Gujarat Rain Forecast : આગામી 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી

Gujarat Rain Forecast : બંગાળીની ખાડીનું ડિપ ડિપ્રેશન ગુજરાતને અસર કરશે? પાંચ દિવસ કેવું રહેશે વરસાદ? ક્યાં પડશે ભારે વરસાદ? આ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાન વિભાગની આગાહી.

Gujarat Rain Forecast

હવામાન વિભાગ દ્રારા તાજેતરમાં આવેલા અપડેટ્સ મુજબ આગામી 2 દિવસ ગુજરાતમાં વરસાદનું ફરી આગમન થશે, ગુજરાત હવામાન વિભાગે આગામી 12 કલાક તથા 4 ઓગસ્ટ અને 5 ઓગસ્ટે ઉત્તર ગુજરાત (North Gujarat) તથા મધ્ય ગુજરાત (Madhya Gujarat) ના કેટલાક જિલ્લા માટે યલો એલર્ટ (yellow alert) આપ્યું છે, જયાં છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ (Heavy rain) થઈ શકે છે.

તેમજ ઉલ્લેખનિય છે કે બંગાળની ખાડીમા સર્જાયેલા ડીપ ડિપ્રેશનના કારણે ગુજરાતમાં હવાની ગતિ સમાન્યથી તેજ રહેશે તેમજ દરિયામાં કરંટ પણ રહેવાનો અનુમાન છે. જેના લઇને હવામાન વિભાગ દ્રારા આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.

આમ જોવા જઈએ તો ગુજરાતમાં ત્રણ-ચાર દિવસથી મેઘરાજાએ ખમૈયા કરી છે. કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા જે ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે એ પ્રમાણે તારીખ 4 ઓગષ્ટ અને 5 ઓગસ્ટ ના રોજ 4 જિલ્લાઓમાં યલો અલેર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ અને તેના આસપાસના ગામડામાં પણ હળવાથી સામાન્ય વરસાદનું અનુમાન છે.

ઉપર આપેલ ઈમેજમાં આપણે જોઈ શકીએ છીએ કે તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જીલ્લામાં 4 ઓગસ્ટ અને 5 ઓગસ્ટના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. હવામાન વિભાગ દ્વારા આ અપડેટ 02.08.23 ના રોજ ટ્વીટર હેન્ડલ પર શેર કરવામાં આવી હતી. આ પહેલા મેઘરાજાએ પ્રથમ રાઉન્ડમાં ગીર સોમનાથ, બીજા રાઉન્ડમાં દ્વારકા અને ત્રીજા રાઉન્ડમાં જુનાગઢ અને નવસારીમાં ધમાકેદાર એન્ટ્રી કરતા પૂરની સ્થિતિ સર્જાઈ હતી.

ભારે વરસાદની ચેતવણી

આમ ખરેખર જોવા જઈએ તો ચોમાસાની શરૂઆતથી દેશભરમાં સારો વરસાદ પડી રહ્યો છે. ક્યાંક ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ છે તો ક્યાંક દુષ્કાળ જેવી સ્થિતિ છે. આવી સ્થિતિમાં જો આજના હવામાનની વાત કરીએ તો 2 ઓગસ્ટના રોજ ઉત્તર પ્રદેશ એટલે કે UPમાં પૂર્વથી પશ્ચિમમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદ પડી શકે છે. અહીં વીજળી પડવાની સંભાવના છે. આ દરમિયાન પવનની ઝડપ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ઉત્તર પશ્ચિમ ભારતમાં 2 ઓગસ્ટે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આ પણ ખાસ વાંચો :

મેરી માટી મેરા દેશ સર્ટીફીકેટ ડાઉનલોડ કરો અહીંથી

Chandrayaan 3 : ચંદ્રયાન 3 પૃથ્વીની કક્ષા છોડી, હવે 5 ઓગષ્ટ મહત્વનો દિવસ

સિગ્નેચર બ્રીજ : PM MODI ના ડ્રીમ પ્રોજેક્ટ ઓખા – બેટ દ્વારકા સિગ્નેચર બ્રીજની 92 કામગીરી પૂર્ણ

IBPS Bharti 2023 : IBPS દ્વારા 3000 થી વધુ જગ્યાઓ પર ભરતી બહાર પાડી, જાણો સંપૂર્ણ વિગત

ડ્રીમ ગર્લ 2 ટ્રેલર રીલીઝ : આયુષ્માન ફરી વાર પૂજા બનીને ધૂમ મચાવવા તૈયાર

Leave a Comment