Vishvakarma Yojana | વિશ્વકર્મા યોજના : માત્ર 5 ટકા વ્યાજે મળશે લોન, 17 સપ્ટેમ્બર 2023 થી શરુ થશે યોજના

Vishvakarma Yojana | વિશ્વકર્મા યોજના : આ યોજના ને કેન્દ્રીય કેબિનેટે આપી મંજુરી, વિશ્વકર્મા યોજના અંતર્ગત 5 ટકા વ્યાજે મળશે લોન. 30 લાખ કારીગર પરિવારોને ફાયદો થશે

Vishvakarma Yojana

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્વંત્રતા દિવસની સ્પીચમાં ઘણી બધી યોજનાઓ અમલમાં મુકવાનું વચન આપ્યું હતું, જેમની એક હતી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના એટલે કે વિશ્વકર્મા યોજના (Vishvakarma Yojana), આ યોજના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાર પૂર્વક કહ્યું હતું કે આગલા મહિનાથી જ આ યોજના લાગુ કરી દેવામાં આવશે, જેની શરૂઆત 13000 – 15000 કરોડ રૂપિયાથી થશે. આ યોજના હેઠળ કારીગરો અને નાના વ્યવસાયિકો સાથે જોડાયેલા લોકોને મદદ કરવાની વાત કેહવામાં આવી છે.

વિશ્વકર્મા યોજના
વિશ્વકર્મા યોજના

વિશ્વકર્મા યોજના

પીએમ મોદીની અધ્યક્ષતામાં 16 ઓગષ્ટના રોજ કેબીનેટની બેઠક યોજાઈ હતી, જેમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે પીએમ ઈ-બસ સેવાને મંજુરી આપવામાં આવી છે, તેમજ વિશ્વકર્મા યોજનાને પણ મંજુરી મળી છે.

સરકારે પ્રધાનમંત્રી- વિશ્વકર્મા યોજનાને મંજૂરી આપી, 13 હજાર કરોડ રૂપિયાને ખર્ચે પરંપરાગત શિલ્પકારો અને કારીગરોને સહકાર આપવાની જોગવાઇ, આ યોજના હેઠળ શરૂઆતમાં 18 પરંપરાગત ઉદ્યોગ- ધંધાઓનો સમાવેશ કરવામાં આવશે.

સરકાર આ યોજના દ્વારા પરંપરાગત કૌશલ્ય ધરાવતા લોકોને મદદ કરશે આમાં સોનાર, લુહાર, વાળંદ, કુંભાર, ચણતર, ધોબી, ફૂલ કામદારો, માછલીની જાળી વણનારા, શિલ્પકારો અને ચામડા જેવા પરંપરાગત કૌશલ્ય ધરાવતા લોકોને સામેલ કરવામાં આવશે અને તેમને સહાય આપવામાં આવશે.

કેન્દ્રિય નાણામંત્રીએ આ વર્ષના સામાન્ય બજેટ દરમિયાન આ યોજના વિષે જાહેરાત કરી હતી, આ અંતર્ગત માત્ર નાણાકીય સહાય જ નહિ પરંતુ તાલીમ, આધુનિક ટેકનોલોજીનું જ્ઞાન, બ્રાન્ડનો પ્રચાર, સ્થાનિક અને વૈશ્વિક બજારો સાથે જોડાણ, ડીજીટલ પેમેન્ટ અને સામાજિક સુરક્ષાનો પણ સમાવેશ થાય છે.

કેન્દ્રિય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ કહ્યું કે આ વિભાગો ગ્રામીણ અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે અને તેમને એક નવું પરિમાણ આપતા કેબિનેટે PM વિશ્વકર્મા યોજના ને મંજુરી આપી છે, તેમણે કહ્યું કે આ વિભાગો કેવી રીતે વધુ કૌશલ્ય વિકાસ કરે અને નવા પ્રકારના સાધનો અને ડીઝાઇન વિષે માહિતી મેળવે તેના પર ધ્યાન આપવામાં આવશે. તેમણે માહિતી આપી હતી કે આ યોજના હેઠળ સાધનોની ખરીદીમાં પણ સહાય આપવામાં આવશે.

આ અંતર્ગત બે પ્રકારના કૌશલ્ય વિકાસ કાર્યક્રમો હશે જેમાં પેહલો બેઝીક અને બીજો એડવાન્સ હશે. આ કોર્ષ કરનારને માનદ વેતન (સ્ટાઇપેન્ડ) પણ મળશે. તેમને એમ પણ જણાવ્યું હતું કે કૌશલ્ય પ્રશિક્ષણ મેળવનાર ઉમેદવારને પ્રતિ દિવસ 500 રૂપિયાનું માનદ વેતન આપવામાં આવશે. મંત્રીએ જણાવ્યું હતું કે આ યોજના હેઠળ, પ્રથમ તબક્કામાં એક લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે, જેના પર રાહત વ્યાજ (મહત્તમ 5 ટકા) ચૂકવવાપાત્ર રહેશે, બિઝનેશ સેટલ થયા બાદ બીજા તબ્બ્ક્કામાં 2 લાખ રૂપિયાની કન્સેશનલ લોન આપવામાં આવશે.

સરકારના કેહવા પ્રમાણે પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ પીએમ વિશ્વકર્મા પ્રમાણપત્ર આપીને કારીગરોને માન્યતા આપવામાં આવશે. અને ઓળખકાર્ડ પણ આપવામાં આવશે. આ યોજના હેઠળ કારીગરોને ડીજીટલ ટ્રાન્ઝેક્શનમાં પ્રોત્સાહન અને માર્કેટ સપોર્ટ આપવામાં આવશે. આ અંતર્ગત આધુનિક સાધનો ખરીદવા માટે સહાય આપવામાં આવશે.

આ પણ ખાસ વાંચો:

જમીનના જુના રેકોર્ડ : હવે તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો મોબાઈલમાં ઘેર બેઠા

બેટરી સંચાલિત પંપ સહાય યોજના 2023 : IKhedut પોર્ટલ પર ઓનલાઈન અરજી શરુ

તાડપત્રી સહાય યોજના 2023 : IKhedut પોર્ટલ પર 6 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકાશે

PM SVAnidhi Yojana : કોઈપણ પ્રકારની સિક્યુરિટી વિના ધિરાણ મળશે

Leave a Comment

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો