Phonepe Share Market App : ફોનપે શેર માર્કેટ એપ લોન્ચ કરી, યુઝર્સ માટે ટ્રેડીંગ સરળ બન્યું

Phonepe Share Market App : ઓનલાઈન પેમેન્ટ એપ ફોનપે દ્વારા Phonepe Share Market App લોન્ચ કરવામાં આવી, યુજર્સને વધુ એક Phonepe Share Market માટે એપ મળી, યુજર્સ માટે ટ્રેડીંગ સરળ બન્યું.

Phonepe Share Market App

ફોનપે શેર માર્કેટ બ્રોકિંગ એપ: ઓનલાઈન પેમેન્ટ એપ ફોનપેના યુજર્સ માટે એક મોટા સમાચાર છે, ઓનલાઈન પેમેન્ટ એપ ફોનપે એ તેની પેટાકંપની PhonePe વેલ્થ બ્રોકિંગ હેઠળ શેર માર્કેટ સાથે સ્ટોક બ્રોકિંગ બિઝનેસમાં પ્રવેશની જાહેરાત કરી છે.

ફોનપેના યુજર્સ શેરબજારમાં પણ ટ્રેડીંગ કરી શકશે, PhonePe એ બુધવારે તેની પેટાકંપની PhonePe વેલ્થ બ્રોકિંગ દ્વારા Share.Market – Invest Like a Pro સાથે સ્ટોક બ્રોકિંગમાં પ્રવેશવાની જાહેરાત કરી હતી, ડીજીટલ પેમેન્ટ પ્લેટફોર્મ કમ્પનીના CEO અને સહ સ્થાપક સમીર નિગમે કહ્યું કે આ ઘોષણા PhonePe માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. કંપનીએ સ્ટોક બ્રોકિંગ પ્લેટફોર્મનું નામ Share.Marekt રાખ્યું છે. આ નવા પ્લેટફોર્મના CEO ઉજ્જવલ જૈન હશે.

PhonePe ના સ્થાપક અને CEO સમીર નિગમે જણાવ્યું હતું કે શેર બ્રોકિંગમાં પ્રવેશવાની સાથે કંપનીએ તેના ફાઈનાન્સિયલ પોર્ટફોલિયોને પૂર્ણ કર્યો છે, તેમણે કહ્યું “અમને એક બ્રાંડ તરીકે શેર માર્કેટ મળ્યું છે.” “આ વર્ષની શરૂઆતમાં, કંપનીએ પિનકોડ જેવા ઇનોવેટિવ સોલ્યુશન રજૂ કર્યા હતા, પરંતુ આ નવી ઓફર આ વર્ષનું અમારું સૌથી મોટું લોન્ચિંગ છે.” Walmart ગ્રૂપની કંપની PhonePe એ શેર અને ETF સાથે share.market લોન્ચ કર્યું છે. કંપની ધીમે ધીમે તેમાં ફ્યુચર્સ અને વિકલ્પો ઉમેરશે. PhonePeનો ઉદ્દેશ્ય તેના યુઝરોમાં સ્ટોક ટ્રેડિંગ અને રોકાણમાં વધી રહેલા ક્રેઝનો ફાયદો ઉઠાવવાનો છે.

શેર ડોટ માર્કેટ એ સ્ટોક્સ (ઇન્ટ્રા-ડે અને ડિલિવરી), મ્યુચ્યુઅલ ફંડ્સ, એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ઇટીએફ) અને વેલ્થ બાસ્કેટ સહિત ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સની એક વિશાળ શ્રૈણી પુરી પાડશે. વેલ્થબાસ્કેટ એ સેબી રજિસ્ટર્ડ મધ્યસ્થીઓ દ્વારા સ્ટોક/ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સનું ક્યુરેટેડ કલેક્શન છે.

Phonepe Share Market App
Phonepe Share Market App

પ્લેટફોર્મ એક વોચલિસ્ટ ટ્રેકર સાથે સ્ટોક માર્કેટ અને ઇન્ડેક્સ માટે એક અલગ વિભાગ પણ ઉમેરશે. PhonePe યુઝર્સ પોતાના ફોનપે સાથે જોડાયેલા તેમના મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી શકે છે તેમજ વેબ પ્લેટફોર્મને ઍક્સેસ કરી શકે છે. એકવાર તેઓ લૉગિન થઈ જાય, પછી તેઓ તેમના બ્રોકિંગ અને ડીમેટ એકાઉન્ટને એક્ટિવ કરવા માટે કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.

આ પણ ખાસ વાંચો:

Aeroflex Industries IPO : એરોફ્લેકસ ઇન્ડસ્ટ્રીઝ IPO નું ધમાકેદાર લીસ્ટીંગ

માનવ ગરિમા યોજના 2023 લાભાર્થી યાદી જાહેર

Aditya L1 Mission : આદિત્ય L1 બીજી સપ્ટેમ્બરે શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવશે

Leave a Comment