ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ ફિલ્મનું ટીઝર લોન્ચ 12 ભાષામાં થશે રીલીઝ

ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ ફિલ્મનું ઓફીશયલ ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે, આ ફિલ્મ 12 ભાષામાં થશે રીલીઝ. આ ફિલ્મ ગુજરાતના સોમનાથ મંદિર પર મહમુદ ગઝનવીએ કરેલા હુમલા પર આધારિત છે.

ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ

ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથના નિર્માતાએ આ ફિલ્મનું એનીમેટેડ ટીઝર શનિવારના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું, આ ફિલ્મ ટોટલ 12 ભાષામાં રીલીઝ કરવામાં આવશે. આ એનીમેટેડ ટીઝર લોન્ચ કરીને ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી.

The Battle Story of Somnath

“ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ” અનુપ થાપા દ્વારા લખાયેલ અને નિર્દેશિત. આ ફિલ્મ મહમૂદ ગઝનીના સોમનાથ આક્રમણની સત્ય ઘટના પર આધારિત છે. આ સમગ્ર ભારતમાં ફિલ્મ હિન્દી અને તેલુગુમાં બનાવવામાં આવશે અને તે 2 ઇડિયટ્સ ફિલ્મ્સના બેનર હેઠળ 12 ભાષાઓમાં રિલીઝ થશે, જેનું નિર્માણ મનીષ મિશ્રા દ્વારા કરવામાં આવ્યું છે અને રણજિત શર્મા દ્વારા સહ નિર્માતા છે.

Video Source From: @2idiotfilms YouTube Channel

ગુજરાત રાજ્યના સોમનાથ મંદિરના ઇતિહાસ પર બનાવવામાં આવેલી ફિલ્મ ‘ધ બેટલ ઓફ સોમનાથ’નું એલાન થઈ ગયું છે. ફિલ્મ વિશ્લેષક તરણ આદર્શે ટ્વિટ કરીને ફિલ્મ અંગેની માહિતી શેર કરી છે. આ સાથે જુઓ જાહેરાત વીડિયો. આ ફિલ્મ હિન્દી, તેલુગુ સિવાય ગુજરાતી ભાષામાં પણ રિલીઝ થશે.

આપ સૌને ટીઝર પ્રમાણે જણાવીએ કે આ ટીઝરમાં નિર્માતાઓ દ્વારા ભગવાન શિવના પ્રથમ જ્યોર્તિલિંગની કથા દર્શાવી છે, એવું કેહવામાં આવે છે કે સતયુગમાં ચંદ્રદેવે તેને સોનામાંથી બનાવ્યું હતું, આ પછી રાવણે ત્રેતા યુગમાં તાંબાનું બનાવેલું અને પછી દ્વાપરયુગમાં તેને લાકડાનું બનાવ્યું હતું.

આ પણ ખાસ વાંચો:

OMG 2 Trailer : સેન્સર બોર્ડે મુક્યો પ્રતિબંધ, જાણો ચોકાવનારું કારણ

આદિપુરુષ : વીરેન્દ્ર સેહવાગનું રીએક્શન વાયરલ

ફિલ્મની વાર્તા મહમુદ ગઝનવી દ્વારા સોમનાથ મંદિર પર કરાયેલા હુમલાની આસપાસ વણાયેલી છે. આ ટીઝરમાં દર્શાવામાં આવ્યું છે કે ઇતિહાસમાં આ એકમાત્ર યુદ્ધ હતું કે જે સામાન્ય લોકોએ સાથે મળીને લડ્યું હતું. આ યુધમાં 50 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ
ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ

ત્યાર બાદ આ ટીઝરમાં પુનનિર્માણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એવું કેહવાય છે કે મહમુદ ગઝનવીએ 20 લાખ દીનારની સંપતી લુટી હતી, આ સાથે તેણે મંદિરની મૂર્તિઓ અને જ્યોર્તિલિંગને નુકસાન પોહ્ચાડ્યું હતું, ફિલ્માં દર્શાવામાં આવ્યું છે કે તેનું નવીનીકરણ ભારતના ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

Leave a Comment