PM કિસાન 14માં હપ્તાની તારીખ થઇ જાહેર, આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા

PM કિસાન 14માં હપ્તાની વિગત સરકારી વેબસાઈટ પર આપવામાં આવી છે, જેમાં 8 થી 9 કરોડ ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા.

PM કિસાન

PM કિસાન યોજના અંતર્ગત આજ સુધી 13 હપ્તા ખેડૂતોના ખાતામાં જમા થઇ ચુક્યા છે, આપને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી છે. PM Kisan Yojanaનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતભાઈઓને આર્થિક સહાય મળે તે માટે રૂ. 6000 વર્ષે ત્રણ હપ્તા દ્વારા સીધા બેંક ખાતામાં આપવામાં આવે છે.

PM કિસાન 14માં હપ્તાની તારીખ

PM કિસાન 14મા હપ્તાની તારીખ: PM કિસાન યોજનાના 14મા હપ્તાને ટ્રાન્સફર કરવાની તારીખો જાહેર કરવામાં આવી છે. PM મોદી 28 જુલાઈના રોજ એક કાર્યક્રમમાં PM કિસાનનો 14મો હપ્તો દેશભરના 8 થી 9 કરોડ ખેડૂતોના ખાતામાં સીધો ટ્રાન્સફર કરશે. આ યોજના હેઠળ, સરકાર એક વર્ષ દરમિયાન રૂ. 6000 ત્રણ હપ્તા દ્વારા સીધા બેંક ખાતામાં આપવામાં આવે છે.

PM કિસાન 14માં હપ્તાની તારીખ
PM કિસાન 14માં હપ્તાની તારીખ

મળતી માહિતી મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજસ્થાનના નાગૌર જિલ્લામાં પીએમ કિસાન યોજનાનો 14મો હપ્તો ટ્રાન્સફર કરવા માટે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં પીએમ મોદી પોતે બટન દબાવીને ખેડૂતોના ઓનલાઈન ખાતામાં પૈસા મોકલશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો પણ ભાગ લેશે.

PM KISAN યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 13 હપ્તા ખેડૂતભાઈઓના બેંક એકાઉન્ટમાં ડાઈરેક્ટર જમા કરવામાં આવ્યા છે. ખેડૂત ભાઈઓને તમામ મદદ મળી રહે તે માટે ઘણી હેલ્પલાઈન નંબર અને PM KISAN PORTAL પણ શરું કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં જમા થયેલ 13 હપ્તાની વિગતો પણ ખેડૂતભાઈઓ ઓનલાઈન જોઈ શકે છે.

  • પીએમ કિસાન યોજનાનો 13મો હપ્તો 27 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવ્યો હતો.
  • 28 જુલાઈના રોજ 14મો હપ્તો જમા કરવામાં આવશે.

PM કિસાન ઇ-કેવાયસી

આ બે કામ કરવા જ જોઈએ નહીં તો હપ્તો અટકી શકે છે: ઇ-કેવાયસી જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો, તો ઇ-કેવાયસી કાળજીપૂર્વક અને સમયસર કરાવો. જો તમે તે પૂર્ણ નહીં કરો, તો તમારા હપ્તાના નાણાં અટકી શકે છે. યોજના સાથે સંકળાયેલા દરેક લાભાર્થી માટે ઇ-કેવાયસી કરાવવું ફરજિયાત છે.

આ પણ ખાસ વાંચો:

અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના : અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજનાનો પ્રાયોગિક પ્રારંભ

PMJAY યોજના અંતર્ગત 11 જુલાઈથી 10 લાખ સુધીનું આરોગ્ય વીમા કવચ મળશે

માનવ ગરિમા યોજના 2023 : ૨૮ પ્રકારના વ્યવસાય માટે ટૂલ કિટ્સ આપવામાં આવે છે

તાજેતરમાં જ પીએમ કિસાન પોર્ટલ પર ફાર્મર્સ કોર્નરમાં વધુ એક ફીચર ઉમેરવામાં આવ્યું છે. આ પછી, હવે લાભાર્થીઓ તેમના મોબાઇલ પર પીએમ કિસાન મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે.

PM KISAN Helpline

  • કિસાન ટોલ ફ્રી નંબર: 18001155266
  • પ્રધાનમંત્રી કિસાન હેલ્પલાઈન નંબર: 155261
  • પીએમ કિસાન લેન્ડલાઇન નંબર: 011-23381092, 23382401
  • PM કિસાનની નવી હેલ્પલાઇન: 011-24300606
  • પીએમ કિસાનની બીજી હેલ્પલાઇન છે: 0120-6025109
  • પીએમ કિસાન (ઈ-મેલ આઈડી): [email protected]

Leave a Comment