આજનું રાશિફળ : આ રાશિના જાતકોને થઇ શકે છે ધન વર્ષા

આજનું રાશિફળ : આજનું પંચાંગ તારીખ – 01 ઓગસ્ટ 2023, મંગળવાર. તિથી – સુદ પૂનમ. નક્ષત્ર – ઉત્તરાશાઢા, યોગ – પ્રીતિ, કરણ – વિષ્ટિ, સૂર્ય રાશી – કર્ક, ચંદ્ર રાશિ – મકર.

આજનું રાશિફળ

મેષ (અ.લ.ઈ):

મેડીકલ ક્ષેત્રમાં જોડાયેલા લોકો માટે દિવસ ખુબ જ સારો છે. મહત્વપૂર્ણ કર્યો માટે શારીરિક અને માનશીક રીતે તૈયાર રહેશો. આ સમયે તમને વ્યવસાયમાં ઉત્તમ ઓર્ડર મળી શકે છે. વિદ્યાર્થી વર્ગે અભ્યાસમાં ધ્યાન આપવું, આવકની સ્થિતિ સારી રહેશે.

 • અનુકુળ સંખ્યા: 5
 • અનુકુળ રંગ: ગુલાબી
 • રાશિ સ્વામી: મંગળ
 • રાશિ અનુકુળ દિવસ: મંગળવાર, ગુરુવાર અને રવિવાર

વૃષભ (બ.વ.ઉ):

ધર્મ કાર્યમાં પૈસા ખર્ચી શકો છો, છેલ્લા ઘણા દિવસોની ચિંતા હતી તેમાંથી તમને રાહત મળશે, ધંધામાં આવક અને ખર્ચ બંનેમાં સંતુલન જાળવવું પડશે. આજે પિતૃ કૃપાથી ઈચ્છાઓ પૂર્ણ થઇ શકે.

 • અનુકુળ સંખ્યા: 2
 • અનુકુળ રંગ: પીળો
 • રાશિ સ્વામી: શુક્ર
 • રાશિ અનુકુળ દિવસ: શુક્રવાર, બુધવાર અને શનિવાર

મિથુન (ક.છ.ઘ):

દિવસની શરૂઆત નવી ઉર્જા સાથે કરશો, તમારા ગુસ્સા પર કાબુ રાખવો, જૂની સમસ્યા ફરી ઉભરી આવવાથી તમે દબાણમાં રહી શકો, જો તમે કોઈ નવું સાહસ કર્યું છે તો વધુ મેહનત કરવી પડશે. સ્વાસ્થ્ય બાબત ધ્યાન રાખવું.

 • અનુકુળ સંખ્યા: 4
 • અનુકુળ રંગ: ગુલાબી
 • રાશિ સ્વામી: બુધ
 • રાશિ અનુકુળ દિવસ: મંગળવાર, ગુરુવાર અને રવિવાર

કર્ક (ડ.હ):

બેંકિંગ અને ફાયનાન્સ સાથે જોડાયેલા લોકો માટે દિવસ ખુબજ સારો છે, સમાજમાં તમારી છબી સુધરતી જણાય, બિઝનેશ મહિલાઓ તેમના ક્ષેત્રમાં સફળતા મળે, ભાઈ કે મિત્રની મદદથી અટકેલા પૈસા પરત મળી શકે.

 • અનુકુળ સંખ્યા: 6
 • અનુકુળ રંગ: સ્કાય બ્લુ
 • રાશિ સ્વામી: ચંદ્ર
 • રાશિ અનુકુળ દિવસ: સોમવાર, મંગળવાર અને ગુરુવાર

સિંહ (મ.ટ):

આજે તમને સારા એવા સમાચાર મળી શકે છે, યુવાનોને તેમની કારકિર્દીને લગતા મહત્વપૂર્ણ નિર્ણય લેવા પડી શકે, આજે તમારા મનને શાંત રાખો, આજે તમારે કોઈની મદદ કરવી પડે, આજે વ્યપાર ધંધામાં સારા ઓર્ડર મળી શકે.

 • અનુકુળ સંખ્યા: 9
 • અનુકુળ રંગ: વાદળી
 • રાશિ સ્વામી: સૂર્ય
 • રાશિ અનુકુળ દિવસ: રવિવાર, મંગળવાર અને ગુરુવાર

કન્યા (પ.ઠ.ણ):

સંતાન સ્વાસ્થ્યની ચિંતા તમને પરેશાન કરી શકે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, ગ્રહોની સ્થિતિ તમને કોઈ વિશેષ સિધ્ધિ આપવા માટે તૈયાર છે, અચનાક ધન વર્ષા લાભની શક્યતાઓ છે. તમારા કાર્યોને સરળ રીતે પર પાડો.

