રક્ષાબંધન 2023 : જાણો ક્યારે છે રક્ષાબંધન? 30 ઓગષ્ટ કે 31 ઓગષ્ટ, જાણો સંપૂર્ણ માહિતી

રક્ષાબંધન 2023 : ભાઇ-બહેનના પ્રેમના પ્રતિકનો તહેવાર રક્ષાબંધનની ઉજવણી આ વખતે ક્યારે કરવી તેની મુજવણ સર્જાઇ છે. આ વખતે ૩૦-૩૧ ઓગસ્ટ એમ બે દિવસ રક્ષાબંધન મનાવાશે.

રક્ષાબંધન 2023

આ વર્ષે બે દિવસ ઉજવાશે રક્ષાબંધન! જાણો રાખડી બાંધવાની યોગ્ય તારીખ અને શુભ મુહુર્ત, ઓગષ્ટ મહિનાના અંતમાં રક્ષાબંધન તેહવાર આવી રહ્યો છે, જેમાં પણ થોડી અસમંજસની સ્થિતિ સર્જાઈ છે, એટલે કે આ વખતે રક્ષાબંધન ક્યારે ઉજવવું, ખરેખર રક્ષાબંધન એ ભાઈ – બહેનના પ્રેમના પ્રતિક તરીકે ઉજવણી કરવામાં આવે છે.

રક્ષાબંધન 2023
રક્ષાબંધન 2023

ક્યારે છે રક્ષાબંધન?

આ વખતે શ્રાવણ સુદ પૂનમ 30 ઓગસ્ટ – બુધવારના સવારે 10:59 થી શરુ થાય છે અને તે ૩૧ ઓગસ્ટ – ગુરુવારના રોજ સવારે 07:06 સુધી છે. આ ઉપરાંત બુધવારના રોજ વિષ્ટિ રાત્રે 09:02 વાગ્યા સુધી છે, રાખડી બાંધવા માટે વિષ્ટિ કારણ ને મુહૂર્તમાં લેવાતું નથી છતાં કોઈ અનિવાર્ય કરણસર વિષ્ટિ ના પૂંછ ના સમય ને ધ્યાનમાં લેવામાં પણ આવે છે.

31 ઓગસ્ટ ગુરુવારના ત્રણ મુહૂર્તની નથી, માટે નિર્ણય સિંધુ અને ધર્મ સિંધુ ઉપરાંત મુહૂર્ત અંગેના ગ્રંથના સંદર્ભમાં રાખડી બાંધવા માટેનો યોગ્ય સમય છે. જ્યોતિષીઓના મતે 30 ઓગસ્ટના રાત્રે 09:05 થી રાત્રે 10:55 ના રાખડી બાંધવા માટે મુહૂર્ત છે. નિશિથ કાળ પહેલા – જ્યોતિષ ગણિત મુજબ કુંડળીમાં ચોથે સૂર્ય ને મધ્ય રાત્રીની શરૃઆત કહી છે. આ સમય માં રાખડી બાંધવી યોગ્ય જણાઈ રહી છે છતાં સ્થાનિક વિદ્વાનો ના માર્ગદર્શન મુજબ પણ આ અંગે વિચાર કરવો વ્યવહારુ કહી શકાય.

ધાર્મિક શાસ્ત્રો અનુસાર ભદ્રકાળમાં ક્યારેય પણ રક્ષાબંધનનો તહેવાર ન ઉજવવો જોઈએ. ભદ્રકાળ દરમિયાન રાખડી બાંધવી ખૂબ જ અશુભ છે. ભદ્રકાળમાં કોઈપણ શુભ કાર્ય કરવું અશુભ માનવામાં આવે છે. તેથી જ રક્ષાબંધનના તહેવાર દરમિયાન ભાદ્રાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

ભદ્રકાળમાં લંકાપતિ રાવણને તેની બહેન દ્વારા રાખડી બાંધવામાં આવી હતી અને તે જ વર્ષે ભગવાન રામના હાથે રાવણનો વધ થયો હતો, તેથી ભદ્રકાળમાં રક્ષાબંધન ઉજવવામાં આવતી નથી.

પંચાંગ અનુસાર, દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. સાવન પૂર્ણિમા તિથિ 30 ઓગસ્ટ, 2023 ના રોજ સવારે 10:59 થી શરૂ થશે. ભદ્રા પૂર્ણિમાની તિથિથી શરૂ થશે, જે રાત્રે 09:02 સુધી ચાલશે. શાસ્ત્રોમાં ભદ્રા કાળમાં શ્રાવણી પર્વ મનાવવાનો નિષેધ જણાવવામાં આવ્યો છે અને આ દિવસે ભદ્રાનો કાળ 09:02 સુધી રહેશે. આ સમય પછી જ રાખડી બાંધવી વધુ યોગ્ય રહેશે.પૌરાણિક માન્યતા અનુસાર બપોરનો સમય રાખડી બાંધવા માટે શુભ છે, પરંતુ જો બપોરનો સમય ભદ્રા કાળ હોય તો પ્રદોષ કાળમાં રાખડી બાંધવી શુભ ગણાય છે.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. GujaratiTak.com આની પુષ્ટિ કરતુ નથી.

આ પણ ખાસ વાંચો :

Chandrayaan 3 Live Tracker : ક્યાં પોહ્ચ્યું ચંદ્રયાન 3, ISRO દ્વારા દેશવાસીઓ માટે લાઇવ ટ્રેકર લોન્ચ

આઈ ખેડૂત પોર્ટલ : ખેડૂતો 7 ઓગષ્ટથી વિવિધ સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરી શકશે

10 પાસ માટે સરકારી નોકરી : ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023, જાણો સંપૂર્ણ માહિતી

મેરી માટી મેરા દેશ સર્ટીફીકેટ ડાઉનલોડ કરો અહીંથી

Leave a Comment