જાણવા જેવું : શું તમે જાણો છે કે પ્લાસ્ટીકના સ્ટુલમાં કાણું કેમ હોય છે?

જાણવા જેવું : શું તમે ક્યારેય વિચાર્યું છે કે પ્લાસ્ટીકના સ્ટુલ / ટેબલ માં શા માટે રાખવામાં આવે છે કાણું, ખુબ જ રસપ્રદ છે તેની પાછળનું કારણ.

જાણવા જેવું

શું તમને કયારેય પણ એવો વિચાર આવ્યો છે કે આ સ્ટુલમાં કાણું કેમ આપ્યું છે, અથવા તો કોઈ પણ ખુરશી કે ટેબલમાં શા માટે હોલ આપવામાં આવતો નથી. તેની પાછળ એક ખાસ કારણ છે જે તમને બધાને ખબર હોવી જોઈએ. આ કારણ ખુબ જ વ્યવહારુ અને વૈજ્ઞાનિક કારણ છે.

શું તમે જાણો છે કે પ્લાસ્ટીકના સ્ટુલમાં કાણું કેમ હોય છે?

આપણી આસપાસ એવી ઘણી નાની મોટી વસ્તુઓ હોય છે, જેને આપણે રોજ બરોજ જોતા હોઈએ છીએ પણ તેનું કારણ જાણવાની કોઈ દિવસ અથવા તો ક્યારેય કોશીસ નથી કરી કે શા માટે આવું હોય છે. જયારે તમે એ જાણવાની કોશિશ કરો છો અને જાણો છો ત્યારે તમે આશ્ચર્ય ચકિત થઇ જાવ છો. બસ આમાં પણ એજ રીતનું રહ્ય્સ છે.

એક રીપોર્ટ અનુસાર પ્લાસ્ટીકની પ્રોડક્ટ બનાવનાર કંપની બ્રાન્ડેડ હોય કે પછી કોઈ લોકલ બધી જગ્યાએ પ્રોડક્શન માટે વિજ્ઞાનના સામાન્ય નિયમોનું પાલન કરવામાં આવે છે.

ખરેખર ઘરમાં હોય કે પછી કોઈ દુકાને સૌથી વધુ ટેબલ હોવાથી તેને ઉપરા ઉપરી એટલે કે એકબીજા પર મૂકી દેવામાં આવે છે, ટેબલની વધારે માત્રા હોવાથી એ રીતે મુકવાથી જગ્યા ઓછી રોકે છે, અને ગમે ત્યારે ઉપયોગમાં લેવા હોય ત્યારે ઝડપથી છુટા પડી જાય છે, જલ્દીથી છુટા પડવાનું કારણ સ્ટુલમાં રહેલ નાનો છિદ્ર છે એટલે ટેબલની વચ્ચે રહેલું કાણું છે.

જો આવી સ્થિતિમાં જો તેમાં કોઈ છિદ્ર રાખવામાં ન આવ્યો હોય તો દબાણ અને શૂન્ય અવકાશના કારણે તે એટલી હદે એક બીજા સાથે ચોંટી જશે કે તેમને અલગ કરવા મુશ્કેલ બની જાય છે, તેથી આ હોલ અથવા તો કાણું તેમની વચ્ચે જગ્યા જાળવવા અને દુર કરવામાં સરળતા રહે છે.

આ સિવાય પણ અન્ય ઘણા કારણો છે તેમાંનું એક કારણ આ પણ છે કે જો કદાચ વધારે વજન વાળી વ્યક્તિ આ સ્ટુલ પર બેસે ત્યારે તેના દબાણના કારણે સ્ટુલ ભાંગી જવાની બીક રહે છે, જે આ છિદ્ર હોવાથી સ્ટુલનું લચીલા પણુ જાળવી રાખે છે અને તુટવા દેતું નથી.

આ પણ ખાસ વાંચો:

ISRO ગગનયાન મિશન : ઈસરો રચશે ફરીથી ઈતિહાસ, ગગનયાન SMPSનું સફળ પરીક્ષણ

Chandrayaan 3 : ઓનબોર્ડ કેમેરાથી લોન્ચિંગ વિડીયો ઈસરો દ્વારા જાહેર કરાયો

સરકારી સહાય : સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સારા સામચાર

સરકારી સહાય : સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સારા સામચાર

Leave a Comment