શિવશક્તિ પોઈન્ટ : Chandrayaan 3 જ્યાં ઉતર્યું તે સ્થળ હવેથી શિવશક્તિ પોઈન્ટ તરીકે ઓળખાશે

શિવશક્તિ પોઈન્ટ : પીએમ મોદીએ કરી જાહેરાત, Chandrayaan 3 જ્યાં ઉતર્યું તે સ્થળ હવેથી શિવશક્તિ પોઈન્ટ તરીકે ઓળખાશે.

શિવશક્તિ પોઈન્ટ

બે દેશોની મુલાકાત લઈને ભારત ફરેલા પીએમ મોદી સીધા બેંગ્લોર એરપોર્ટ પર ઉતર્યા હતા. જે બાદ તેઓ વૈજ્ઞાનિકોને મળવા પહોચ્યા હતા જ્યાં વૈજ્ઞાનિકોને સંબોધિત કરતા તેમણે આ જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે માનવતાના કલ્યાણનો સંકલ્પ શિવમાં સમાયેલો છે અને શક્તિથી આપણને તે સંકલ્પને પરિપૂર્ણ કરવાની ક્ષમતા મળે છે.

એરપોર્ટની બહાર નાગરિકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ઢોલ-નગારા સાથે સ્વાગત કર્યું હતું, આ દરમિયાન પીએમ મોદીએ જનતાને સંબોધન કર્યું હતું. સંબોધન દરમિયાન પીએમ મોદીએ એક નવું સૂત્ર આપ્યું હતું “જય વિજ્ઞાન – જય અનુસંધાન“. પ્રધાનમંત્રી મોદીએ બેંગલુરૂમાં રોડ શો પણ કર્યો અને લોકોનું અભિવાદન સ્વીકાર્યું.

પીએમ મોદીએ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનો આભાર માન્યો હતો. ત્યાં આવેલા લોકોનો આભાર માનતા પીએમ મોદીએ કહ્યું કે આ અહીં પ્રવચનો કરવાનો સમય નથી, કારણ કે મારું મન વૈજ્ઞાનિકો સુધી પહોંચવા માટે ઉત્સુક છે, પરંતુ હું તમારો આભાર માનું છું કે બેંગલુરુના નાગરિકોમાં હજી પણ ચંદ્રયાન-3ની સફળતાનો ઉમંગ જીવંત છે.

ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેંગલુરૂમાં ચંદ્રયાન 3 મિશનમાં સામેલ ઈસરોના ચીફ સોમનાથ અને ટીમના અન્ય વૈજ્ઞાનિકોને મળ્યા હતા. પીએમ મોદીએ 23 ઓગષ્ટના રોજ ચંદ્રયાનના સફળ લેન્ડીંગ માટે સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, કોઈપણ સફળતા અંતિમ હોતી નથી, તેથી જે જગ્યા પર આપણા ચંદ્રયાન – 2ના પગના નિશાન પડ્યા હતા તે આજથી તિરંગા પોઈન્ટ તરીકે ઓળખાશે. આ તિરંગા પોઇન્ટ ભારતના દરેક તરસ્યા વ્યક્તિની પ્રેરણા બનશે. તે આપણને શીખવશે કે કોઈપણ નિષ્ફળતા છેલ્લી રહેશે નહીં. જો પ્રબળ ઈચ્છા શક્તિ હોય તો સફળતા અવશ્ય મળે છે.

આ પણ ખાસ વાંચો:

Jio Plan : Jio ના ગ્રાહકોને મોટો ઝટકો, કંપનીએ બંધ કર્યો આ સસ્તો પ્લાન

Gyan Sahayak Bharti 2023 : જ્ઞાન સહાયક ભરતી 2023, 4 સપ્ટેમ્બર સુધી કરી શકશો અરજી

હિન્દુસ્તાન પેટ્રોલીયમ કોર્પોરેશન લીમીટેડ ભરતી 2023 : 300 થી વધુ જગ્યાઓ પર ભરતી, 18 સપ્ટેમ્બર સુધી કરી શકશો અરજી

Leave a Comment