OMG 2 Trailer : સેન્સર બોર્ડે મુક્યો પ્રતિબંધ, જાણો ચોકાવનારું કારણ

OMG 2 Trailer : અક્ષયકુમાર સ્ટારર ફિલ્મ OMG 2 (ઓહ માય ગોડ 2) ને સેન્સર બોર્ડ દ્વારા સર્ટીફીકેટ આપવામાં આવ્યું નથી, સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મને ફરીથી મેકર્સને રીવ્યુ કરવા પરત મોકલી છે.

OMG 2 Trailer

ઘણા સમયથી ફિલ્મી રસિયાઓ OMG 2 ની રાહ જોઈ રહ્યા હતો તમેના માટે આચકા સમાના ન્યુઝ મળી રહ્યા છે, મીડિયા રીપોર્ટસ અનુસાર જાણવા મળી રહ્યું છે કે સેન્સર બોર્ડ દ્વારા OMG 2 ફિલ્મને સર્ટીફીકેટ આપવામાં આવ્યું નથી અને ફરીથી ફિલ્મ મેકર્સને રીવ્યુ માટે મોકલી દેવામાં આવી છે.

OMG 2 ટીઝરની વાત કરીએ તો ઓફીશયલ ટીઝર 11 જુલાઈના રોજ રીલીઝ કરવામાં આવ્યું હતું જેને દર્શકો દ્વારા સારો રિસ્પોન્સ મળ્યો હતો, જેમાં અક્ષયકુમાર ભગવાન શંકરના રોલમાં નજરે જોવા મળી રહ્યો છે, આ ફિલ્મમાં તેનો લુક પણ દર્શકોને ઘણો ગમ્યો છે.

OMG ની પેહલી સીકવલમાં પરેશ રાવલ જોવા મળ્યો હતો, અને હવે OMG 2 માં પરેશ રાવલની જગ્યાએ પંકજ ત્રિપાઠી નજર આવી રહ્યા છે, તમને જણાવી દઈએ કે 2012માં આવેલી ઓહ માય ગોડની આ સિકવલ ફિલ્મ છે.

સેંસર બોર્ડને ફિલ્મના ડાયલોગ્સ અને સિન્સ પર વાંધો હોવાથી તેને રિવ્યૂ માટે ફરી મોકલાઈ છે, એવું માનવામાં આવી રહ્યું છે.

ફિલ્મના ટીઝરની વાત કરીએ તો અક્ષયકુમાર અને પંકજ ત્રિપાઠીની દમદાર એક્ટિંગ જોવા મળી રહી છે, ફિલ્મના ટ્રેલરમાં પંકજ ત્રિપાઠીના અવાજથી શરૂવાત થાય છે, જેમાં આસ્તિક અને નાસ્તિકની વાત થઇ રહી છે.

પંકજ ત્રિપાઠી ફિલ્મના ટીઝરમાં કહે છે કે કોઈ પણ વ્યક્તિ આસ્તિક કે નાસ્તિક બનીને ભગવાન છે કે નહીં તે સાબિત કરી શકે છે. પણ ઈશ્વર પોતાના ભક્તો વચ્ચે કદી ભેદ ભાવ પાડતો નથી. પછી તે નાસ્તિક કાનજી લાલ મહેતા હોય કે પછી આસ્તિક કાંતિ શરણ મુદગલ, તકલીફમાં યાદ કરવામાં આવેલ હંમેશા પોતાના ભક્તો તરફ ખેંચી લાવે છે.

આ પછી ટીઝરમાં અક્ષય કુમારની જોરદાર એન્ટ્રી થઇ છે જે નદીમાંથી બહાર આવતો જોવા મળી રહ્યો છે. ટીઝરમાં અક્ષય ભગવાન ભોલનનાથની જેમ જોવા મળી રહ્યો છે. આ પછી અક્ષયનો અવાજ સંભળાય છે, રાખ વિશ્વાસ તૂ હૈ શિવકા દાસ.

અરુણ ગોવિલ OMG 2માં ભગવાન રામના રોલમાં જોવા મળશે, જેમણે રામાનંદ સાગરની રામાયણમાં પણ ભગવાન રામની ભૂમિકા ભજવી હતી.

ફિલ્મની રિલીઝની વાત કરીએ તો 11 ઓગષ્ટના રોજ થવાની છે જેની ટક્કર સની દેઓલ અને અમીષા પટેલની ગદર 2 ફિલ્મ સાથે થશે.

આ પણ ખાસ વાંચો :

IND Vs WI Live Streaming : ભારત વેસ્ટ ઇન્ડિઝ મેચ આ રીતે જોઈ શકશો લાઇવ

Leave a Comment