શું તમારી જોડે વોટર આઈડી નથી: વોટર આઇડી સિવાય આ 12 ડોક્યુમેન્ટ હશે તો પણ કરી શકાશે મતદાન

શું તમારી જોડે વોટર આઈડી નથી અથવા તો મતદાર કાર્ડ ક્યાંક ખોવાઈ ગયું છે અથવા તમે તેને ભૂલી ગયા છો. તો આવી સ્થિતિમાં તમે મતદાર કાર્ડ વગર પણ તમારો મત આપી શકો છો. તો ચાલો જાણીએ વોટર આઈડી સિવાય ક્યાં ડોક્યુમેન્ટથી આકરી શકાશે મતદાન.

શું તમારી જોડે વોટર આઈડી નથી

Lok Sabha Election 2024: લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 તથા વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન મતદાન કરતાં પહેલાં મતદારે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે. EPIC ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે અન્ય 12 દસ્તાવેજો પણ માન્ય કરવામાં આવ્યા છે.

પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે, જ્યારે ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ, ચોથા તબક્કાનું મતદાન 13 મેના રોજ, પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ થશે. છઠ્ઠા તબક્કાનું મતદાન 25 મેના રોજ થશે અને સાતમા તબક્કાનું મતદાન 1 જૂને થશે. જ્યારે મતગણતરી 4 જૂને થશે.

વોટર આઇડી સિવાય આ 12 ડોક્યુમેન્ટ હશે તો પણ કરી શકાશે મતદાન

જો તમારી પાસે મતદાર કાર્ડ નથી, તો તમે અન્ય સહાયક દસ્તાવેજો બતાવીને તમારો મત આપી શકો છો. પરંતુ તેના માટે તમારું નામ મતદાર યાદીમાં હોવું જરૂરી છે. ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી સૂચના મુજબ જો કોઈની પાસે મતદાર કાર્ડ નથી. તેથી તે અન્ય માન્ય દસ્તાવેજો બતાવીને પોતાનો મત આપી શકે છે. પરંતુ આ ત્યારે જ શક્ય છે જ્યારે તેનું નામ મતદાર યાદીમાં સામેલ થાય. જો તમારું નામ મતદાર યાદીમાં ન હોય તો તે મતદાન કરી શકશે નહીં.

આ અન્ય 12 ડોક્યુમેન્ટ રહેશે માન્ય

  • આધાર કાર્ડ.
  • મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ.
  • બેંક/પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક.
  • શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલા હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ.
  • ડ્રાઇવીંગ લાયસન્સ.
  • પાનકાર્ડ.
  • એન.પી.આર અન્વયે આર.જી.આઇ દ્વારા ઇસ્યુ કરેલ સ્માર્ટ કાર્ડ.
  • ઇન્ડિયન પાસપોર્ટ.
  • ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેંટ.
  • કેન્દ્ર/રાજય સરકાર/જાહેર ક્ષેત્ર ઉપક્રમો/જાહેર લિમિટેડ કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો.
  • સંસદસભ્યો/ધારાસભ્યો/વિધાન પરિષદના સભ્યોને ઇસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો.
  • ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ઇસ્યુ કરેલ Unique Disability ID(UDID) કાર્ડ.

ઉપર જણાવવામાં આવેલા 12 ડોક્યુમેન્ટ રજૂ કરી મતદાન કરી શકાશે. વધુમાં બિનનિવાસી ભારતીયોની જો મતદાર તરીકે નોંધણી કરેલી હોય તો તેઓએ મતદાન મથકે ફક્ત “અસલ પાસપોર્ટ” રજૂ કરી તેમની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે.

મતદાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જે નાગરિકોને ચૂંટણીમાં ભાગ લેવાનો અધિકાર આપે છે. ભારતીય ચૂંટણી પંચ (ECI) મતદાર કાર્ડ જારી કરવા અને મતદાર યાદી જાળવવા માટે જવાબદાર છે. ECI એ મતદારો માટે ઘણી ઓનલાઈન સેવાઓ શરૂ કરી છે, જેમાં મતદાર કાર્ડ ડાઉનલોડ કરવા અને મતદાર યાદીમાં નામ ઉમેરવાનો સમાવેશ થાય છે. તમે ચૂંટણી પંચના મતદાતા સેવા પોર્ટલ (https://voters.eci.gov.in) પર જઈને ઘણી ઓનલાઈન સુવિધાઓ મેળવી શકો છો.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

1 thought on “શું તમારી જોડે વોટર આઈડી નથી: વોટર આઇડી સિવાય આ 12 ડોક્યુમેન્ટ હશે તો પણ કરી શકાશે મતદાન”

Leave a Comment