મેઘો મંડાયો : ગુજરાતના વિવિધ જીલ્લામાં વરસાદની આગાહી

મેઘો મંડાયો : હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં વલસાડ સહિત રાજ્યના સાત જીલ્લામાં ભારે વરસાદની આગાહી.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક દરમ્યાન ગુજરાતના વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલી, સાબરકાંઠા અને અરવલ્લી તેમજ જુનાગઢ અને અમરેલીમાં ઘણા સ્થળોએ ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. તેમજ આગામી 5 દિવસ સુધી દરિયામાં પવનની ગતિ ૪૫ થી 60 કિલોમીટર રહેવાની સંભાવના હોવાથી માછીમારોને દરિયો નહિ ખેડવાની સુચના અપાઈ છે.

વરસાદની આગાહી

દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છેલ્લા 36 કલાકમાં હળવોથી ભારે વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 290 મીલીમીટર વરસાદ વલસાડના નાનીપલસાણામાં થયો છે.

ભારે વરસાદથી મધુબન ડેમમાં પાણીની આવક થતા ડેમના 10 દરવાજા 4 મીટર ખોલવામાં આવ્યા. ડેમનું પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે દમણગંગા નદી બન્ને કાંઠે વહી રહી છે. પ્રશાસન દ્વારા સાવચેતીના ભાગરૂપે સેલવાસ-ભિલાડ નેશનલ હાઇવેને જોડતો પુલ પરિવહન માટે બંધ કરવામાં આવ્યો

ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી નદીઓમાં પુરની સ્થિતિ ઉભી થઇ છે. કાલી બેલ ગામથી પાંઢપમાળને જોડતો પુલ પુરના કારણે તુટી ગયો. ડાંગના ઘોઘલી, બોરખલ, લિંગા, બોરખેત, ગોંડલ, વિહિર, ધવલી દોડ સહિત અનેક ગામોમાં વરસાદ વરસ્યો

આ ઉપરાંત દેહગામ અને મધુબનમાં 146 મીલીમીટર, ખાનવેલ અને કપરાડામાં 120, લાલપુરમાં 90, ધંધુકા, સેલવાસ, વાડિયા અને જેતપુર તાલુકામાં 80, ઉમરગામમાં 70 તથા સોનગઢ, કડી અને અરણેજ તાલુકામાં 60 મીલીમીટર વરસાદ થયો છે, 40 તાલુકાઓમાં 50 મીલીમીટર કે તેથી ઓછો વરસાદ થયો છે.

ડાંગ જીલ્લામાં છેલ્લા 36 કલાકમાં સરેરાશ 159 મીલીમીટર વરસાદ નોંધાયો છે. અત્યારસુધીના વરસાદના પગલે અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા નદીઓ બે કાંઠે વહી રહી છે. ભાવનગરમાં બોરતળાવ છલકાયું છે સાંજે ભાવનગર સહેરમાં 52 મીલીમીટર વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

વરસાદની આગાહી
વરસાદની આગાહી

નવસારીમાં ગઈ કાલે ઝાપટા પડ્યા હતા પણ ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે પૂર્ણા અને કાવેરી નદીઓની જળસપાટી વધી છે. જો કે ગઈ રાત્રે 10 વાગ્યાથી અંદાજે 128 મીલીમીટર વરસાદ થયો છે. ભારે વરસાદની સંભાવનાને લીધે નવસારી જીલ્લા કલેકટરે જીલ્લાની તમામ શાળા અને કોલેજોમાં આજે રજા જાહેર કરી છે.

આ પણ ખાસ વાંચો:

Detox water : ડીટોક્ષ વોટરથી ડાયટીંગ અને કસરત કર્યા વિના ઓછી થશે પેટની ચરબી!

આદુના ફાયદા : આ 5 ફાયદાઓ જાણીને તમે પણ ચોંકી જશો

Leave a Comment