Rs 2000 Notes Exchange Last Date Extended : 2000 રૂપિયાની નોટ બદલવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી

Rs 2000 Notes Exchange Last Date Extended : RBI એ 2000 રુપિયાની નોટ બદલવાની, જમા કરવાની સમય મર્યાદા 30 સપ્ટેમ્બર 2023થી વધારીને 7 ઓક્ટોબર 2023 કરી છે.

Rs 2000 Notes Exchange Last Date Extended

જો તમે અત્યાર સુધી રૂ. 2000ની નોટ બદલી ન શક્યા હોય તો રિઝર્વ બેન્કે તમને મોટી રાહત આપી છે. સેન્ટ્રલ બેંકે હવે 2000 રૂપિયાની નોટ બદલવાની સમયમર્યાદા 7 ઓક્ટોબર સુધી લંબાવી છે. જો તમે અત્યાર સુધી રૂ. 2000ની નોટ બદલી નથી શક્યા તો રિઝર્વ બેન્કે તમને મોટી રાહત આપી છે.

2000 રૂપિયાની જૂની નોટો બદલવા અને જમા કરાવવાની છેલ્લી તારીખ લંબાવીને 7 ઓક્ટોબર કરવામાં આવી છે. અત્યાર સુધી તેની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2023 હતી. તમને જણાવી દઈએ કે થોડા મહિના પહેલા ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર 2016એ દેશમાં નોટબંધીનું એલાન કર્યુ હતુ ત્યારે 500 અને 1000 ની નોટ ચલણમાં રદ કરી દેવાઈ હતી. સરકારના આ નિર્ણયથી દેશમાં ખૂબ હાહાકાર મચી ગયો હતો, પરંતુ બાદમાં નવી નોટ કરન્સી માર્કેટનો ભાગ બની. સરકારે 200, 500 અને 2000ની નોટ લોન્ચ કરી હતી પરંતુ હવે આમાંથી 2 હજારની નોટ પાછી મંગાવવામાં આવી છે, નવેમ્બર 2016માં નોટબંધી બાદ આગામી અમુક મહિનાઓ સુધી દેશમાં ખૂબ અફરાતફરીનો માહોલ બની રહ્યો હતો. લોકોને જૂની નોટ જમા કરાવવા અને નવી નોટ મેળવવા માટે બેન્કોમાં લાંબી લાઈનોમાં ઊભુ રહેવુ પડ્યુ હતુ.

આ પણ ખાસ વાંચો:

Asian Games 2023 Medal Tally : એશિયન ગેમ્સ 2023 મેડલ ટેલી, જાણો ક્યાં દેશે કેટલા મેડલ મેળવ્યા

Earthquake Alert On Mobile : ગુગલ દ્વારા ખાસ સર્વિસ લોન્ચ કરવામાં આવી, હવે ભૂકંપ આવે તે અગાઉ તમારા સ્માર્ટફોન પર મળી જશે ચેતવણી

RBI દ્વારા જાહેર એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, 8 ઓક્ટોબર, 2023થી બેંક શાખાઓમાં બે હજારની નોટ જમા લેવાનું અને બદલવાનું બંધ કરી દેવાશે. 8 ઓક્ટબર પછી RBIના 19 ઈશ્યૂ ઓફિસમાં એક વખતમાં 20 હજાર રુપિયા સુધીની 2000ની નોટ બદલી શકાશે. 8 ઓક્ટોબર પછી માત્ર RBIના 19 ઈશ્યૂ ઓફિસની મદદથી બે હજારની વધેલી નોટને પોતાના ખાતામાં જમા કરી શકાશે.

Rs 2000 Notes Exchange Last Date Extended
Rs 2000 Notes Exchange Last Date Extended

આરબીઆઈએ 1 સપ્ટેમ્બરે કહ્યું હતું કે મેથી અત્યાર સુધીમાં લગભગ 93 ટકા ચલણી નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી છે. બેંકો પાસેથી મળેલી માહિતી અનુસાર, 31 ઓગસ્ટ, 2023 સુધી ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવેલી 2000 રૂપિયાની નોટોની કુલ કિંમત 3.32 લાખ કરોડ રૂપિયા હતી.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment