VMC હેલ્થ વર્કર ભરતી 2023 : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 71 જગ્યા પર આવી ભરતી

VMC હેલ્થ વર્કર ભરતી 2023 : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા MPHW અને FHW ની 71 જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે, જેની છેલ્લી તારીખ 31.08.23 છે.

VMC હેલ્થ વર્કર ભરતી 2023

વડોદરા મહાનગરપાલિકામાં આરોગ્ય શાખા અંતર્ગત શહેરી પ્રાથમિક આરોગ્ય અને કેન્દ્ર અને શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્ર માટે સરકારશ્રીના ભરતી નિયમો અનુસાર 100% ગ્રાન્ટ આધારિત નીચે જણાવેલ કેડરોની હાલમાં તથા ભવિષ્યમાં ખલી પડનાર કે નવી ઉભી થનાર જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પસંદગી / પ્રતીક્ષા યાદી બનાવવાના હેતુસર નિયત લાયકાત ધરાવતા યોગ્ય ઉમેદવારો પાસેથી માત્ર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે ઓફિશ્યલ વેબસાઈટ પર જઈને અરજી કરવાની રહેશે.

VMC હેલ્થ વર્કર ભરતી 2023
VMC હેલ્થ વર્કર ભરતી 2023

આ ભરતી માટે જગ્યાની વાત કરીએ તો MPHW (મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર) માટે 36 જગ્યા અને FHW (ફીમેલ હેલ્થ વર્કર) માટે 35 જગ્યા માટે અરજીઓ મંગવવામાં આવિ છે.

શૈક્ષણિક લાયકાત:

મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર: HSC અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ, કોમ્પ્યુટર નોલેજ સાથે CCC, DOEACC સર્ટીફીકેટ અથવા GCSR રૂલ્સ 1967 લેવલ મુજબ. સરકાર માન્ય એક વર્ષનો MPHW બઝીક કોર્સ અથવા સરકાર માન્ય SI સર્ટીફીકેટ. ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી.

ફીમેલ હેલ્થ વર્કર: સેકન્ડરી સ્કુલ સર્ટીફીકેટ (SSC) અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ. સરકાર દ્વારા માન્ય ફિમેલ હેલ્થ વર્કર બેઝિક ટ્રેનીંગ કોર્સ પાસ કરેલ હોવો જોઈએ. ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી.

પગાર ધોરણ: પાંચ વર્ષ માટે રૂપિયા 19950/- માસિક ફિક્સ વેતન. સાતમાં પગારપંચ મુજબ (પે મેટ્રિક્સ 19900-63200).

વય મર્યાદા: 18 થી 30 વર્ષ વય મર્યાદા ફિમેલ હેલ્થ વર્કર માટે અને 18 થી 31 વર્ષ વય મર્યાદા મલ્ટી-પર્પઝ હેલ્થ વર્કર માટે. વય મર્યાદામાં છૂટછાટ નિયમો મુજબ મળવાપાત્ર છે.

અરજી ફી: બિન અનામત કક્ષાના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 400/- ઓનલાઈન જ ભરવાના રહેશે. અનુ.જાતિ, અનુ.જનજાતિ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ અને આ.ન.વર્ગ કક્ષાના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 200/- ઓનલાઈન જ ભરવાના રહેશે.

નોંધ: શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી ફી વગેરેની વિસ્તૃત માહિતી માટે જાહેરાત વાંચો અને પછી જ અરજી કરો.

FHW સત્તાવાર જાહેરાતઅહીંથી વાંચો
MPHW સત્તાવાર જાહેરાતઅહીંથી વાંચો
ઓનલાઈન અરજીઅરજી અહીંથી કરો

VMC હેલ્થ વર્કર ભરતી 2023 FAQs

VMC હેલ્થ વર્કર ભરતી 2023 માટે ઓફિશ્યલ વેબસાઈટ કઈ છે?

ભરતી માટે ઓફિશ્યલ વેબસાઈટ www.vmc.gov.in છે.

VMC હેલ્થ વર્કર ભરતી 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31.08.23 છે.

VMC હેલ્થ વર્કર ભરતી 2023 માટે પગાર ધોરણ કેટલું છે?

પાંચ વર્ષ માટે રૂપિયા 19950/- માસિક ફિક્સ વેતન. સાતમાં પગારપંચ મુજબ (પે મેટ્રિક્સ 19900-63200).

આ પણ ખાસ વાંચો:

ગુડ ન્યુઝ : ઘર વિહોણા માટે PM મોદીનું મોટું એલાન, હોમ લોનના વ્યાજમાં રાહત આપતી યોજના લાવશે

GPSC ભરતી 2023 : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કુલ 388 જગ્યા પર ભરતી જાહેર, આ તારીખ સુધી કરી શકશો અરજી

Aditya L1 : ISRO નું પ્રથમ સૂર્ય મિશન “સૂર્યયાન” આદિત્ય L1, શ્રીહરિકોટા પહોચ્યું સેટેલાઈટ

2 thoughts on “VMC હેલ્થ વર્કર ભરતી 2023 : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 71 જગ્યા પર આવી ભરતી”

Leave a Comment