Stuart Broad Retirement : ઈંગ્લેન્ડના દિગ્ગજ ક્રિકેટર સ્ટુઅર્ટ બ્રોડે નિવૃત્તિની જાહેરાત કરી

Stuart Broad Retirement : ટેસ્ટ ક્રિકેટમાં 600 થી વધુ વિકેટ લેનાર ઈંગ્લેન્ડના દિગ્ગજ ક્રિકેટર સ્ટુઅર્ટ બ્રોડે નિવૃત્તિની જાહેરાત કરી છે, હાલ ચાલી રહેલ એશિઝ સિરીઝની પાંચમી ટેસ્ટ મેચ તેની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ હશે.

Stuart Broad Retirement

હાલમાં સ્ટુઅર્ટ બ્રોડે ઈંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ઓવલ ખાતે રમાઈ રહેલી છેલ્લી ટેસ્ટ દરમિયાન એશિઝ સીરીઝમાં તેની 150 વિકેટ પૂરી કરીને ઈતિહાસ રચ્યો છે, અને આવું કરનાર તે પ્રથમ અંગ્રેજ બોલર બની ગયો છે. આ સમય દરમિયાન આ દિગ્ગજ ક્રિકેટર સ્ટુઅર્ટ બ્રોડે ઓવલ ખાતે રમાઈ રહેલી ટેસ્ટના ત્રીજા દિવસે સંન્યાસની જાહેરાત કરી હતી.

આ ફાસ્ટ બોલરે ઈંગ્લેન્ડ માટે 20 વર્ષની ઉંમરે ઓગસ્ટ 2006માં પાકિસ્તાન સામેની T20 મેચમાં ડેબ્યૂ કર્યું હતું, સ્ટુઅર્ટ બ્રોડ 37 વર્ષની ઉંમરે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી રહ્યો છે. એશિઝ સિરીઝની પાંચમી અને અંતિમ ટેસ્ટમાં રમી રહેલા બ્રોડે ઓવલ ખાતે ત્રીજા દિવસની રમત બાદ કહ્યું હતું કે તે તેની છેલ્લી ટેસ્ટ મેચ રમી રહ્યો છે અને આ મેચની સમાપ્તિ સાથે ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લેશે. તે ટેસ્ટ ક્રિકેટમાં 600 વિકેટ લેનારો બીજો ફાસ્ટ બોલર અને એકંદરે ચોથો બોલર છે.

સ્કાય સ્પોર્ટ્સ સાથે વાત કરતાં તેણે પોતાના નિર્ણય વિશે જણાવ્યું અને કહ્યું કે તેણે એક દિવસ પહેલા જ તેના પર અંતિમ નિર્ણય લીધો હતો. બ્રોડે કહ્યું કે તેણે તેના કેપ્ટન સ્ટોક્સને આ વિશે જણાવ્યું, ત્યારબાદ તેણે તેની ટીમ સાથે આ સમાચાર શેર કર્યા. બ્રોડે કહ્યું કે તે હંમેશા એશિઝમાં તેનું છેલ્લું ક્રિકેટ રમવા માંગતો હતો.

બ્રોડનો નિર્ણય આશ્ચર્યજનક હતો કારણ કે શ્રેણી પહેલા અને તે દરમિયાન તેના સાથી ઝડપી બોલર જેમ્સ એન્ડરસનની નિવૃત્તિ અંગે સતત ચર્ચા થતી હોય છે. 41 વર્ષીય જેમ્સ એન્ડરસન આ સિરીઝમાં સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો છે અને આવી સ્થિતિમાં તેને એન્ડરસનની છેલ્લી સિરીઝ માનવામાં આવી રહી હતી.

આ પણ ખાસ વાંચો :

Taali ટીઝર લોન્ચ : સુષ્મિતા સેન ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટ શ્રીગૌરી સાવંતની ભૂમિકા ભજવી

સ્વાગત પોર્ટલ : નાગરિકોની ઓનલાઈન રજૂઆતો માટેનું પોર્ટલ લોન્ચ થયું

LIC જીવન કિરણ પોલિસી : LIC લોન્ચ કરી નવી પોલિસી, સુરક્ષાની સાથે મેચ્યોરિટી પર મળશે પૂરી પ્રીમિયમની રકમ

Leave a Comment