ખુશખબર: એલપીજી સિલિન્ડરના ભાવમાં ધરખમ ઘટાડો

એલપીજી સિલિન્ડરના ભાવમાં ધરખમ ઘટાડો: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે કરોડો ગૃહિણીઓને મોટી ભેટ આપી છે. તેમણે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડાની જાહેરાત કરી છે. જાણો કેટલા રૂપિયા ઘટ્યો ભાવ.

એલપીજી સિલિન્ડરના ભાવમાં ધરખમ ઘટાડો

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની માતાઓ, બહેનો અને દીકરીઓને મોટી ભેટ આપી છે. તેમણે જાહેરાત કરી કે, આજે મહિલા દિવસના અવસર પર અમે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાની છૂટનો મોટો નિર્ણય લીધો છે. તેનાથી નારી શક્તિનું જીવન સરળ બનશે એટલું જ નહીં પરંતુ કરોડો પરિવારોનો આર્થિક બોજ પણ ઓછો થશે. આ પગલું પર્યાવરણ સંરક્ષણમાં પણ મદદરૂપ થશે, જેનાથી સમગ્ર પરિવારના સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે.

મહિલા દિવસ પર પીએમ મોદીના આ નિર્ણયથી ગૃહિણીઓ ખુશખુશાલ છે. દેશની તમામ મહિલાઓએ પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. પીએમ મોદીનો આ નિર્ણય દેશભરના તમામ સિલિન્ડર ધારકોને લાગુ પડશે. કેન્દ્રીય કેબિનેટે ગઈકાલે ઉજ્જવલા યોજના હેઠળ સિલિન્ડરની કિંમત પર 300 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આગામી એક વર્ષ સુધી ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો. તે ઉપરાંત, તમામ સામાન્ય સિલિન્ડર ગ્રાહકો પર 100 રૂપિયા પ્રતિ સિલિન્ડરની છૂટ અપાઈ છે.

સાથે જ પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મહિલાઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે, અમે અમારી મહિલા શક્તિની તાકાત અને સાહસને સલામ કરીએ છીએ અને વિવિધ ક્ષેત્રોમાં તેમની સિદ્ધિઓની પ્રશંસા કરીએ છીએ. અમારી સરકાર શિક્ષણ, ઉદ્યોગસાહસિકતા, કૃષિ, ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોમાં પહેલ કરીને મહિલાઓને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આ છેલ્લા દાયકામાં અમારી સિદ્ધિઓમાં પણ પ્રતિબિંબિત થાય છે.

કેટલામાં મળશે હવે સિલિન્ડર

નવી દિલ્હીમાં હાલ 14.2 કિલોવાળો ઘરેલુ સિલિન્ડરનો ભાવ 903 રૂપિયા છે. હવે સરકારે 100 રૂપિયાનો કાપ મૂકતા કિંમત ઘટીને 803 રૂપિયા થશે. જ્યારે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 300 રૂપિયા સબસિડી મળતા તેમના માટે આ ભાવ 603 રૂપિયા થશે. નિયમ મુજબ સરકાર મળવા પાત્ર લાભાર્થીઓ માટે એક વર્ષમાં 12 રિફિલ સુધી એલપીજી સિલિન્ડર માટે 300 રૂપિયા સબસિડી આપે છે.

આ પણ ખાસ વાંચો:

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2024

ગાંધીનગર TRB ભરતી 2024

યોજના માર્ચ 2025 સુધી ચાલુ

આ અગાઉ ગુરુવારે સાંજે કેબિનેટની બેઠકમાં ઉજ્જવલા યોજના પર મળનારી 300 રૂપિયા સબસિડીને એક વર્ષ માટે લંબાવવાનો નિર્ણય લેવાયો. હવે આ સબસિડી 1 માર્ચ 2025 સુધી ચાલુ રહેશે. જે હેઠળ ઉજ્જવલા યોજનાની લાભાર્થી મહિલાઓને વાર્ષિક 12 સિલિન્ડર મળશે. યોજનાને એક વર્ષ લંબાવતા કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે કહ્યું કે કેબિનેટે પીએમ ઉજ્જવલા યોજનાના ગ્રાહકોને 31 માર્ચ 2025 સુધી 300 રૂપિયા સબસિડી આપવાનું ચાલુ રાખવાની મંજૂરી આપી દીધી છે. જેના પર કુલ 12000 કરોડ રૂપિયા ખર્ચાશે.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો