TMKOC : શું 6 વર્ષ બાદ દયાભાભીની શોમાં થશે વાપસી! સુંદરે આપ્યા ગુડ ન્યુઝ

TMKOC : શું ખરે ખર “તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા” શોમાં દયાભાભી પરત ફરી રહ્યા છે? ખુદ સુંદરે આપ્યા જેઠાલાલને ગુડ ન્યુઝ, જાણો શું છે હકીકત.

Table of Contents

TMKOC

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ટેલીવિઝન પરનો સૌથી લોક પ્રિય શો છે, છેલ્લા 15 વર્ષથી આ ટેલીવિઝન સિરિયલ દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે, તેમાં શંકા ને કોઈ સ્થાન નથી, સંપૂર્ણ ફેમીલી સાથે બેસીને આનંદ માંણી શકાય તેવો આ કાર્યક્રમ છે. આ સિરિયલ દ્વારા ઘણા કલાકારોને પોતાની ઓળખ મળી છે, તે કેહવું ખોટુ નથી, તેમાંનું એક પાત્ર દયાભાભીનું છે જે છેલ્લા 6 વર્ષથી આ શો માંથી ગાયબ છે. દયાભાભીનું પાત્ર મૂળ ગુજરાતી દિશા વાકાણી એ ભજવ્યું છે. તેમને આ શો પ્રેગ્નેન્શી દરમિયાન છોડેલો હતો, ત્યારબાદ એ ફરીથી આ શોમાં દેખાયા નથી.

હવે ફરીથી એક વાર ચર્ચા એ જોર પકડ્યું છે કે દયાબેનની 6 વર્ષે શોમાં વાપસી થઇ રહ્યું છે, ખરે ખર આ વાતનો અંદાજો એ પરથી લગાવી શકાય છે કે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ના લેટેસ્ટ એપિસોડમાં સુંદર જેઠાલાલને ગુડ ન્યુઝ આપી રહ્યો છે અને કહી રહ્યો છે કે મારી બહેન દિવાળી પર પાછી આવી રહી છે. આ બધા સમાચારો વચ્ચે ‘તારક મહેતા’ના ઓફિશિયલ સોસીયલ મીડિયા પેજ પર એક મીમ શેર કરવામાં આવી છે. પોસ્ટમાં દિશાનો રીલ અને સાચો ભાઈ મયુર વાકાણી કહેતો જોવા મળે છે કે મારી વહાલી બહેન… આવશે?

હવે એ જોવાનું રહ્યું કે શોમાં દયાબેન પરત ફરી રહ્યા છે કે મેકર્સ દ્વારા દયાભાભીના રોલ માટે કોઈ નવો ચેહરો શોધી કાઢ્યો છે, હવે તે સમય આવે પછી જ સાચી ખબર પડશે.

થોડા સમય પેહલા અસિત મોદી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નવા દયાબેનની શોધ ખોળ ઘણી વાર થઇ હતી, પણ જે રીતે દિશા વાકાણી દ્વારા આ પાત્ર ભજવવામાં આવ્યું છે તેમ તેનું સ્થાન લેવું કોઈ સહેલુ નથી. પરંતુ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના નવા એપીસોડની વાત કરીએ તો જેઠાલાલ દયાબેનને ઘણા મિસ કરી રહ્યા છે અને દયાબેનને ગોકુલધામ સોસાયટીમાં પાછા જોવા માંગે છે. જેઠાલાલે દયાબેનની વાપસી અંગેની જીદ પકડી છે. જેના પર સુંદર કેહતો જોવા મળે છે કે દયાબેન જલ્દી ગોકુલધામ સોસાયટીમાં પરત ફરશે.

આ પણ ખાસ વાંચો:

TMKOC : બબીતાજીનો વરસાદમાં મજા લેતો વિડીયો વાયરલ

ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ ફિલ્મનું ટીઝર લોન્ચ 12 ભાષામાં થશે રીલીઝ

OMG 2 Trailer : સેન્સર બોર્ડે મુક્યો પ્રતિબંધ, જાણો ચોકાવનારું કારણ

આદિપુરુષ : વીરેન્દ્ર સેહવાગનું રીએક્શન વાયરલ

Leave a Comment