World Cup 2023 : આજથી વર્લ્ડ કપ 2023 વોર્મ અપ મેચ શરુ, જાણો ક્યાં અને કેવી રીતે જોઈ શકશો લાઇવ મેચ

World Cup 2023 : World Cup 2023 Warm Up Matches આજથી શરુ થવા જઈ રહી છે, ક્રિકેટની મેજર ટૂર્નામેન્ટ વર્લ્ડ કપ 2023ને શરુ થવાને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. તો ચાલો આજે જાણી લઈએ કે ક્યાં અને કેવી રીતે જોઈ શકશો લાઇવ મેચ.

World Cup 2023

ક્રિકેટના મહાકુંભ તરીકે ગણાતો વર્લ્ડ કપ 2023 ટુક સમયમાં જ શરુ થવા જઈ રહ્યો છે, લીગ રાઉન્ડ શરુ થતા પેહલા દરેક દેશ વોર્મ અપ મેચ રમશે જેની શરૂઆત આજથી થવા જઈ રહી છે. આજથી દરેક ટીમો આ મેગા ઈવેન્ટ પહેલા વોર્મ અપ મેચ રમશે. ICCએ વોર્મ અપ મેચો માટે શિડ્યુલ પણ જાહેર કર્યું છે. 29 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર વચ્ચે કુલ 10 વોર્મ અપ મેચો રમાશે જેમાં દરેક ટીમને 2-2 મેચ રમવાની તક મળશે.

આ પણ ખાસ વાંચો:

Skanda Review : સ્કંદ રીવ્યુ બોયાપતિ શ્રીનુ અને રામ પોથિનેની કોમ્બિનેશન લેટેસ્ટ ફિલ્મ

Chandramukhi 2 Review : ચંદ્રમુખી 2 રીવ્યુ – કંગના રનૌત અને વાડીવેલુ મુખ્ય ભૂમિકામાં

Earthquake Alert On Mobile : ગુગલ દ્વારા ખાસ સર્વિસ લોન્ચ કરવામાં આવી, હવે ભૂકંપ આવે તે અગાઉ તમારા સ્માર્ટફોન પર મળી જશે ચેતવણી

વોર્મ-અપ મેચો માટે ત્રણ સ્થળો, ગુવાહાટી, હૈદરાબાદ અને તિરુવનંતપુરમની પસંદગી કરવામાં આવી છે. પ્રથમ દિવસે કુલ ત્રણ વોર્મ-અપ મેચો રમાશે. બાંગ્લાદેશની ટીમ ગુવાહાટીમાં શ્રીલંકાનો સામનો કરશે, જ્યારે દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ તિરુવનંતપુરમમાં અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પાકિસ્તાનની મેચ હૈદરાબાદમાં રમાશે. ભારતીય ટીમ 30 સપ્ટેમ્બરે ગુવાહાટીમાં ઈંગ્લેન્ડ સામે તેની પ્રથમ વોર્મ-અપ મેચ રમશે.

આ પેહલા ICC દ્વારા વર્લ્ડકપ ટ્રોફીનું અનાવરણ અંતરીક્ષમાં કરવામાં આવ્યું હતું, જેનો વિડીયો પણ ICC દ્વારા ટ્વીટર પર શેર કરવામાં આવ્યો હતો. જેમાં જોઈ શકાય છે કે પૃથ્વીથી 12000 ફૂટની ઉંચાઈ પર આ ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

ભારતમાં આ વર્ષના ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ માટે સત્તાવાર વોર્મ-અપ ફિક્સ્ચરની જાહેરાત કરવામાં આવી છે. 10 ટીમો 5 ઓક્ટોબરે વિશ્વ કપની શરૂઆત સુધીના અઠવાડિયા દરમિયાન બે સત્તાવાર 50-ઓવરની સ્પર્ધાઓ રમશે, જેમાં ભારતભરના ત્રણ અલગ-અલગ શહેરોમાં મેચો યોજાશે.

World Cup 2023
World Cup 2023

આ મેચો શુક્રવાર 29 સપ્ટેમ્બર અને મંગળવાર 3 ઓક્ટોબરની વચ્ચે ગુવાહાટી, હૈદરાબાદ અને તિરુવનંતપુરમમાં યોજાશે અને તે ટીમોને વિશ્વ કપ દરમિયાન જે પરિસ્થિતિઓનો સામનો કરવાની અપેક્ષા છે તેને અનુરૂપ બનવાની સંપૂર્ણ તક પૂરી પાડશે.

વર્લ્ડ કપ 2023 વોર્મ અપ મેચ શેડ્યુલ

29 સપ્ટેમ્બર 2023

  • બાંગ્લાદેશ વિ શ્રીલંકા, બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ, ગુવાહાટી
  • દક્ષિણ આફ્રિકા વિ અફઘાનિસ્તાન, ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, તિરુવનંતપુરમ
  • ન્યુઝીલેન્ડ વિ પાકિસ્તાન, રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, હૈદરાબાદ

30 સપ્ટેમ્બર 2023

  • ભારત વિ ઈંગ્લેન્ડ, બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ, ગુવાહાટી
  • ઓસ્ટ્રેલિયા વિ નેધરલેન્ડ્સ, ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, તિરુવનંતપુરમ

2 ઓક્ટોબર 2023

  • ઇંગ્લેન્ડ વિ બાંગ્લાદેશ, બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ, ગુવાહાટી
  • ન્યુઝીલેન્ડ વિ દક્ષિણ આફ્રિકા, ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, તિરુવનંતપુરમ

3 ઓક્ટોબર 2023

  • અફઘાનિસ્તાન વિ શ્રીલંકા, બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ, ગુવાહાટી
  • ભારત વિ ન્યુઝીલેન્ડ, ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, તિરુવનંતપુરમ
  • પાકિસ્તાન વિ ઓસ્ટ્રેલિયા, રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, હૈદરાબાદ

વર્લ્ડ કપ વોર્મ અપ મેચ ક્યાં જોવી?

તમે Disney Plus Hotstar એપ પર વર્લ્ડ કપ 2023ની વોર્મ-અપ મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ બિલકુલ ફ્રી જોઈ શકો છો. તમે સ્ટાર સ્પોર્ટ્સના વિવિધ નેટવર્ક પર ટીવી પર આ મેચોનો આનંદ માણી શકો છો.

તમામ રમતો IST બપોરે 2:00 વાગ્યે શરૂ થશે અને ટીમોને મેચ દરમિયાન તેમની 15-ખેલાડીઓની ટીમના તમામ સભ્યોને મેદાનમાં ઉતારવાની મંજૂરી આપવામાં આવશે.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment