સ્વાગત પોર્ટલ : નાગરિકોની ઓનલાઈન રજૂઆતો માટેનું પોર્ટલ લોન્ચ થયું

સ્વાગત પોર્ટલ : નાગરિકોની ઓનલાઈન રજૂઆતો માટેનું સ્વાગત પોર્ટલ લોન્ચ થયું, સ્વાગત ઓનલાઈનના વિવિધ સોશિયલ મીડિયા પેજ પણ શરૂ કરવામાં આવ્યા.

સ્વાગત પોર્ટલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જુલાઈ મહિનાનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો. જેની ઓફીસ્યલ વેબ પોર્ટલ https://swagat.gujarat.gov.in/ છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે નાગરિકોની ઓનલાઈન રજૂઆતો માટેના પોર્ટલનું લોન્ચિંગ કરવામાં આવ્યુ. ટેક્નોલોજીના આ યુગમાં લોકોના પ્રશ્નોનું ઓનલાઈન નિવારણ થાય તે માટે આ સ્વાગત ઓનલાઈનના Facebook, Twitter, Instagram અને Kooના સોશિયલ મીડિયા પેજ પણ શરુ કરવામાં આવ્યા છે, તેનો પણ મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો હતો.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સામાન્યમાં સામાન્ય માનવીની રજૂઆત, ફરિયાદનું ન્યાયી અને સમયસર નિવારણ થાય તે જોવાનો જિલ્લા અધિકારીઓને અનુરોધ કર્યો છે. આ સંદર્ભમાં શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, પ્રજાજનોના પ્રશ્નો, સમસ્યાઓની રજૂઆતોના વાજબી નિરાકરણ માટે ટેક્નોલોજીના ઉપયોગથી શરૂ થયેલો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ હવે કોરોના સંક્રમણની સ્થિતી હળવી થતાં નિયમીત પણે યોજાય તે પણ જરૂરી છે.

સ્વાગત પોર્ટલ
સ્વાગત પોર્ટલ

રાજ્યના નાગરિકો-જનતા જનાર્દનની ફરિયાદો રજૂઆતોના ટેક્નોલોજીના માધ્યમથી સંવાદ-માર્ગદર્શન દ્વારા નિવારણનો આ ‘‘સ્ટેટ વાઇડ એટેન્શન ઓન પબ્લીક ગ્રિવન્સીસ બાય એપ્લીકેશન ઓફ ટેક્નોલોજી’’ (SWAGAT) સ્વાગત કાર્યક્રમ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના તેમના મુખ્યમંત્રી પદ કાળ દરમ્યાન 2003 થી શરૂ કરાવેલો છે.

Facebook, Twitter, Instagram અને Kooના સોશિયલ મીડિયા પેજની વાત કરીએ તો રાજ્યના નાગરિકોની રજૂઆતોના ત્વરિત અને અસરકારક નિરાકરણની સફળ વાતો લોકો સુધી પહોંચે, તે હેતુથી સ્વાગત પોર્નાટલના આ સોશિયલ મીડિયા પેજ ઉપયોગી બની રહેશે. એટલું જ નહીં, લોકોમાં જાગૃતિ આવે તથા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ થકી સ્થાનિક વહીવટી તંત્ર સાથે જોડાઇને લોકો સમસ્યાનું સુખદ સમાધાન મેળવે તેવા આશયે તાલુકા સ્વાગતમાં રજૂઆતો માટેનું ઓનલાઈન પોર્ટલ પણ ઉપયુક્ત બનશે.

હવે આગામી રાજ્ય સ્વાગત કાર્યક્રમ તા. 24/08/2023 માન. મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ૩:૦૦ વાગે યોજાશે. તેમજ જીલ્લા સ્વાગત કાર્યક્રમ તા. 24/08/2023 જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને સવારે ૧૧:૦૦ કલાકથી બપોરે ૧:૦૦ કલાક સુધી યોજાશે. અને તાલુકા સ્વાગત કાર્યક્રમ તા. 23/08/2023 પ્રાંત અધિકારીશ્રી/વર્ગ-૧ના અધિકારીશ્રીના અધ્યક્ષપદે સવારે ૧૧:૦૦ કલાકથી યોજાશે.

