PM મોદી આજે PM કિસાન યોજનાનો 14મો હપ્તો કરશે જાહેર, યાદીમાં તમારું નામ છે કે નહિ આરીતે કરો ચેક

PM કિસાન યોજના : PM મોદી આજે PM કિસાન યોજનાનો 14મો હપ્તો કરશે જાહેર, 8.5 કરોડથી વધુ ખેડૂતોના એકાઉન્ટમાં ટ્રાન્સફર થશે પૈસા.

PM કિસાન યોજનાનો 14મો હપ્તો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે PM કિસાન યોજના અંતર્ગત PM કિસાન યોજનાનો 14મો હપ્તા તરીકે DBT દ્વારા 8.5 કરોડથી વધુ લાભાર્થીઓને લગભગ 17 હજાર કરોડ રૂપિયાની રકમ રિલીઝ કરશે. પ્રધાનમંત્રી કિસાન સભાને સંબોધશે અને રાજસ્થાનની વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે અને ઉદ્ઘાટન કરશે.

PM કિસાન યોજના

PM કિસાન યોજના અંતર્ગત આજ સુધી 13 હપ્તા ખેડૂતોના ખાતામાં જમા થઇ ચુક્યા છે, આપને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી છે. PM Kisan Yojanaનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતભાઈઓને આર્થિક સહાય મળે તે માટે રૂ. 6000 વર્ષે ત્રણ હપ્તા દ્વારા સીધા બેંક ખાતામાં આપવામાં આવે છે.

PM કિસાન 14મા હપ્તાની તારીખ: PM કિસાન યોજનાના 14મા હપ્તાને ટ્રાન્સફર કરવાની તારીખો જાહેર કરવામાં આવી છે. PM મોદી આજ રોજ એક કાર્યક્રમમાં PM કિસાનનો 14મો હપ્તો દેશભરના 8.5 કરોડ ખેડૂતોના ખાતામાં સીધો ટ્રાન્સફર કરશે. આ યોજના હેઠળ, સરકાર એક વર્ષ દરમિયાન રૂ. 6000 ત્રણ હપ્તા દ્વારા સીધા બેંક ખાતામાં આપવામાં આવે છે.

  • PM કિસાન યોજના યોજનાનો 14મો હપ્તો આજે રિલીઝ થશે
  • 14મો હપ્તો મેળવવા માટે તમારે ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત
  • 8.5 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં સીધા ટ્રાન્સફર કરાશે

ઈ-કેવાયસી શું છે?

ઈ-કેવાયસી એટલે ખેડૂતના આધારકાર્ડ અને મોબાઈલ નંબર સાથે લીંક કરવાની એક પ્રક્રિયા છે. જો ખેડૂતના બેંક એકાઉન્ટના સાથે આધારકાર્ડ લીંક ન હોય તો તેમણે બેંકમાં રૂબરૂ જઈને પોતાના બેંક એકાઉન્ટ સાથે આધારકાર્ડ અને મોબાઈલ નંબર લીંક કરવો ફરજીયાત છે. ઈ-કેવાયસી કરાવવા માટે આધારકાર્ડ મોબાઈલ નંબર સાથે લીંક હોવું જરૂરી છે. જો તેમ ન હોય તો ખેડૂતે પહેલા તાત્કાલિક આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક કરાવવો પડશે. એ પછી બેંક ખાતા સાથે લીંક કરાવી શકાશે.

ખેડૂતોએ આધારકાર્ડ અને મોબાઈલ નંબર લીંક કરવા ક્યાં જવું?

ખેડૂતોએ આધારકાર્ડ અને મોબાઈલ નંબરને લીંક કરાવવા પોતાના ઘર નજીકના કોમન સર્વિસ સેન્ટર, સેવા સદન ખાતેની મામલતદાર કચેરી, ઈ-ગ્રામ સેન્ટર અથવા સરકાર તરફથી નિમાયેલ બેંકમાં લીંક પ્રક્રિયા કરાવી શકશે. હાલ જીલ્લામાં ઇન્ડીયામાં પોસ્ટ પેમેન્ટ બેન્કના કર્મચારી પણ કામગીરી કરે છે.

લાભાર્થીની યાદી આ રીતે ચેક કરી શકશો

  • સૌ પ્રથમ PM કિસાન વેબસાઈટ https://pmkisan.gov.in/ પર જાઓ.
  • તે પછી લાભાર્થી યાદી પર ક્લિક કરો.
  • રાજ્ય, જિલ્લો, બ્લોક અને ગામ જેવી વિગતો દાખલ કરો
  • તમામ માહિતી ભર્યા પછી રિપોર્ટ પર ક્લિક કરો.
  • આ પછી લાભાર્થીની યાદી તમારી સામે દેખાશે.

PM કિસાન યોજનાનો 14મો હપ્તો કઈ રીતે ચેક કરવો

  • PM કિસન યોજનાની સરકારી અધિકૃત વેબસાઈટ https://pmkisan.gov.in/ ઓપન કરો. જ્યાં હોમ પેજની જમણી બાજુમાં farmer corner પર જવાનું રહેશે.
  • હવે farmer corner મા જઈને Beneficiary Status મેનુમાં જવાનું રહેશે એ મેનુમાં ઘડિયાળ દોરેલ હશે.
  • જ્યાં હવે નવો પેજ ખુલશે પછી લાભાર્થી મોબાઈલ નંબર અને રજીસ્ટ્રેશન નંબર લખી કેપ્ચા કોડ નાખીને પોતાનો હપ્તો જમા થયો કે નહિ તે ચેક કરી શકશે.

આ પણ ખાસ વાંચો :

Chandrayaan 3 Video : કેટલે પહોચ્યું ચંદ્રયાન, ટેલીસ્કોપ દ્વારા ઝડપાયેલ નવો વિડીયો આવ્યો સામે

Chandrayaan 3 : ઓનબોર્ડ કેમેરાથી લોન્ચિંગ વિડીયો ઈસરો દ્વારા જાહેર કરાયો

Gadar 2 Trailer Release : ગદર 2 ફિલ્મનું ટ્રેલર રીલીઝ, સની દેઓલ જોવા મળ્યો એક્શન મોડમાં

સરકારી સહાય : સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સારા સામચાર

Leave a Comment