આદિપુરુષ : વીરેન્દ્ર સેહવાગનું રીએક્શન વાયરલ

આદિપુરુષ : હાલ વીરેન્દ્ર સેહવાગ દ્વારા આદિપુરુષ ફિલ્મ જોયા બાદ ફિલ્મ પર ટીપ્પણી કરવામાં આવી હતી “હવે ખબર પડી કે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો” જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે.

આદિપુરુષ

આપણને બધાને ખ્યાલ છે કે આદિપુરુષ ફિલ્મ રીલીઝ પેહલા અને રીલીઝ પછી કોઈને કોઈ વિવાદમાં સપડાતી જોવા મળી છે, ક્યારેક ફિલ્મ કોઈ પાત્રને લીધે અથવા તો ફિલ્મના ડાયલોગ્સના લીધે ચર્ચાનો વિષય બનતી રહે છે. આ ફિલ્મ રામાયણની વાર્તા આધારિત ફિલ્મ છે, જે સતત વિવાદો સાથે ઘેરાયેલી જોવા મળતી રહે છે.

આદિપુરુષ
આદિપુરુષ

હાલ આ ફિલ્મને લઈને વીરેન્દ્ર સેહવાગ દ્વારા ટ્વીટ કરેલુ રીએક્શન હાલ સોસીયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યું છે, જેમાં સેહવાગ દ્વારા કેહવામાં આવ્યું છે કે “હવે ખબર પડી કે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો”. આ ફિલ્મમાં ડાયલોગ્સમાં બદલાવ અને ઘણી ઘટનાઓને કારણે ફિલ્મ નિર્માતાઓ અને દિગ્દર્શકોને સતત ચાહકોની ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આદિપુરુષ ફિલ્મનું બજેટ 600 કરોડ આસપાસ માનવામાં આવી રહ્યું છે, આ ફિલ્મનું ડીરેક્શન ઓમ રાઉત દ્વારા કરવામાં આવેલુ છે, સ્ટાર કાસ્ટની વાત કરીએ તો રામની ભૂમિકામાં પ્રભાસ જોવા મળી રહ્યો છે, અને સીતાજીની ભૂમિકામાં કૃતિ સેનન જોવા મળી રહી છે, જો રાવણની વાત કરીએ તો રાવણની ભૂમિકામાં સૈફઅલી ખાન જોવા મળી રહ્યો છે.

મહત્વનું છે કે આ ફિલ્મમાં બોલવામાં આવેલ ડાયલોગ્સ પર ઘણો વિવાદ થયો હતો, અને ત્યારબાદ આ ફિલ્મના ડાયલોગ્સ બદલવામાં આવ્યા હતા, ડાયલોગ્સ બદલવા છતાં આદિપુરુષ ફિલ્મ પ્રેક્ષકોને થીયેટર સુધી લાવવામાં નિષ્ફળ રહી હતી અને આ ફિલ્મનું કલેક્શન દિવસે ને દિવસે ઘટતું જોવા મળી રહ્યું છે.

આ પણ ખાસ વાંચો :

કપિરાજને લાગ્યો પાણીપુરીનો ચસ્કો : લારી પર બેસીને ખાધી પાણીપુરી

વીજળીનો વરસાદ : વીજળીના ચમકારા તો બહુ જોયા હશે તો હવે જુવો આ વીજળીનો વરસાદ

WhatsAppનું નવું ફ્યુચર : યુવતીઓ માટે ખુબજ લાભદાયી

આદિપુરુષની બોક્સ ઓફીસ પર શરૂઆત જોરદાર રહી હતી, ફિલ્મ રીલીઝ થયા બાદ ફિલ્મના ડાયલોગ્સ તેમજ ફિલ્મમાં રહેલ VFX ને લીધે પણ ચાહકોમાં ઘણી નારાજગી જોવા મળી હતી. આ વિવાદોને લીધે આદિપુરુષ ફિલ્મના કલેક્શનને પણ ઘણો મોટો ફટકો પડ્યો. આવી સ્થિતિમાં મેકર્સ દ્વારા ફિલ્મની ટીકીટના ભાવ ઘટાડવામાં આવ્યા હતા છતાં પણ ચાહકોને થીયેટર સુધી પોહ્ચાડવામાં નિષ્ફળ રહ્યા હતા.

મેકર્સે ઘટાડયા ટિકિટના ભાવ

ફિલ્મના વિવાદ વચ્ચે હાલ કૃતિ સેનન પર લોકો ભડક્યા છે, જેનું કારણ એ છે કે હાલમાં જ સોશિયલ મીડિયા પર કૃતિ સેનન નો શોર્ટ્સ પેહરેલી જોવા મળે છે. જે ઇન્સ્ટાગ્રામના વાયરલ ભાયાણી એકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે.

કૃતિ સેનન ફરી ટ્રોલ

આવી સ્થિતિમાં આ વીડિયો સામે આવ્યા બાદ લોકો દ્વારા કૃતિ સેનન પર બળાપો કાઢી રહ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે રામાનંદ સાગરની રામાયણમાં દીપિકા ચીખલિયા દ્વારા માતા સીતાનું પાત્ર ભજવ્યું હતું, જે આજે પણ ચર્ચાનો વિષય છે અને દીપિકા ચીખલીયાની દરેક હરકતો પર લોકો એમને માતા સીતા સાથે સરખામણી કરવા લાગે છે અને આવી સ્થિતિમાં કૃતિ સેનન હવે શોર્ટ્સ પહેરીને બહાર જોવા મળી હતી. હાલ વાયરલ થઈ રહેલા વીડિયોને લોકો પસંદ નથી કરી રહ્યા અને કોમેન્ટમાં ખરી-ખોટી સંભળાવી રહ્યા છે.

Leave a Comment