Taali ટીઝર લોન્ચ : સુષ્મિતા સેન ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટ શ્રીગૌરી સાવંતની ભૂમિકા ભજવી

Taali ટીઝર લોન્ચ : JIOCinema પર 15 ઓગષ્ટથી પ્રસારિત થનારી વેબ સીરીઝ Taali માં સુષ્મિતા સેન ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટ શ્રીગૌરી સાવંતની ભૂમિકા ભજવી.

Taali ટીઝર લોન્ચ

સુષ્મિતા સેન ફરીથી એકવાર સોનેરી પડદે પરત ફરી રહી છે, પણ આ વખતે તે OTT પ્લેટફોર્મ પર જોવા મળશે, તાજેતરમાં જ 29 જુલાઈ ના રોજ તેની નવી વેબ સીરીઝ “તાલી” (Taali)નું ઓફિશ્યલ ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું, દર્શકો આ વેબ સીરીઝ JIOCinema પર 15 ઓગષ્ટથી નિહાળી શકશે.

શ્રી ગૌરી સાવંત વિષે

શ્રી ગૌરી સાવંત વિષે વાત કરીએ તો તેણીએ 2000 માં સખી ચાર ચોઘી ટ્રસ્ટની સ્થાપના કરી, તે ટ્રાન્સજેન્ડર લોકોના દત્તક અધિકારો માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરનાર પ્રથમ ટ્રાન્સજેન્ડર કાર્યકર્તા બની હતી. તે સીમાચિહ્ન કેસમાં અરજદાર પણ હતી જ્યાં સુપ્રીમ કોર્ટે ટ્રાન્સજેન્ડરને ત્રીજા લિંગ તરીકે માન્યતા આપી હતી.

ટીઝરની શરૂઆત એક દમદાર ડાયલોગથી થાય છે. જેમા તે કહે છે કે, હું ગૌરી છું જેને કોઈ નપુંસક કહે છે તો કોઈ સામાજિક કાર્યકર. કોઈ તેને ડ્રામા કહે છે તો કોઈ તેને ગેમ ચેન્જર કહે છે.

રવિ જાધવ દ્વારા દિગ્દર્શિત, શ્રીગૌરી સાવંત પરની વેબ સીરીઝ જેમાં સુષ્મિતા સેન ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટ તરીકે અભિનય કરે છે, તે સ્વતંત્રતા દિવસના અવસરે JIOCinema પર રિલીઝ થશે.

સુષ્મિતા સેન ઘણા લાંબા સમય સુધી બોલિવૂડના પડદે દુર રહી હતી. પરંતુ OTT પ્લેટફોર્મ આવ્યા બાદ તેના કરિયરમાં નવી ઉડાન આવી છે. સુષ્મિતા સેને ‘આર્ય’ સિરીઝથી કમબેક કર્યુ. આ સિરીઝ સુપરહિટ સાબિત થઈ હતી. ‘આર્ય’ માં જવલંત સફળતા મળ્યા પછી ફરી સુષ્મિતા એક નવી સિરીઝ લઈને આવી રહી છે. આ નવી વેબ સીરીઝ ‘તાલી’માં સુષ્મિતા ટ્રાન્સજેન્ડર તરીકે જોવા મળી રહી છે. સીરિઝનું ટીઝર રિલીઝ થઈ ગયું છે.

આ નવી વેબ સીરીઝ “તાલી” ની વાત કરીએ તો સુષ્મિતા સેન આ ટીઝરમાં જોરદાર ડાયલોગ બોલતી જોવા મળે છે, અને તેની એક્ટિંગ પણ જબરદસ્ત લાગી રહી છે, ડાયલોગની વાત કરીએ તો ટીઝરની શરૂઆતમાં સુષ્મિતા કહે છે – હું ગૌરી, જેને કેટલાક નપુંસક કહે છે તો કોઈ સામાજિક કાર્યકર. કેટલાક નૌટંકી બોલાવે છે તો કેટલાક ગેમ ચેન્જર “ગાલી શે તાલી” અને ત્યાર બાદ એ કહે છે કે સ્વાભિમાન, સન્માન અને સ્વંત્રતા આ ત્રણેય મારે જોઈએ. જે લોકો પોતાની અસલિયત દેખાડવાથી ડરે છે, તે કોઈ દિવસ જીતતા નથી.

આ પણ ખાસ વાંચો :

Gadar 2 Trailer Release : ગદર 2 ફિલ્મનું ટ્રેલર રીલીઝ, સની દેઓલ જોવા મળ્યો એક્શન મોડમાં

LIC જીવન કિરણ પોલિસી : LIC લોન્ચ કરી નવી પોલિસી, સુરક્ષાની સાથે મેચ્યોરિટી પર મળશે પૂરી પ્રીમિયમની રકમ

Leave a Comment