 • અનુકુળ સંખ્યા: 3
 • અનુકુળ રંગ: ક્રીમ
 • રાશિ સ્વામી: બુધ
 • રાશિ અનુકુળ દિવસ: બુધવાર, શુક્રવાર અને શનિવાર

તુલા (ર.ત):

સરકારી સેવા સાથે જોડાયેલા લોકોએ ધરજ અને શાંતિથી કામ કરવું જોઈએ. થાકને કારણે નબળાઈ આવી શકે, વડીલોની અવગણના ન કરવી. વ્યવસાયિક પ્રવુતીઓ માટે સમય અનુકુળ નથી.

 • અનુકુળ સંખ્યા: 1
 • અનુકુળ રંગ: સફેદ
 • રાશિ સ્વામી: શુક્ર
 • રાશિ અનુકુળ દિવસ: શુક્રવાર, શનિવાર અને બુધવાર

વૃશ્ચિક (ન.ય):

તમે તમારી ચતુરાઈથી મુશ્કેલ કામ સરળતાથી કરી શકો, ટેકનીકલ ક્ષેત્ર સાથે જોડાયેલ લોકોને સારી સફળતા મળે, વ્યપાર ધંધામાં સુધારો થતો જોવા મળે.

 • અનુકુળ સંખ્યા:
 • અનુકુળ રંગ: ધેરો પીળો
 • રાશિ સ્વામી: મંગળ
 • રાશિ અનુકુળ દિવસો: મંગળવાર, ગુરુવાર અને રવિવાર

આ પણ ખાસ વાંચો:

GSRTC : ગુજરાત ST બસના ભાડામાં વધારો, જાણો નવા ભાવ

મેરી માટી મેરા દેશ સર્ટીફીકેટ ડાઉનલોડ કરો અહીંથી

વરસાદની આગાહી : આ જિલ્લાઓમાં પડી શકે છે ભારે વરસાદ

લોથલ : વિશ્વનું સૌથી મોટું નેશનલ મેરીટાઈમ હેરીટેઝ મ્યુઝીયમ લોથલમાં બનશે

ખેડૂતલક્ષી નિર્ણય : ગુજરાત સરકારે જમીનોના કબજાહક્ક માટે લીધો મહત્વનો નિર્ણય

ધન (ભ,ધ,ફ,ઢ):

જીવનસાથી સાથે રોમેન્ટિક સમય પસાર થશે, બીજાની ખામીઓ ન જુઓ, નજીકના માણસોથી સારા સમાચાર મળી રહે, આજે વધારાની જવાબદારી તમારા પર રહે. સ્વાસ્થ્ય જાળવવું.

 • અનુકુળ સંખ્યા: 2
 • અનુકુળ રંગ: વાદળી
 • રાશિ સ્વામી: બૃહસ્પતિ
 • રાશિ અનુકુળ દિવસો:ગુરુવાર અને રવિવાર

મકર (ખ,જ):

અટકેલા કામો આજે પુરા થઇ શકે, તમારું કામ શાંતિ અને ધીરજ થી કરો, કોઈ મહત્વપૂર્ણ ઘટના માટે તૈયાર રહો, આવકના સ્ત્રોત ઓછા રેહવાની સંભાવના છે. આજે કોઈ પણ પ્રકારનું જોખમ લેવું નહિ.

 • અનુકુળ સંખ્યા: 6
 • અનુકુળ રંગ: લીલો
 • રાશિ સ્વામી: શનિ
 • રાશિ અનુકુળ દિવસ: શનિવાર, બુધવાર અને શુક્રવાર

કુંભ (ગ, શ,ષ)

તમારે વિચાર્યા વિના મોટા નાણાકીય વ્યવહાર કરવા નહિ, સમય પ્રમાણે તમારા સ્વભાવને બદલી શકો, કરિયર સબંધિત પ્ર્વુતીઓ માટે સારો સમય છે. વધારાની જવાબદારી લેવાને બદલે તેને ન કરવાનું શીખો. મશીનરી કામકાજ માં થોડી અડચણ આવી શકે.

 • અનુકુળ સંખ્યા: 1
 • અનુકુળ રંગ: કેસરી
 • રાશિ સ્વામી: શનિ
 • રાશિ અનુકુળ દિવસ: બુધવાર, શુક્રવાર અને શનિવાર

મીન (દ,ચ,ઝ,થ):

કામ સમયસર પૂર્ણ કરવાનું દબાણ રહે, પરંતુ તમે દબાણ હેઠળ તમે વધારે સારું કાર્ય કરી શકો, પૈતૃક સંપતી મળવાની સંભાવના છે, જો તમે કોઈ રોકાણ કરવા માંગતા હોય તો તેમાં વિલંબ ન કરવો, વ્ય્પારમાં સ્થિતિ સારી રહેશે.

 • અનુકુળ સંખ્યા: 6
 • અનુકુળ રંગ: નારંગી
 • રાશિ સ્વામી: બૃહસ્પતિ
 • રાશિ અનુકુળ દિવસ: ગુરુવાર, સોમવાર અને મંગળવાર
આજનું રાશિફળ
આજનું રાશિફળ

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. GujaratiTak.com આની પુષ્ટિ કરતુ નથી.

Leave a Comment