VMC જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ જાહેર : ઓક્ટોબર 2023 માં લેવાશે પરીક્ષા

VMC જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ જાહેર : વડોદરા મ્યુનીશીપલ કોર્પોરેશનની જુનિયર ક્લાર્કની પરીક્ષા GSSSB દ્વારા લેવામાં આવશે જેની પરીક્ષા તારીખ જાહેર કરવામાં આવી.

VMC જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ જાહેર

અહી તમને જાણવી દઈએ કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જુનિયર ક્લાર્ક વર્ગ 3 સંવર્ગની કુલ 552 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. ઉમેદવારો આ જુનિયર કલાર્ક પરીક્ષાની ઘણા સમયથી રાહ જોઈં રહ્યા હતા જે આતુરતાનો આજે અંત આવ્યો છે.

VMC જુનિયર કલાર્કની પરીક્ષા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) લેશે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજે તેની ઓફિશ્યલ વેબસાઈટ પર VMC જુનીયર ક્લાર્ક પરીક્ષાની તારીખ માટે ઓફિશ્યલ નોટીફીકેશન જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા વડોદરા મહાનગરપાલિકાની જુનીયર ક્લાર્ક વર્ગ – 03 સંવર્ગની કુલ 552 જગ્યાઓ ભરવા માટેની જાહેરાત ક્રમાંક 996/2021-22 ની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાનું તારીખ 08.10.2023 રવિવારના રોજ આયોજન કરવામાં આવેલ છે, અનિવાર્ય કારણોસર મંડળ આ કાર્યક્રમમાં ફેરફાર કરી શકશે.

સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા માટેનો વિગતવાર કાર્યક્રમ પરીક્ષાની તારીખના 15 દિવસ પેહલા મંડળની વેબસાઈટ https://gsssb.gujarat.gov.in પર મુકવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ જરૂરી નોંધ લેવા તેમજ મંડળની વેબસાઈટ જોતા રહેવા આથી જણાવવામાં આવે છે.

VMC જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ જાહેર
VMC જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ જાહેર

આ પણ ખાસ વાંચો:

સુમુલ ડેરી ભરતી 2023 : સુમુલ ડેરીમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર, 28 ઓગસ્ટ સુધી કરી શકશો અરજી

તલાટી ભરતી 2023 : ગુજરાત સરકાર 3077 તલાટીની ભરતી કરશે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો મહતવપૂર્ણ નિર્ણય

Asia Cup 2023 : એશિયા કપ 2023 માટે ટીમ ઇન્ડિયા જાહેર, જુઓ કોને મળ્યુ સ્થાન

Leave a Comment