને ટૈનિન જેવા તત્વો હોય છે જેનાથી શરીરમાં સ્ફૂર્તિનો અનુભવ હોય છે.
  • ચામાં રહેલ એમીનો એસિડ મગજને વધારે સતેજ અને શાંત રાખે છે.
  • ચામાં એંટીજેન હોય છે જે Health Benefits of Tea એન્ટી બેકેટેરીયલ ક્ષમતા આપે છે.
  • તેમા રહેલ એંટી ઓક્સીડેંટસ ઈમ્યૂન સિસ્ટમ યોગ્ય રીતે રાખે છે અને ઘણા રોગોથી શરીરને બચાવે છે.
  • ચા વૃદ્ધાવસ્થાની રફતારને ઓછું કરે છે અને શરીરને ઉમરની સાથે થતા નુકશાનથી બચાવે છે.
  • ચામાં રહેલ ફ્લોરાઈડ હાડકાઓને મજબૂત કરે છે અને દાંતમાં કીડા થવાથી પણ રોકે છે.
  • આટલું જ નહી પણ ઘણા સંશોધનમા આ વાત પણ સામે આવી છે કે ચા કેંસર, હાઈ કોલેસ્ટ્રોલ, એલર્જી લિવર અને
  • દિલના રોગોમાં ફાયદાકારી ગણાય છે.
  • ચા માં થિયોફાઈલિન પ્રકારના તત્વો હોય છે જે ફેફસામાં શ્વાસનળીને વિસ્તૃત કરે (dilates)છે. તેથી તેમાં રહેલો કફ, બેક્ટેરિયા વી. સહેલાઈથી બહાર નીકળી ધકે છે. ઉપરાંત અસ તત્વો હૃદયની ધમણીઓને પણ વિસ્તૃત કરે છે જેથી હૃદયમાં લોહી વધુ પહોંચવાને કારણે હાર્ટ ડીસીઝમાં ફાયદો કરે છે.

ચા પીવાથી થતા નુકશાન

ચા પીવાનુ હરકોઇ માણસ પસંદ કરે છે. સવારની તાજી ચા ની ચુસ્કી થી માંડી ઓફીસ માં કામથી કંટાળેલા માણસને ચા તાજા કરી દે છે. પરંતુ ચા લીમીટમા પીવી સારી. Health Benefits of Tea એમાં પણ બહુ ગળી ચા ન પીવી જોઇએ. ચા જો એક લીમીટમા પીવામા આવે તો ફાયદાકારક છે.

  • દિવસભરમાં ત્રણ કપથી વધારે ચા પીવાથી એસિડીટીની તકલીફ થઈ શકે છે.
  • ચામા રહેલ કેફીનથી બ્લ્ડ પ્રેશર વધી શકે છે અને તેને પીવાની ટેવ લાગી શકે છે.
  • વધારે ચા પીવાથી દિલના રોગ, ડાયબિટીસ અને વજન વધવાની પણ શકયતા રહે છે.
  • વધુ પડતી ચા પાચન ક્રિયાને નબળું બનાવે છે.
  • ચા થી દાંત પર પણ તેનો ખરાબ અસર પડી શકે છે.

Disclaimer: આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. GujaratiTak.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

આ પણ ખાસ વાંચો :

IND Vs WI Live Streaming : ભારત વેસ્ટ ઇન્ડિઝ મેચ આ રીતે જોઈ શકશો લાઇવ

Senco Gold IPO : અલોટમેન્ટ સ્ટેટ્સ આ રીતે કરો ચેક

Utkarsh Small Finance Bank IPO : 12 જુલાઈથી થશે ઓપન, જાણો પ્રાઈસ બેન્ડ, લોટ સાઈઝ અને GMP

Leave a Comment