આ પણ ખાસ વાંચો :

LIC જીવન કિરણ પોલિસી : LIC લોન્ચ કરી નવી પોલિસી, સુરક્ષાની સાથે મેચ્યોરિટી પર મળશે પૂરી પ્રીમિયમની રકમ

તમારી પાસે સ્ટાર નિશાની વાળી ₹500 ની નોટ શું નકલી છે? જાણો RBI શું કહે છે

રાજ્યના નાગરિકો પોતાની ફરિયાદ અથવા પ્રશ્નની સ્વાગત પોર્ટલ પર ઇ-મેઈલ આઇડી અને મોબાઈલ નંબર સાથે 2000 શબ્દોની મર્યાદામાં રજૂઆત કરી શકશે. આ માટે દર મહિનાના ચોથા બુધવારે યોજાતા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં 1થી 10 તારીખ સુધીમાં ઓનલાઇન એન્ટ્રી કરાવવાની રહેશે.

ઓનલાઇન એન્ટ્રી બાદ જનરેટ થયેલ નંબરના ઉપયોગ દ્વારા અરજદાર પોતાની અરજીનું સ્ટેટસ ઓફીસ્યલ વેબ પોર્ટલ https://swagat.gujarat.gov.in/ પરથી જાણી શકશે. ઉલ્લેખનીય છે કે લોકોની ફરિયાદો, રજૂઆતોના ઓનલાઈન નિવારણ માટે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાય છે અને તેનું ટેક્નોલોજીના માધ્યમથી નિરાકરણ કરવામાં આવે છે.

વધુમાં જાણીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જુલાઈ મહિનાના રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં નવ જેટલી રજૂઆતો પ્રત્યક્ષ સાંભળી હતી અને સરકારના વિભાગો તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને ત્વરિત નિવારણ માટેની સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીએ અધિકારીઓને સ સમસ્યાના નિવારણમાં વિલંબ ન થાય અને અરજદારને સમયસર, ઝડપી ન્યાય મળે તે માટે જરૂરી પગલા લેવા આદેશ પણ કર્યા હતા. તેમણે તે પણ જણાવ્યું હતું કે સરકાર, પક્ષ કે વિભાગો વચ્ચેના સંકલનના અભાવે અરજદારને તકલીફ ન પડવી જોઈએ.

મહત્વનું છે કે જુલાઈ મહિનામાં યોજાયેલા ગ્રામ, તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્વાગત મળીને કુલ 6,363 રજૂઆતો આવી હતી, તેમાંથી 82.49 ટકા એટલે કે 5,249 સમસ્યાનો ઉકેલ લાવી દેવાયો છે. આ મહિનાના રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ પંકજ જોશી તેમજ સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા.

સ્વાગત પોર્ટલ FAQs:

સ્વાગત પોર્ટલ પર અરજી કઈ રીતે કરી શકાશે?

રાજ્યના નાગરિકો પોતાની ફરિયાદ અથવા પ્રશ્નની સ્વાગત પોર્ટલ પર ઇ-મેઈલ આઇડી અને મોબાઈલ નંબર સાથે 2000 શબ્દોની મર્યાદામાં રજૂઆત કરી શકશે.

સ્વાગત પોર્ટલ પર એન્ટ્રી ક્યારે કરી શકાશે?

આ માટે દર મહિનાના ચોથા બુધવારે યોજાતા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં 1થી 10 તારીખ સુધીમાં ઓનલાઇન એન્ટ્રી કરાવવાની રહેશે.

સ્વાગત પોર્ટલ પર કરેલ અરજીનું સ્ટેટ્સ કઈ રીતે જાણી શકાશે?

ઓનલાઇન એન્ટ્રી બાદ જનરેટ થયેલ નંબરના ઉપયોગ દ્વારા અરજદાર પોતાની અરજીનું સ્ટેટસ ઓફીસ્યલ વેબ પોર્ટલ https://swagat.gujarat.gov.in/ પરથી જાણી શકશે.

સ્વાગત કાર્યક્રમ ક્યારે યોજાશે?

રજૂઆતોના ઓનલાઈન નિવારણ માટે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાય છે અને તેનું ટેક્નોલોજીના માધ્યમથી નિરાકરણ કરવામાં આવે છે.

સ્વાગત પોર્ટલ ની ઓફીસ્યલ વેબસાઈટ કઈ છે?

સ્વેવાગત વેબ પોર્ટલ ની ઓફિશ્યલ વેબસાઈટનું નામ https://swagat.gujarat.gov.in/ છે.

Leave a Comment