પોલીસ ભરતી 2023 : ટુંક સમયમાં થઇ શકે છે પોલીસમાં ભરતી, IPS હસમુખ પટેલને સોપાઈ પોલીસ ભરતી બોર્ડની જવાબદારી

પોલીસ ભરતી 2023 : પોલીસ ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે, પોલીસ ભરતી બોર્ડની જવાબદારી IPS હસમુખ પટેલને સોપવામાં આવી છે. નવી ભરતીની કવાયત માટે બે ઉચ્ચ અધિકારીઓને મોટી જવાબદારી સોંપવામાં આવી

પોલીસ ભરતી 2023

પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની જવાબદારી ફરીથી IPS હસમુખ પટેલને સોપાઈ છે, જેમાં પરીક્ષિત રાઠોડ પણ સેવા આપશે, પોલીસમાં આવનારી ભરતી માટે હસમુખ પટેલને એડીશનલ ડીજી નો વધારાનો ચાર્જ સોપ્યો. તેમજ CID ક્રાઈમના ડીઆઈજી પરીક્ષિત રાઠોડ પણ શ્રી હસમુખ પટેલ સાથે સેવા આપશે ટુક સમયમાં ભરતીની જાહેરાત થવાની શક્યતા.

CID ક્રાઈમના DIG પરીક્ષિત રાઠોડને પોલીસ ભરતી બોર્ડમાં નાયબ પોલીસ મહાનિરીક્ષકની જવાબદારી સોપવામાં આવી છે. એવી પણ માહિતી છે કે ટુક સમયમાં પોલીસમાં ભરતી અંગેની જાહેરાત કરવામાં આવશે.

IPS હસમુખ પટેલ 1993ની બેચના અધિકારી છે, પોલીસ વિભાગમાં પોલીસ અધિકારી તરીકે તેમની છબી એક પ્રમાણિક અધિકારી તરીકેની છે. હસમુખ પટેલ અગાઉ એન્ટી કરપ્શન બ્યુરો ગુજરાતના સ્પેશિયલ ડાયરેક્ટર રહી ચુક્યા છે. તેમણે પોલીસ સુધારામાં અગ્રણી ભૂમિકા ભજવી છે.

તેમને સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લી.ના મેનેજિંગ ડીરેક્ટરની સાથે લોકરક્ષક ભરતી બોર્ડની પણ જવાબદારી સોપવામાં આવી હતી. સફળતાપૂર્વક લોક્રક્શની પરીક્ષા લેવાયા બાદ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ તરીકે વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો.

હસમુખ પટેલ રાજ્યના યુવાનો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓમાં ભારે લોકપ્રિયતા ધરાવે છે. LRD ભરતી બોર્ડની જવાબદારી દરમિયાન હસમુખ પટેલે ઉમેદવારોને પણ પ્રોત્સાહિત કર્યા હતા. હસમુખ પટેલ સોશિયલ મીડિયા પર ખુબ જ લોકપ્રિય છે. ટ્વીટર પર તેમના લાખો ફોલોઅર્સ છે. પટેલે તેમના બાયોમા લખ્યું છે કે હું પરિવર્તન અને ઈમાનદારી માટે ઉભો છુ.

પોલીસ ભરતી 2023
પોલીસ ભરતી 2023

ગુજરાત સ્પર્ધાત્મક પરીક્ષા દરમિયાન પેપર લીક થવાના કિસ્સાઓ વધતા રાજ્યના પ્રમાણિક IPS હસમુખ પટેલને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની કમાન સોંપવામાં આવી હતી, તમેના અધ્યક્ષ પદે જુનીયર ક્લાર્કની પરીક્ષા લેવાઈ હતી, જે નિર્વિવાદ પૂર્ણ થઇ હતી. અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા રહેલા વિદ્યાથીઓ દ્વારા કોઈ પેપર લીક થવાની ઘટના ન બનતા હાશકારો અનુભવ્યો હતો, ત્યારે હવે હસમુખ પટેલેને પોલીસમાં ભરતી બોર્ડની જવાબદારી સોંપવામાં આવી છે.

આ પણ ખાસ વાંચો :

Chandrayaan 3 Mission : ચંદ્રયાન-3ના મિશનની વધુ એક સફળતા, સફળતાપૂર્વક પ્રોપ્લશન મોડ્યુલથી અલગ થયું, 23 ઓગષ્ટે કરશે સોફ્ટ લેન્ડીંગ

Vishvakarma Yojana | વિશ્વકર્મા યોજના : માત્ર 5 ટકા વ્યાજે મળશે લોન, 17 સપ્ટેમ્બર 2023 થી શરુ થશે યોજના

VMC હેલ્થ વર્કર ભરતી 2023 : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 71 જગ્યા પર આવી ભરતી

Leave a Comment