“મેરી માટી મેરા દેશ” : શહીદોના સન્માનમાં અભિયાન શરુ કરાશે

મેરી માટી મેરા દેશ : આ વર્ષે સ્વતંત્રતા દિવસ પહેલા જ શહીદોના સન્માનમાં મેરી માટી મેરા દેશ અભિયાન શરૂ કરવામાં આવશે. અભિયાન અતર્ગત દેશના ખૂણેખૂણેથી 7500 કલશોમાં માટી લઈને દેશની રાજધાની પહોંચશે.

મેરી માટી મેરા દેશ

આજે આકાશવાણી ઉપરથી પ્રસારિત થયેલા મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ આ અભિયાન અંર્તગત આ મુજબ કહ્યું હતું કે આ વર્ષે સ્વતંત્રતા દિવસ પહેલા જ શહીદોના સન્માનમાં મેરી માટી મેરા દેશ અભિયાન શરૂ કરવામાં આવશે.

પ્રધાનમંત્રીશ્રીએ દરેક વ્યક્તિને તેમના હાથમાં માટી સાથે શપથ લેતી સેલ્ફી yuva.gov.in પર અપલોડ કરવા અપીલ કરી હતી તેમણે કહ્યું કે, ગયા વર્ષે સ્વતંત્રતા દિવસ પર દેશભરમાં તિરંગા ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આ પ્રયાસોથી લોકો તેમની ફરજો, આઝાદીનું મૂલ્ય અને દેશની આઝાદી માટે આપેલા અસંખ્ય બલિદાનોને યાદ કરી શકે તે માટે આ વર્ષે પણ દરેક ઘરમાં તિરંગો ફરકાવવો જોઈએ.

આપણા શહીદોને યાદ કરવાની સાથે સાથે તેમના સન્માન માટે ટૂક સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મદી દ્વારા મેરી માટી મેરા દેશ અભિયાન શરૂ કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત દેશભરમાં શહીદોની યાદમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મનની વાતમાં જણાવ્યુ હતું કે, શહીદ પુરુષો અને સ્ત્રીઓના સન્માન માટે સ્વતંત્રતા દિવસ પહેલા ‘મેરી માટી મેરા દેશ’ અભિયાન ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

ઓલ ઈન્ડિયા રેડિયો પરના તેમના મન કી બાત કાર્યક્રમમાં રાષ્ટ્રને સંબોધતા, પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતુ કે, અમૃત મહોત્સવની ઉજવણી વચ્ચે શહીદોની યાદમાં દેશભરમાં ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, લાખો ગ્રામ પંચાયતોમાં વિશેષ શિલાલેખ પણ સ્થાપિત કરવામાં આવશે. આગળ પ્રધાનમંત્રી જણાવ્યું હતું કે, મેરી માટી મેરા દેશ અભિયાન હેઠળ દેશભરમાં ‘અમૃત કલશ યાત્રા‘નું આયોજન કરવામાં આવશે. આ ‘અમૃત કલશ યાત્રા’ દેશના ખૂણેખૂણેથી 7500 કલશોમાં માટી લઈને દેશની રાજધાની પહોંચશે. આ યાત્રા દરમિયાન દેશના વિવિધ ભાગોમાંથી છોડ પણ લાવવામાં આવશે.

મેરી માટી મેરા દેશ
મેરી માટી મેરા દેશ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે ‘અમૃત વાટિકા’ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની નજીક બનાવવામાં આવશે અને 7500 ભઠ્ઠીમાં માટી અને રોપાઓનું મિશ્રણ કરીને બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે આ ‘અમૃત વાટિકા’ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’નું ભવ્ય પ્રતીક બનશે. તેમણે ઉમેર્યું હતું કે ‘મેરી માટી મેરા દેશ’ ઝુંબેશમાં ભાગ લઈને, રાષ્ટ્ર પણ અમૃત કાલના આગામી 25 વર્ષ સુધી ‘પાંચ સંકલ્પો’ અથવા ‘પંચ પ્રાણ’ને પૂર્ણ કરવા માટે શપથ લેશે.

આ પણ ખાસ વાંચો:

ખેડૂતલક્ષી નિર્ણય : ગુજરાત સરકારે જમીનોના કબજાહક્ક માટે લીધો મહત્વનો નિર્ણય

ISRO Satellite Launch Video : ISROએ લોન્ચ કર્યા સિંગાપુરના 6 સેટેલાઇટ્સ, જુઓ ઓનબોર્ડ વ્યુ વિડીયો

સ્વાગત પોર્ટલ : નાગરિકોની ઓનલાઈન રજૂઆતો માટેનું પોર્ટલ લોન્ચ થયું

LIC જીવન કિરણ પોલિસી : LIC લોન્ચ કરી નવી પોલિસી, સુરક્ષાની સાથે મેચ્યોરિટી પર મળશે પૂરી પ્રીમિયમની રકમ

Leave a Comment