Russia Moon Mission : રશિયા પણ ચંદ્ર પર Luna25 મોકલશે, જાણો કેમ છે ખાસ Luna25

Russia Moon Mission : ઈસરોના ચંદ્રયાન 3 બાદ હવે રશિયા પણ ચન્દ્ર પર પોતાનું યાન મોકલશે, જેનું નામ છે Luna25, જે 10 ઓગસ્ટના રોજ લોન્ચ કરવામાં આવશે.

Table of Contents

Russia Moon Mission

હવે આમ જોવા જઈએ તો રશિયા મુન મિશન માટે ઉતાવળું બન્યું છે, ભારતના ચંદ્રયાન 3 ની સફળતા બાદ રશિયા પોતાનું પેહલું લુનર લેન્ડર મિશન લોન્ચ કરવા જઈ રહ્યું છે. રશિયા લગભગ 50 વર્ષ બાદ પોતાનું પહેલું મુન મિશન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે, એવા સમાચાર મળી રહ્યા છે કે 11 ઓગષ્ટના રોજ રશિયા પોતાનું લુનર લેન્ડર મિશનને લોન્ચ કરશે.

રશિયાની સ્પેસ એજન્સી રોસ્કોસ્મોસ (Roscosmos) ના કેહવા પ્રમાણે 1976 બાદ રશિયા પોતાનું લુના-25 મુન લેન્ડર મોસ્કોથી લગભગ 5550 કિમી પૂર્વ સ્થિત વોસ્તોચની કોસ્મોડ્રોમ ખાતેથી લોન્ચ કરશે.

રશિયન સ્પેસ એજન્સીના જણાવ્યા અનુસાર Luna25 મિશન ચંદ્રની સપાટી પર એક વર્ષ સુધી કામ કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગો અને અવલોકનો કરવામાં આવશે, એક અહેવાલ અનુસાર ચંદ્રના દક્ષીણ ધ્રુવની શોધખોળના લક્ષ્ય સાથે રશિયા તેના ચંદ્ર મિશનને શરુ કરવા માટે તૈયાર છે. આ પ્રદેશ ચંદ્રની સપાટી પર ભાવી માનવ હાજરી માટે નિર્ણાયક જળ સંસાધનોથી સમૃદ્ધ હોવાનું કેહવાય છે.

રશિયાના ચંદ્ર મિશનના અપેક્ષિત પ્રક્ષેપણથી હવે એ અટકળોને વેગ મળ્યો છે કે શું તે ચંદ્રના દક્ષીણ ધ્રુવ પર રોવર લેન્ડ કરનાર પ્રથમ રાષ્ટ્ર બનશે, રશિયા અને સ્પેસ એજન્સી, રોસકોસ્મોસે રોઈટર્સના પ્રશ્નોના જવાબમાં જણાવ્યું હતું કે તેનું Luna25 પાંચ દિવસમાં ચંદ્ર પર પહોચશે અને તેની નિર્ધારિત લેન્ડીંગ સાઈટસમાંથી એક પર ઉતરતા પેહલા ચંદ્રની ભ્રમણકક્ષામાં પાંચ થી સાત દિવસ પસાર કરશે તેવી અપેક્ષા છે.

Roscosmos એ પણ ભારપૂર્વક જણાવ્યું છે કે બંને મિશન માટે ચંદ્ર પર “પર્યાપ્ત જગ્યા” છે અને બે અવકાશયાન વચ્ચે અથડામણનું કોઈ જોખમ નથી. અવકાશ એજન્સીએ ઉમેર્યું હતું કે લુના-25 મિશન ચંદ્રની સપાટી પર એક વર્ષ સુધી કામ કરવાની યોજના છે, જેમાં વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગો અને અવલોકનો કરવામાં આવશે. તેનાથી વિપરીત, ચંદ્રયાન-3 મિશન બે અઠવાડિયા સુધી ચાલવાની ધારણા છે, જે સૂચવે છે કે તેનું ધ્યાન ચંદ્ર પર તેના મર્યાદિત સમય દરમિયાન ચોક્કસ પ્રયોગો પર રહેશે.

આ સમયે તમને જણાવી દઈએ કે ભારતીય સેપેસ એજન્સી ઈસરો દ્વારા 5 ઓગષ્ટના રોજ ચંદ્રયાન 3 ને ચંદ્રની ભ્રમણ કક્ષામાં પહોચાડી દીધું છે, ચંદ્રયાન 3 ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. 17 ઓગષ્ટના રોજ લેન્ડર મોડલ અને પ્રોપલ્શન મોડલ એક બીજાથી અલગ થશે અને 23 ઓગષ્ટે સાંજે 5 કલાક 45 મિનીટ પર ચંદ્રયાન 3 ચંદ્રના દક્ષીણ દૃવ પર સોફ્ટ લેન્ડીંગ કરવાનો પ્રયાસ કરશે.

Leave a Comment