તમારા નામ પર કોઈ બીજા વ્યક્તિ તો સિમકાર્ડ નથી વાપરતા ને? આ રીતે ચેક કરો

તમારા નામ પર કોઈ બીજા વ્યક્તિ તો સિમકાર્ડ નથી વાપરતા ને: તમારા નામ પર કેટલાં સીમ કાર્ડ ચાલુ છે? અત્યારના સમયમાં ફ્રોડ બહુ વધી રહ્યા છે, ત્યારે આપણા નામ પર કેટલા સીમ કાર્ડ ચાલુ છે તે જાણવું આપણા માટે ખૂબ જ મહત્વનું છે. ઘણી વખત આપણી જાણ બહાર આપણા નામ પર કોઈ કાર્ડ વાપરતું હોય છે અને આપણને જાણ પણ હોતી નથી. આજે અમે તમારા માટે ખૂબ જ ઉપયોગી માહિતી લાવ્યા છીએ. જેની મદદ થી તમે તમારા નામ પર કેટલા સીમ ચાલુ છે તે જાણી શકશો. સીમકાર્ડ ચેક કરવાની લીંક.

તમારા નામ પર કોઈ બીજા વ્યક્તિ તો સિમકાર્ડ નથી વાપરતા ને

તમારા નામ પર કેટલા સીમ ચાલુ છે તે ઓનલાઇન ચેક કરવા માટે નીચેના સ્ટેપ ફોલો કરવા પડશે.

  • સૌપ્રથમ tafcop.dgtelecom.gov.in પોર્ટલ પર ક્લિક કરો.
  • અહીં બોક્સમાં તમારો મોબાઈલ નંબર એન્ટર કરો અને OTPની મદદથી લોગ-ઇન કરો.
  • હવે એ બધા નંબરોની વિગતો આવશે, જે તમારા ID પરથી ચાલી રહ્યા છે.
  • જો લિસ્ટમાં કોઈ એવો નંબર છે, જે તમને ખબર નથી, તો તમે તેની જાણ કરી શકો છો.
  • આ માટે નંબર પસંદ કરો અને ‘This is not my number’.
  • હવે ઉપરના બોક્સમાં IDમાં લખેલું નામ લખો
  • હવે નીચે આપેલા રિપોર્ટ બોક્સ પર ક્લિક કરો.
  • ફરિયાદ કર્યા બાદ તમને ટિકિટ ID સંદર્ભ નંબર પણ આપવામાં આવશે.

આ પણ ખાસ વંચો:

જમીનના જુના રેકોર્ડ : હવે તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો મોબાઈલમાં ઘેર બેઠા

DuoLingo App : અંગ્રેજી શીખવા માટે એપ

mParivahan App: RTO વિભાગની સત્તાવાર એપ @ www.parivahan.gov.in

આ રીતે તમારા નામ પર ઇસ્યૂ થયેલા સિમકાર્ડની સંખ્યા જાણી શકો છો.

ટેલિકોમ વિભાગે TAFCOP (ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન) નામનું પોર્ટલ તૈયાર કર્યું છે. tafcop.dgtelecom.gov.in પોર્ટલ પર દેશમાં એક્ટિવ મોબાઈલ નંબરનો ડેટાબેઝ અપલોડ થયેલો છે. પોર્ટલના માધ્યમથી સ્પૅમ અને ફ્રોડ કોલ્સ કન્ટ્રોલ પણ કરી શકાય છે. તમારા નામે કેટલાં સિમ કાર્ડ એક્ટિવ છે એ માત્ર 30 સેકન્ડમાં જાણી શકો છો.

જો તમને એવું લાગે છે કે આ લિસ્ટમાં કોઈ એવો નંબર છે, જે તમે યુઝ નથી કરી રહ્યા અને તમારા નામે ખોટી રીતે ઈસ્યુ થયો છે, તો તમે આ નંબર સામે પગલાં પણ લઈ શકો છો. આવા શંકાસ્પદ નંબરને બંધ કરવા માટે તમે આ જ વેબસાઈટ પરથી રિક્વેસ્ટ કરી શકો છો. આ માટે તમારે બસ આ અનઓથોરાઈઝ્ડ મોબાઈલ નંબર સામે રિપોર્ટ અને બ્લોકના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. જો તમને લિસ્ટમાં કોઈ એવો નંબર મળે છે, જે તમે નથી વાપરી રહ્યા તો, તમારે તાત્કાલિક આવા નંબર સામે પગલાં લેવા જોઈએ. તમારી અને દેશની સુરક્ષા માટે આ એક જરૂરી પગલું છે.

સીમકાર્ડ ચેક કરવાની લીંકઅહીંથી ચેક કરો

એક ID પર કેટલા સીમકાર્ડ કઇ શકાય છે?

નિયમો અનુસાર, એક આઈડી પર 9 સિમ એક્ટિવેટ કરી શકાય છે, પરંતુ જમ્મુ-કાશ્મીર, આસામ સહિત નોર્થ-ઈસ્ટ રાજ્યના આઈડી પર માત્ર 6 સિમ એક્ટિવેટ કરી શકો છો.

નોંધ: આ માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી માહિતી ખારાય ઓફિશિયલ સાઈટ પર જઈને અવશ્ય કરી લો.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment